દુનિયાની આ સૌથી મોંઘી શાકભાજીની એક કિલોની કિંમત ખબર છે તમને?

આપણે જોઈએ છીએ કે બજારમાં ઋતુ અનુસાર બકાલા અને શાકભાજીની કિંમત સસ્તી અને મોંઘી થતી રહે છે. પરંતુ દુનિયામાં એક શાકભાજી એવી પણ છે જેની કિંમત સાંભળીને ભલભલા પૈસાદાર માણસને પણ આશ્ચર્ય થયા વિના ન રહે. આ શાકભાજીની કિંમત 1000 યુરો એટલે કે લગભગ 82000 ભારતીય રૂપિયા પ્રતિ કિલો છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે આ શાકભાજીમાં એવું તે વળી શું છે કે તેનો આટલો બધો ભાવ રાખવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ તેની એ વિશેષતા વિષે.

image source

આ શાકભાજીનું નામ ” હોપ શૂટ્સ ” છે અને તેના ફૂલને ” હોપ કોન્સ ” કહેવામાં આવે છે. અસલમાં આ ફૂલનો ઉપયોગ નશાકારક ચીજવસ્તુઓ બનાવવામાં કરવામાં આવે છે જયારે તેની ડાળખીઓને સામાન્ય શાકભાજીની જેમ ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ઊંચી કિંમતના કારણે આ શાકભાજી સામાન્ય શાકભાજીના નાના સ્ટોલ પર જોવા પણ નથી મળતી.

image source

” હોપ શૂટ્સ ” ને એક ઔષધના સ્વરૂપે પણ પણ ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે તેમાં અનેક ઐષધીય ગુણો રહેલા છે. ખાસ કરીને દાંતના દુખાવામાં આ શાકભાજી અકસીર માનવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ ટીબી જેવા ગંભીર રોગમાં પણ ઈલાજ તરીકે આ હોપ શૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

અસલમાં હોપ શૂટ્સના આ ઐષધીય ગુણોની ઓળખ સદીઓ પહેલા થઇ ગઈ હોવાનું માનવામાં આવે છે અને સૌ પહેલા હોપ શૂટ્સની ખેતી ઉત્તર જર્મનીમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ ધીમે ધીમે તેનો વ્યાપ વધતા વિશ્વના અનેક સ્થળોએ તેની ખેતી શરુ કરવામાં આવી. હોપ શૂટ્સ શાકભાજીના ઉપયોગી ગુણોને લીધે 18મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડે આ શાકભાજી પર ખાસ ટેક્સ પણ લગાવ્યો હતો.

image source

એવું પણ નથી કે ” હોપ શૂટ્સ ” ને રાંધીને જ ખાઈ શકાય. હોપ શૂટ્સને કાચું પણ ખાઈ શકાય છે પણ તેનો સ્વાદ કડવો હોવાથી વધુ પડતા લોકો તેને રાંધીને જ ખાવાના ઉપયોગમાં લે છે. એ સિવાય તેનું અથાણું પણ બનાવવામાં આવે છે જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.

image source

માર્ચ મહિનાથી જૂન મહિના સુધીનો સમયગાળો હોપ શૂટ્સની ખેતી માટેનો બેસ્ટ સમય માનવામાં આવે છે. આ શાકભાજીના છોડવાને જો પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તો તે બહુ ઝડપથી વિકાસ પામે છે અને તેની ડાળખીઓની લંબાઈ એક દિવસમાં છ ઇંચ જેટલી વધી જાય છે. છોડવાની એક વિશેષતા એ પણ છે કે તે શરૂઆતમાં રીંગણી કલરની હોય છે જે વિકાસ પામતા લીલા રંગમાં બદલવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.