ઉનાળામાં કાચી કેરી ખાવાના છે અઢળક લાભ, ગરમીમાં રાખશે તમામ રોગોથી દૂર…

ઉનાળાની સિઝનની સાથે ફળોનો રાજા ગણાતી કેરીનું આગમન શરૂ થઈ જાય છે. ગરમીની સિઝનમાં કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે તેનું સેવન કરવાથી ગણી સમસ્યાથી બચી શકાય છે. ગરમી શરી થતાની સાથે જ બજારમાં કાચી કેરીનું આગમન થઇ જાય છે. ગરમીની ઋતુમાં બજારમાં કાચી કેરીને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તેમજ તમને જાણીને નવાઈ લાગશે પણ કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી કેરીમાં કેરેલીનું પ્રમાણ વધારે હોય છે. તેથી વજન ઓછું કરવા માટે કાચી કેરીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

image source

એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.જો કે, કાચી કેરીનું વધારે માત્રામાં સેવન ગળામાં બળતરા, કબજિયાત અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી તે છે કાચી કેરીનું દૂધ. કાચી કેરીનું સેવન કરતાં પહેલાં કાચી કેરીનું અર્ક કાઢવાનું ન ભુલવું, આ અર્કનું સેવન ગેસની સમસ્યા, ગળ અને મુખના સંક્રમણ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

How to lose weight fast: 9 scientific ways to drop fat
image source

વજન ઓછુ કરવા

કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

એસિડિટી માટે

જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારી માટે સૌથી બેસ્ટ ઈલાજ છે. જે લોકોને એસિડિટીની સમસ્યા વધારે હોય તે લોકોએ કાચી કેરીનું સેવન દરરોજ કરવું જોઈએ. તેનાથી એસિડિટીની સમસ્યાથી જલ્દી છૂટકારો મળશે.

Did you know raw mango leaves can help to manage diabetes better ...
image source

મોર્નિગ સિકનેસ

ગર્ભવતી મહિલાઓએ અથાણું અથવા અન્ય ખાટ્ટી વસ્તુ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે. આ માટે તેમણે કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ કેરીના સેવનથી મોર્નિંગ સિકનેસને દૂર કરી શકાય છે. તેમજ ગર્ભવતી મહિલા જો કાચી કેરીનું સેવન કરે તો તેનાથી અન્ય ઘણા ફાયદા પણ થાય છે. તેમજ ગરમીમાં સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

રક્ત વિકારની સમસ્યા દૂર થાય છે

વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કાચી કેરીનું સેવન કરવાથી તમે આ રોગમાંથી છૂટકારો મેળવી શકો છો.

શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે

શું તમે જાણો છો કે, કાચી કેરીના સેવનથી તમને ખૂબ જ વધું પ્રમાણમાં ઊર્જા મળે છે. અનુભવી લોકોનું એવું માનવું છે કે, બપોરે જે વ્યક્તિઓને આળસ આવતી હોય તેવા લોકોએ બપોરે જમીને તરત જ એક કાચી કેરીનું સેવન કરવું જોઇએ.
લિવર માટે શ્રેષ્ઠ કાચી કેરી લિવર સાથે સંબંધિત બિમારીને દૂર કરવામાં પણ મદદ કરે છે. એક કાચી કેરીનું રોજ સેવન કરવાથી પિત્ત એસિડનો સ્ત્રાવ વધારે હોય છે અને આ આંતરડાના બેક્ટેરિયાના સંક્રમણથી દૂર રાખે છે.

Thick blood: Causes, risk factors, symptoms, and treatment
image source

લોહી માટે શ્રેષ્ઠ

વિટામિન સી વધારે પ્રમાણમાં હોવાથી કાચી કેરી લોહીના વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. કાચી કેરીના સેવનથી નશોમાં લચિલાપણું વધે છે જેનાથી લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા

જો તમને કબજિયાત છે અને કોઇ વસ્તુથી ફાયદો થતો નથી તો કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કાચી કેરી સમારીને પછી અને મીઠું અને મધ મિક્સ કરી તેનું સેવન કરવું. આવું કરવાથી કબજિયાતની સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મળશે.

image source

વધારે પરસેવો થવો

કાચી કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરી સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે. તેમજ અનેક બિમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

દાંત માટે લાભપ્રદ

દાંત શરીરનો તે મહત્વપૂર્ણ ભાગ છે જેના પર તમે બહુ ધ્યાન નથી આપતા. કાચી કેરી પેઢાની સમસ્યા માટે લાભકારી છે. તે પેઢામાંથી લોહી નીકળવું, મુખમાંથી દુર્ગંધ આવવી, દાંતના સડાને રોકવામાં કારગર છે. તેમજ કાચી કેરી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે તેમજ તમને યુવાન અને સ્વસ્થ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.