એકતા કપૂરની એક એક ગાડીની કિંમત જાણીને લાગશે નવાઈ…
ટેલીવિઝનની ડ્રામા શોઝની શરુઆત કરનાર એકતા કપૂર હવે ૪૫ વર્ષની થઈ ગઈ છે. એકતા કપૂરનો જન્મ મુંબઈમાં ૭ જુન, ૧૯૭૫ના રોજ થયો છે. હાલમાં એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની માલિક છે. એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવે છે.

એકતા કપૂરએ પોતાના કરિયરની શરુઆત ૧૭ વર્ષની ઉમરમાં કરી દીધી હતી. એકતા કપૂરને ટીવી પર સાસુ- વહુના ટીવી શોઝ દ્વારા સફળતા મળી છે. એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવેલ શોઝ ‘હમ પાંચ’, ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘કસોટી જિંદગી કી’, ‘કહી કિસી રોઝ’ જેવા ટીવી શોઝથી સફળતા મળવાની શરુઆત થઈ હતી.

મીડિયા રીપોર્ટસ અનુસાર, એકતા કપૂર અંદાજીત ૧૦૦ કરોડ રૂપિયા (૧૩ મીલીયન ડોલર) જેટલી સંપત્તિની માલિક છે. હાલમાં એકતા કપૂર પોતાના માતાપિતા સાથે જુહુ વિસ્તારના ‘કૃષ્ણ’ બંગલોમાં રહે છે. તેમ છતાં એકતા કપૂરએ વર્ષ ૨૦૧૨માં એક શાનદાર ઘર ખરીદ્યું છે. આ ઘરની કીમત અંદાજીત ૬.૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

એકતા કપૂર હાલમાં પોતાના માતાપિતા સાથે ‘કૃષ્ણ’ બંગલોમાં રહે છે આ બંગલાનું અન્ય એક નામ છે ‘પ્રેમ મિલન’. ‘કૃષ્ણ’ બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ ગુલમોહર એક્સ રોડ-૫ પર આવેલ છે. એકતા કપૂરના ઘરનું ઇન્ટીરીયર ડીઝાઈન ખુબ જ ખુબસુરત છે.

આ સાથે જ ‘કૃષ્ણ’ બંગલોમાં ગણેશ ભગવાનના એક મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે. જ્યાં ગણેશ ચતુર્થીના તહેવારમાં એકતા કપૂરના ‘કૃષ્ણ’ બંગલોમાં ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસીસ દર્શન કરવા માટે આવે છે. એકતા કપૂરના ‘કૃષ્ણ’ બંગલોની કીમત અંદાજીત ૨૫ કરોડ રૂપિયા કરતા પણ વધારે જણાવવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.