યુવાન ગયો કરિયાણુ લેવા, અને લઇને આવ્યો વહુ, પછી જે થયુ તે ખરેખર છે વાંચવા જેવુ છે

આ સમયે આખો દેશ કોરોના વાયરસ સંક્રમણ સામે લડી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક માં પોતાના દીકરા પર એ સમયે ગુસ્સે થઈ ગઈ જયારે તે પોતાની સાથે દુલ્હન લઈને પહોચી જાય છે. ખરેખરમાં માએ લોકડાઉન દરમિયાન દીકરાને બજારમાં કરીયાણાની દુકાને ગયા હતા. પરંતુ જયારે દીકરો પાછો ફરે છે તો તેની સાથે એક દુલ્હન પણ હતી. જ્યાર પછી દીકરાની માતાનો ગુસ્સો ફાટી જાય છે અને પછી તો આ બાબતે ઝગડાનું રૂપ ધારણ કર્યું અને પોલીસ સુધી વાત પહોચી ગઈ.

image source

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે નીલા રંગની શર્ટ પહેરેલ દીકરો ઉભો છે તેની નજીકમાં જ દુલ્હન ઉભી છે. ત્યાંજ ખુરસી પર એક વૃદ્ધ મહિલા બેઠી છે. જે પેલા છોકરાની માં છે. પોતાના દીકરાના લગ્નથી નારાજ માં કહી રહી છે કે, તેઓ બે મહિનાથી ઘરની બહાર નથી નીકળ્યા.પણ આજે તેમને નીકળવું પડ્યું છે.

Uttar Pradesh: Mother sends son to buy groceries, he returns with ...
image source

તેમજ દીકરાના લગ્નના કોઈ પ્રૂફ પણ નથી, લગ્ન કરાવનાર પંડિતએ કહ્યું છે કે લોકડાઉન ખતમ થયા પછી જ તેઓ તેનું પ્રમાણપત્ર આપશે. દીકરાથી નારાજ માં કહી રહી છે કે, તેઓ વહુને ઘરની અંદર નહી જવા દે. આ સાથે જ કહી રહી છે કે તેમને આ વાતની કોઈ જાણકારી હતી નહી.

image source

દીકરો ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે, કરિયાણું લઈને આવું છું, ભોજન પણ બનાવીશ પરંતુ સાથે દુલ્હન લઈને આવી ગયો. નારાજ માં નું કહેવું છે કે, દીકરાએ લગ્નની વાત પણ જણાવી નહી. હાલમાં વિડીયો જોઇને અંદાજ લગાવી શકાય છે કે, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો છે.

image source

આપને જણાવીએ કે આની પહેલા લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશથી હેરાન કરી દેતો એક મામલો સામે આવ્યો હતો. જેમાં ભાવી પતિને વિડીયો કોલ પર લગ્ન કરવાથી મનાઈ કરી દેવાના લીધે યુવતીના પરિવાર તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. આ મામલો ઘણા સમય સુધી ગરમાઈ રહ્યો. પરંતુ ત્યાર પછી દુલ્હાના માતા પિતા તરફથી દુલ્હનના પરિવારને નુકસાનની ભરપાઈ કરી આપ્યા પછી બંને પરિવારે સમજુતી કરવા માટે મનાવ્યા હતા.