એક પછી એક લાગેલા ઝાટકાથી દીપિકા પાદુકોણ છે નિઃશબ્દ, જાણો આ બ્લેક તસવીર શું કહી રહી છે

ઇરફાન ખાન અને ઋષિ કપૂરના અવસાનથી આખું ફિલ્મજગત ઊંડા આઘાતમાં છે. હજી પણ બંને મહાન કલાકારોનું અપમૃત્યુ લોકોને ખરાબ સપના જેવું લાગે છે.એવામાં પોતાના બહુ જ નજીકના અભિનેતાઓ ઇરફાનખાન અને ઋષિ કપૂરના અપમૃત્યુના દુઃખમાંથી બહાર નીકળવા અમિતાભ બચ્ચને તો કેબીસીના નવા ભાગનો પ્રોમો લોન્ચ કરી પોતાના મનને હળવું કરવાની કોશિશ કરી છે પણ અભિનેત્રી દીપિકા પાદુકોણ હજી પણ આઘાતમાં જ છે.દીપિકા ગમે તેમ કરીને પોતાનું ધ્યાન ખાવા પીવાની વસ્તુઓમાં દોરવાની કોશિશ કરી રહી છે પણ એમના નજીકના લોકો જણાવે છે કે દીપિકા ખુદને સહજ નથી બનાવી શક્તી.

image source

દીપિકાની ફિલ્મ લવ આજકલમાં દીપિકાની સાથે ઋષિ કપૂર પણ હતાં અને ટૂંક સમયમાં જ દીપિકા એમની સાથે બીજી એક ફિલ્મ શરૂ કરવાની હતી, તો ઈરફાન ખાન સાથે એમને ફિલ્મ પીકુમા ખૂબ જ વખાનવાલાયક કામ કર્યું હતું.ગયા અઠવાડિયા ભારતીય ફિલ્મક્ષેત્રને એક પછી એક એમ બે મોટા ઝટકા લાગ્યા. પહેલા જ્યાં 29 એપ્રિલે ઈરફાન ખાનના અવસાનના સમાચાર આવ્યા તો બીજી બાજુ 30 એપ્રિલે ઋષિ કપૂર પણ દુનિયાને છોડીને ચાલ્યા ગયા.

image source

બંનેના આકસ્મિક અવસાનથી ઇન્ડસ્ટ્રીના લોકો ઊંડા આઘાતમાં છે.બંને જ સાથી કલાકારોના અવસાનના સમાચારથી દીપિકા એટલી હદ સુધી તૂટી ગઈ છે કે એમનાથી સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કઈ લખી પણ ન શકાયું. એમને ઇન્સ્ટાગ્રામમાં પોતાના એકાઉન્ટમાં કાળા રંગના ફોટા મૂકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

Deepika Padukone talks about the ongoing protests: I said what I ...
image source

બંને મહાન કલાકારોના અવસાનથી થયેલા દુઃખને દીપિકા શબ્દોમાં ન વર્ણવી શકી. એમને ઇન્સ્ટાગ્રામ સિવાય બીજા કોઈ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરફાન ખાન અને ઋષિ કપૂરના અવસાન અંગે કોઈ જ પ્રતિક્રિયા ન આપી.દીપિકા એ તો મીડિયા સાથે પણ આ અંગે વાતચીત ન કરવાનું નક્કી કરી લીધું. છેલ્લા અઠવાડિયાથી દીપિકા એ ઋષિ કપૂર અને ઇરફાન ખાનના અવસાન અંગે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી.જ્યારે એમની સાથે સંપર્ક કરી એમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરવામાં આવી તો એમને આ અંગે કઈ જ પ્રતિભાવ આપવાની સ્પષ્ટ ના કહી દીધી.

image source

દીપિકા પાદુકોનની ગણતરી એ કલાકારોમાં થાય છે જે પોતાના મનની વાતો ખુલીને કહી શકે છે.દીપિકા એ પોતાની જિંદગીના દરેક ભાગને ખુલ્લી ચોપડીની જેમ લોકોની સામે મૂકી દીધા છે.. સામાજિક મુદ્દા પર પણ એમને એમનો પક્ષ દ્રઢતાથી બધાંની સામે મુક્યો છે.જોકે એમના સહકલાકાર ઈરફાન ખાન અને ઋષિ કપૂરના અવસાને દીપિકાને નિઃશબ્દ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.