દુનિયાની આ 5 જેલ બીજી બધી જેલ કરતા છે એકદમ અલગ, વાંચીને તમે પણ કહેશો સાચી વાત!

જેલ એક એવી જગ્યા છે જ્યાં રહીને ગુન્હેગારોને પોતાના કરતૂત બદલ અફસોસ થાય અને ફરી એવું કૃત્ય ન કરે તેનો સબક પણ મળે. મોટાભાગની જેલોમાં એટલે જ ઘર જેવી સુખ – સુવિધા નથી હોતી. પરંતુ દુનિયામાં અમુક જેલો એવી પણ છે જ્યાં કેદ થનારા કેદીઓને ઘર પણ ભુલાઈ જાય તેવો માહોલ અનુભવાય છે. અને અમુક જેલો વળી સાવ નવીન કારણ માટે પ્રસિદ્ધ છે. તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વની પાંચ અજબ ગજબ જેલો વિષે માહિતી આપવાના છીએ. તો થઇ જાવ તૈયાર..

image source

સેબુ જેલ – ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સ દેશની સેબુ જેલ એવી છે જાણે કોઈ હોટલમાં ડિસ્કો પાર્ટી ન હોય ? આ જેલમાં માહોલ જ એવો બનાવવામાં આવ્યો છે કે જેથી કેદીઓને કંટાળો જ નથી આવતો. આ માટે અહીં સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ મનપસંદ સંગીત સાંભળી મનોરંજન કરી શકે. અહીંના કેદીઓના એક ડાન્સિંગ વીડિયોને અમરિકાના ટાઈમ મેગેઝીને ટોપ વાયરલ વીડિયોના લિસ્ટમાં પાંચમું સ્થાન આપ્યું હતું. અસલમાં ફિલિપાઇન્સ સરકારનું એવું માનવું છે કે સંગીત એક દવા જ છે અને તેના કારણે માણસને પોતાના ખરાબ ભૂતકાળને ભૂલી જીવનની નવી શરૂઆત કરવાની પ્રેરણા મળે છે.

image source

જસ્ટિસ સેન્ટર લિયોબેન જેલ – ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાની ” જસ્ટિસ સેન્ટર લિયોબેન ” તો એમ જ લાગે જાણે કે ફાઈવ સ્ટાર હોટલ ન હોય. બધી બાજુએથી કાંચથી ઢંકાયેલી આ જેલમાં અંદર સ્પોર્ટ્સ સેન્ટર, અને કેદીઓ માટે સ્વતંત્ર આલીશાન કહી શકાય તેવા રૂમ પણ છે. વળી આ રૂમમાં ટીવી, ફ્રિજ જેવી જરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ છે. વર્ષ 2004 માં બનેલી આ જેલમાં કેદ થનારા કેદીનું જીવન જાણે પોતે રાજા હોય એવું જ વીતે છે.

image source

સૈન પેડ્રો જેલ – બોલિવિયા

બોલિવિયા દેશની સૈન પેડ્રો જેલ પોતાના અજબ ગજબ કારણના લીધે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે અહીં આવનાર કેદીને જેલના કોઈ પણ એક ઓરડામાં નાખી દેવામાં આવે છે પરંતુ આ માટે કેદીએ કિંમત પણ ચૂકવવી પડે છે. આ જેલમાં લગભગ 1500 જેટલા કેદીઓ રહે છે. જેલના માહોલની વાત કરીએ તો અહીં માહોલ કોઈ શેરી ગલી જેવો અનુભવાય છે અને તથા અહીં બજાર અને ફૂડ સ્ટોલ પણ ભરાય છે.

image source

સાર્ક જેલ – ગુવેનર્સી

ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ગુવેનર્સી નામનો એક નાનકડો ટાપુ આવેલો છે. આ ટાપુ પર દુનિયાની સૌથી નાની જેલ આવેલી છે જેને ” સાર્ક જેલ ” ના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 1856 માં બનેલી આ જેલમાં વધુમાં વધુ ફક્ત બે કેદી જ રહી શકે છે. આજે પણ અહીં કેદીઓને એક રાત્રી સુધી આ જેલમાં રહેવાની સજા આપવામાં આવે છે. પરંતુ જો કેદી વધુ ઉત્પાત મચાવે તો તેને અન્યત્ર મોટી જેલમાં ખસેડી દેવામાં આવે છે. સાથે સાથે અહીં આવનારા પર્યટકો માટે પણ આ જેલ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે અને લોકો દુનિયાની સૌથી નાની જેલ અચૂક જોવા આવે છે.

image source

અરનજુએલ જેલ – સ્પેન

સ્પેન દેશની અરનજુએલ જેલ વિશિષ્ટ જેલ છે કારણ કે અહીં આવનારા કેદીઓ પોતાની સાથે પોતાના પરિવારને પણ જેલમાં રાખી શકે છે. જેલના ઓરડાઓમાં નાના બાળકો માટે કાર્ટૂન પણ પેન્ટિંગ કરવામાં આવ્યા છે. સાથે જ કેદીઓના બાળકો માટે સ્કૂલ અને રમતના મેદાન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અસલમાં આવી જેલ બનાવવા પાછળનું કારણ એ છે કે બાળકો પોતાના માતા પિતા સાથે રહી શકે અને માતા પિતા પણ તેની સંભાળ રાખવાનું શીખી શાખે. અહીં 32 એવા સેલ છે જેમાં કેદી પોતાના પરિવાર સાથે રહે છે.