ભેંસે લીધો હાથી સાથે બદલો, જુઓ વિડીઓમાં તમે પણ…

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી આપનો મૂડ હળવો થઈ જાય છે.આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ હાથીની મસ્તીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોને જોઈને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. અને આ વીડિયો જોઈને આ મહાકાય પ્રાણી હાથી તમારું પ્રિય બની જશે એની જરાય નવાઈ નથી. મસ્તી મસ્તીમાં એક હાથીએ ભેંસને લાત મારી દીધી અને એ પછી ભેંસે ગજબની પ્રતિક્રિયા આપી.

image source

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા વાઈલ્ડ લાઈફ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે પણ આવા ઘણા વિડીયો જોયા હશે એમાંય મોટાભાગના તો પ્રાણીઓ વચ્ચે થયેલા યુદ્ધના વિડીયો જ હશે. વાંદરાની મસ્તીના ય ઘણા વિડીયો ખૂબ વાયરલ થયા છે, પણ આ વખતે હાથીએ કરેલી મસ્તીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયો જોઈને તમે પણ હસવા માટે મજબૂર થઈ જશો. આ વીડિયોમાં મસ્તી મસ્તીમાં હાથીએ એક ભેંસને લાત મારી દીધી છે, અને એ પછી ભેંસે જે રિએક્શન આપ્યું એ જોઈને તમે ચોક્કસ પેટ પકડીને હસશો.

image source

તમે વીડિયોમાં જોઈ શકો છો કે હાથી ધીમે ધીમે ભેંસ પાસે આવ્યો અને મસ્તી મસ્તીમાં હાથીએ ભેંસને લાત મારી દીધી. અને પછી જાણે કઈ બન્યું જ ન હોય એમ ચૂપચાપ ત્યાં ઉભો રહી ગયો. આ વાતથી ભેંસને ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સામાં ઉઠી અને હાથીની પાછળ પાછળ દોડવા લાગી. ભેંસ હાથીને એના શીંગડા વડે મારવાના પ્રયત્ન કરી રહી હતી. અને આશ્ચર્યની વાત એ છે કે હાથી પણ ભેંસથી ડરીને ભાગી રહ્યો હતો. આ વિડીયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર સુશાંત નંદા એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કાલે સવારે શેર કર્યો હતો

આ વીડિયો શેર કરતા સુશાંત નંદાએ લખ્યું છે કે “હાથી બહુ જ ચંચળ હોય છે. એ ફક્ત મનોરંજન માટે જ મસ્તીમાં ભેંસને મારે છે અને એ જાણે છે કે ભેંસને આ રીતે ચીડવવાનો શુ મતલબ છે.

જુઓ વિડીયો.

હાથી અને ભેંસની મસ્તીના આ વિડીયોને અત્યાર સુધી 24 હજારથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. એટલું જ નહીં 2 હજારથી વધુ લાઇક્સ પણ મળી છે અને 500થી વધુ લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. લોકોને હાથીની આ મસ્તી ખૂબ પસંદ આવી રહી છે. અને લોકો આ વીડિયો પર જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.