ઈંડાના છોતરાથી કમાણી

ઈંડા ખાઈ લીધા પછી મોટાભાગે તેના છોતરા ફેંકી દઈએ છીએ કેમકે તેને આપણે નકામા માનીએ છીએ. ત્યાંજ છત્તીસગઢની મહિલાઓ બેકાર સમજીને ફેંકી દેવાયેલા ઇંડાના છોતરાથી દર વર્ષે લાખોની કમાણી કરી રહી છે. જાણીએ કેવી રીતે….

image source

એ વાત જાણીને આપને જરૂર નવાઈ લાગી હશે કે કેવીરીતે આ મહિલાઓ ઇંડાના છોતરાથી પોતાની કમાણી વધારી રહ્યા છે. જણાવી દઈએ કે છત્તીસગઢ ના સરગુજા જિલ્લાની આ મહિલાઓએ ઇંડાના છોતરાને ખાતર માં બદલીને વધારે પૈસા કમાઈ રહી છે. આવક માટે તેમણે શોધેલો આ રસ્તો બેમિસાલ છે.

image source

સરગુજા જિલ્લાના કલેકટર રીતુ સેને એ મહિલાઓને જણાવ્યું કે આત્મનિર્ભર બનવું કેટલું જરૂરી છે. તેમણે મહિલાઓને રોજગાર શોધવામાં પણ ખૂબ મદદ કરી. રીતુની મેહનત ફળીભૂત થઈ અને છત્તીસગઢની મહિલાઓએ નક્કી કર્યું કે તેઓ આત્મનિર્ભર બનશે. મહિલાઓએ સ્વયં સહાયતા સમૂહ દ્વારા રોજગારની નવી તકો શોધવાની શરૂવાત કરી.મહિલાઓએ કેન્ટીન પ્રસાશકો, પાર્કિંગ અને અહીંયા સુધી કે તેઓ શહેરમાં પણ ઘન કચરાના રૂપમાં રોજગારની તક શોધી લીધી છે.

આ રીતે કરે છે ઇંડાના છોતરાનો પ્રયોગ.

image source

જ્યારે મહિલાઓએ જોયું કે ઇંડાના છોતરાં ને લોકો ફેંકી દે છે તો મહિલાઓએ આને રિસાઈકલ કરવાનો વિચાર કર્યો. આજે એ મહિલાઓ ઇંડાના છોતરા માંથી કેલ્શિયમ પાઉડર અને ખાતર બનાવી રહ્યા છે. આની ટ્રેનિંગ તેમને પર્યાવરણ વિદ્વ સી. શ્રીનિવાસન આપી રહ્યા છે. આપને જણાવીએ કે, શ્રીનિવાસન એક એવા પર્યાવરણવિદ્વ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી અપશિષ્ટ પદાર્થોને રિસાઈકલ કરીને તેમને ઉપયોગમાં લઈ શકાય તેવું કામ કરી રહ્યા છે.

કેવો હોય છે ઇંડા ના છોતરાથી બનેલો પાઉડર?

image source

જે પાવડર ઇંડાના છોતરા માંથી તૈયાર થાય છે તેને મરઘીના ખોરાકમાં ભેળવી દેવાય છે. જેનાથી તેમના ભોજનમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે સાથે જ મરઘીઓ તંદુરસ્ત રહે છે. તે પોલટ્રી સેન્ટરના મેનેજરનું કહેવું છે કે મહિલાઓના આ કામ થી પશુપાલનમાં ઘણી મદદ મળી રહે છે. જ્યાં મહિલાઓ આમ કરીને પૈસા કમાઈ રહી ત્યાં બીજી બાજુ બેકાર પડેલી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે.

image source

ત્યાંજ બીજી બાજુ ઇંડાના છોતરા માંથી ખાતર બનાવાય છે. શ્રીનિવાસને જણાવ્યું કે બેકાર પડેલા શાકભાજી અને લીલા કચરા માંથી ખાતર બનાવવું સહેલું છે, પરંતુ ઇંડાના છોતરા માંથી ખાતર બનવામાં થોડો વધારે સમય લાગે છે. ત્યાંજ તેમણે જણાવ્યું કે ઇંડાના છોતરા માંથી ૯૫ ટકા કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. આનાથી બનેલું ખાતર ઝાડ-છોડ માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. જો આ મહિલાઓ ૫૦થી૬૦ કિલો ઇંડાના છોતરાને રિસાઈકલ કરે છે અને ત્યાંજ મરઘીઓના ભોજનની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયા કિલોની આસપાસ થઈ જાય છે તો સ્વંય સહાયતા સમૂહમાં કાર્ય કરી રહેલી મહિલાઓને દર મહિને ૧૫૦૦૦ થી ૩૦૦૦૦ રૂપિયા સુધીની કમાણી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.