“એક એવી રમત કે જેને રમવાથી આત્માને આવવું જ પડે, વાંચો આ ગેમમાં શું થયુ હતુ સારા સાથે… “

નમસ્તે મિત્રો , આજે ફરી એકવાર તમારું આ લેખમાં સ્વાગત છે મનુષ્ય હંમેશાં રહસ્યમય અથવા રસપ્રદ હકીકતો તરફ આકર્ષિત થાય છે માનવ સ્વભાવ ની એક ખાસ બાબત એ છે કે જ્યારે પણ તેઓ કોઈ વસ્તુમાં કોઈ નવીનતા જુએ છે, ત્યારે તે વસ્તુ ને એક વાર જાતે અજમાવી ને તેનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે . અમારા આજના દિવસનો આ લેખ ખૂબ ડરામણી રમત વિશે છે , જેના વિશે જાણીને તમારામાંથી ઘણા લોકો ના મનમાં કુતુહલ જાગશે અને તમારું મન આ ડરામણી રમતને એકવાર માટે રમવા માટે કહેશે પરંતુ તે પહેલાં અમે તમને ચેતવણી આપી દેવા માંગીએ છીએ કે આ રમત રમવાનો પ્રયાસ કરશો નહી . કારણ કે આ લેખ ફક્ત તમારા મનોરંજન માટે જ છે અમે આવા અલગ અલગ લેખો દ્વારા તમને અલગ અલગ રસપ્રદ માહિતી ઓ પીરસવા માંગીએ છીએ .

image source

આ ડરામણી રમતને આજના સમય મા ” ઓઇજા બોર્ડ ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બોર્ડ ચોરસ આકાર નું હોય છે અને તેના પર એ A TO Z મૂળાક્ષરો લખેલા હોય છે આ ઉપરાંત , આ બોર્ડ પર yes , no અને exit પણ લખેલ હોય છે કોઈપણ નાની ચપટી વસ્તુનો ઉપયોગ આ રમત રમવા કુકરી તરીકે કરી શકાય છે આ ટોકિંગ બોર્ડ નો પ્રથમ ઉપયોગ 11 મી સદી મા કરવામાં આવ્યો હતો અને 18 મી સદીના અંત સુધીમાં તો આ રમત અમેરિકા , જાપાન , ચીન અને બ્રિટન જેવા દેશોમાં પહોંચી ગઈ હતી .

image source

1886 ના સમય સુધીમાં આ રમત માત્ર એક રમત સુધી જ સીમિત ન હતી , પરંતુ આત્માઓ ને આમંત્રણ આપવાનું એક સાધન પણ બની ગઈ હતી , અમેરિકા ના ઘણા લોકો આ ટોકિંગ બોર્ડનો ઉપયોગ સિવિલ વોર માં શહીદ થયેલા તેમના પરિવારો જનો ની આત્મા ઓ સાથે વાત કરવા માટે કરતા હતા હતો . ત્યારના સમય માં લોકો એવું માનતા હતા કે ટોકિંગ બોર્ડની મદદથી, તેઓ તેમના પરિવારજનો ની આત્મા ને બોલાવી શકે છે અને એકવાર જ્યારે તેમની આત્મા આ બોર્ડ પર આવે છે ત્યારે તો તેઓ તે આત્મા ને કોઈ પણ સવાલ પૂછી શકે છે અને એકવાર આ બોર્ડ પર મુકવામાં આવેલી કુકરી પોતાની જાતે ચાલવા લાગે ત્યારે આ બોર્ડ પર આવેલી આત્મા બોલાવવા વાળા માણસ ના પ્રશ્નોના જવાબ આપવા લાગે છે .

image source

1890 એલિઝા બોન્ડ નામના વ્યક્તિ એ સૌ પ્રથમ આ ટોકિંગ બોર્ડ માટેની પેટન્ટ રજીસ્ટર કરાવી હતી . અને કાયદાકીય રીતે તે ટોકિંગ બોર્ડના નિર્માતા બની ગયા હતા પરંતુ તે પછી આ ટોકિંગ બોર્ડ બનાવતી કંપનીના જ એક કર્મચારી એ કંપનીનો હવાલો સંભાળી લીધો હતો તેણે આ ટોકિંગ બોર્ડનું નામ બદલીને “ ઓઇજા બોર્ડ ” રાખવામાં આવ્યું હતું . તેમણે કહ્યું કે આ રમતનું નામ નો આઈડિયા પણ તેને આ ગેમ રમ્યા બાદ જ આવ્યો હતો આ ઓઇજા બોર્ડની વિશેષતા એ હતી કે આ રમત ની મદદ થી કોઈપણ આત્માને બોલાવી શકાતી હતી જેના લીધે આ રમત હવે રમત રહી ન હતી , આ રમત દ્વારા બોલવાવમાં આવતી આત્મા સારી કે ખરાબ હોય તે કહેવું અશક્ય હતું કે જેના કારણે આ રમત ઘણા કમનસીબ લોકોના મૃત્યુ અને વિનાશનું કારણ બની ગઈ હતી અને આ ઓઇજા બોર્ડ ને કારણે ઘણા લોકો ભૂત પ્રેતના વળગાડ નો શિકાર પણ બન્યા હતા અને નિષ્ણાતો ના કહેવા મુજબ આ રમત આ દુનિયા અને આત્માઓની દુનિયા વચ્ચેનો દરવાજો ખોલવા માટે સક્ષમ છે જો આ દરવાજો એકવાર ખુલી જાય પછી આત્મા અને ખરાબ શક્તિઓ માટે તેને બોલાવવા વાળા માણસ ના ઘર પર આવવું એક દમ સરળ બની જતું હતું અને ત્યારબાદ તે કોઈ પણ ને આસાની થી પોતાનો શિકાર બનાવી શકતી હતી .

image source

સારા બેકર એ ટેક્સાસ મા રહેતી એક યુવાન વયની છોકરી હતી એક રાતે તે તેની બે સહેલી ઓ સાથે ઓઈજા બોર્ડ રમત રમવાની પ્લાનિંગ કરી રહી હતી આખા ઘરમાં આ ત્રણ છોકરી ઓ સિવાય કોઈ હતું નહીં સારા એ બેડરૂમ ની બધી લાઈટો બંધ કરી દીધી હતી અને ત્રણેય છોકરીઓ એ મીણબત્તી ના પ્રકાશ નીચે આ ગેમ રમવાની ચાલુ કરી સારા એ ચોરસ કાગળના ટુકડા પર A TO Z મૂળાક્ષરો અને સંખ્યાઓ લખી અને કાચનો ગ્લાસ ને તેણે કુકરી તરીકે વાપરવાનું શરૂ કર્યું અને ત્યાં રહેલી કોઈપણ હાજર આત્મા ને બોલાવવાનું શરૂ કર્યું અને પછી અચાનક તેનો કાચ નો ગ્લાસ ધ્રુજવા લાગ્યો હતો અને તે આત્મા ત્રણેય છોકરીઓ ના પ્રશ્નોના જવાબ આપવા લાગી હતી તેમાંથી સારાએ આત્માની હસી ઉડાવવા માટે એક અઘરો સવાલ પૂછ્યો ત્યારે સારાના શરીરમાં અચાનક અકડ આવવા લાગી હતી અને સારા નો અવાજ કોઈ ડરામણા ભૂત જેવો લાગવા લાગ્યો હતો થોડીક વાર પછી સારા નું શરીર જોરથી જોર થી ધ્રુજવા લાગે છે અને તેની આંખો ઉંધી થઈ ગયી હતી , સારાની આ હાલત જોઈ એવું લાગતું હતું કે આત્માને સારાની આ મજાક ગમી ન હતી અને સારાના પ્રશ્નના કારણે ગુસ્સે થયેલી આત્મા સારાના શરીરમાં પ્રવેશી ગઈ હતી સારાની આવી હાલત જોઈને તેની બાકીની સહેલી ઓ પણ ખૂબ જ ગભરાઈ ગઇ હતી અને સારા ને જેમ તેમ કરી ને સંભાળવાનો પ્રયત્ન કરતી હતી સારાની સહેલીઓ માંડ માંડ તેને સંભાળવા મા સફળ રહી હતી સારા પણ તેની સાથે બનેલી દુર્ઘટના ને લીધે રડવા લાગી હતી ” ઓઇજા બોર્ડ ” સાથે સંબંધિત આવી ઘણી વાર્તાઓ આજે પણ ઇન્ટરનેટ પર અસ્તિત્વમાં છે જે સાબિત કરે છે કે આ ખેલમા ચોક્કસપણે કોઈ રહસ્ય છુપાયેલું હતું કે જેના કારણે હજારો લોકો આ બોર્ડ ના લીધે અસામાન્ય ઘટનાઓનો સામનો કરી રહ્યા હતા .

image source

આ લોહિયાળ રમત વિશે તમે શું વિચારો છો, શું તમે ભવિષ્યમાં ક્યારેય આ રમત રમવા માંગો છો ? ખતરનાક હોવા છતાં , આ રમત આજે પણ એટલી જ લોકપ્રિય છે , આ રમત ઘણી ઓનલાઇન સાઇટ્સ પરથી ખરીદી શકાય છે . શું આ રમતની મદદ થી કોઈ આત્માને બોલાવી શકાય છે ? આ પ્રશ્નનો ઉત્તર તો તમને આ રમતને રમ્યા બાદ જ ખબર પડશે આ રમતને લગતી ઘણી વિડિઓઝ તમને યુટ્યુબ પ્લેટફોર્મ પર મળી રહેશે અને તમે આ રમત વિશે વધુ જાણકારી તમે Google મા વાંચી શકો છો .

image source

અમે તમારી પાસેથી એક મહત્વની જાણકારી મેળવવા માંગીએ છીએ , જો તમને જીવન મા ક્યારેય રહસ્યમય અને ખતરનાક રમત રમવાનો મોકો મળે , તો પછી તમે આ રમત કોની સાથે રમવાનું પસંદ કરશો ? જેમની સાથે તમે આ રમત રમવા માંગતા હો તે લોકોના નામ નીચે કમેન્ટ મા મેનશન કરો અને તમને આ ડરામણી રમત વિશે કૈક નવું જાણવા અને શીખવા મળ્યું હોય તો આ લેખને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં.