આંખ ભીની કરી નાંખે એવો ઈમોશનલ વીડિયો, આ ડોક્ટરે શહીદની માતાની સારવાર એકદમ મફતમાં કરી

મહારાષ્ટ્રના ઔરંગાબાદના એક યુરોલોજિસ્ટની પ્રશંસા થઈ રહી છે. રાજકારણીઓથી લઈને અનેક મોટી હસ્તીઓ તેમની પ્રશંસા કરી રહી છે. તેમણે એક માતાની સારવાર મફત કરી કે જે માતા દેશ માટે સેવા કરનાર જવાનની માતા છે અને તેમનો દિકરો શહીદ થયો છે. સૈનિકની માતાની આ મફત સારવારના હાલમાં ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સારવાર પૂર્ણ થયા બાદ તેને રજા આપવામાં આવી ત્યારે તેણે ડોક્ટરને ગળે લગાવી અને રડવા લાગી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

image source

વીડિયોમાં જોઇ શકાય છે કે સારવાર કરનાર ડોક્ટર અલ્તાફ શેખ વૃદ્ધ મહિલાને ગળે લગાવીને રડતાં જોવા મળે છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ છે. મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે કહ્યું કે જ્યારે તેમને ડોક્ટર વિશે ખબર પડી ત્યારે તેમણે અલ્તાફને ફોન કર્યો અને તેમની સંવેદનશીલતા બદલ તેમના વખાણ કર્યા હતા.

આઈપીએસ અધિકારીએ વીડિયોને રિટ્વીટ કરીને લખ્યું કે, “શહીદની માતાએ એક પુત્ર ગુમાવ્યો છે, પરંતુ હજુ તેના 135 કરોડ પુત્ર અને પુત્રીઓ છે.” દેશ માટે બલિદાન આપનારા શહીદોના પરિવારની સંભાળ રાખવા આપણે સૌએ આ ડોક્ટર સાહેબ પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

image source

મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના યુરો સર્જન ડો. શેખે પી.ટી.આઇ. સાથે વાત કરતાં કહ્યું કે, શાંતાબાઈ સૂરદ ખૂબ ગરીબ છે અને કિડનીને લગતી બીમારીના કારણે પીડાઈ રહ્યા હતા. તેણે કહ્યું, ‘તેને તેમની જરૂરી સર્જરી માટે પૈસાની જરૂર હતી. તેમના એક પુત્રનું હૃદયરોગના હુમલોથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજા એકનું મોત સાત વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયું હતું. મેં તેની સારવાર મફતમાં કરાવી શકાય તો હું હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. શહીદ પુત્રની પેન્શન તેમની વિધવા પત્નીને જાય છે અને શાંતાબાઈને આવકનો કોઈ સ્રોત નથી.”

image source

હવે આ વીડિયો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. આમ તો આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ ઈમોશનલ સીન જોઈને લોકો ડોક્ટરના વખાણ કરતાં થાકતા નથી. લાખો લોકોએ આ વીડિયો જોઈ નાંખ્યો અને પ્રતિક્રિયા પણ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.