જાણી લો બોલિવૂડની આ 10 ફિલ્મો વિશે, જે બની એન્કાઉન્ટર પર, જેમાં 2 નંબરની ફિલ્મ તો…

એન્કાઉન્ટર પર બનેલી બોલીવૂડની 10 અફલાતૂન ફિલ્મો – શું તમે આ ફિલ્મો જોઈ છે !

વિકાસ દૂબે એકાઉન્ટર બાદ અચાનક સોશલ મિડિયા પર ઘણી બધી બોલીવૂડ ફિલ્મોના એન્કાઉન્ટર સીન વયારલ થઈ રહ્યા છે. અને તેને લઈને ટ્વીટર તેમજ અન્ય સોશિયલ મિડિયા એપ્લીકેશન્સ પર વિવિધ મિમ્સ પણ બનવા શરૂ થઈ ગયા છે. ઘણા લોકોએ અજય દેવગન અને તુષાર કપૂર પર ફિલ્માવવામાં આવેલી ખાખી ફિલ્મનો એક સીન શેર કરવાનો શરૂ કર્યો છે. પણ આજે અમે તમને મીમ્સ વિષે નહીં પણ એન્કાઉન્ટર પર આધારિત બોલીવૂડની કેટલીક સુંદર ફિલ્મો વિષે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો તમે પણ નવરાશના સમયમાં આ ફિલ્મો જોઈ લો.

image source

અબ તક છપ્પનઃ નાના પાટેકર અભિનિત આ ફિલ્મ તમને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી છે. નાના પાટેકરની આ ફિલ્મમાં એન્કાઉન્ટરની મુખ્ય વાર્તા છે. ફિલ્મમમાં પોલીસ અધિકારી બનેલા નાના પાટેકર એકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ હોય છે. તેઓ 56 અપરાધીઓનું એન્કાઉન્ટર કરી ચુક્યા છે. તેમની સાથે તેમના ટીમના બીજા અધિકારીઓ પણ એન્કાઉન્ટર કરે છે. ત્યારે તેના એક સાથી અધિકારીને પણ પોતાના ઉપરી કરતાં મોટો રેકોર્ડ બનાવવાની લાલસા જાગે છે અને પછી બન્ને વચ્ચે ઘર્ષણ ઉભું થાય છે.

image source

સહરઃ અરશદ વારસીની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ ગાઝિયાબાદ અને ઉત્તર પ્રદેશના માફિયાઓ વચ્ચેના એન્કાઉન્ટરની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં અરશદ વારસીએ એક કડક પોલીસવાળાની ભુમિકા ભજવી છે.

image source

વાસ્તવઃ વાસ્તવ ફિલ્મ સંજય દત્તની કારકીર્દીની મહત્ત્વની ફિલ્મ છે. આ ફિલ્મમાં સંજય દત્તે મુખ્ય ભુમિકા ભજવી છે તેમાં તે ફિલ્મનો હીરો પણ છે અને માફિયા પણ છે. પહેલાં તે સામાન્ય માણસ જ બતાવવામાં આવ્યો હતો, પણ ધીમે ધીમે તે કેવા સંજોગોને વશ થઈને અપરાધના કબણમાં ધકેલાય છે તે બતાવવામા આવ્યું છે છેવટે પોલીસ તેનું એન્કાઉન્ટર કરી દે છે.

image source

શૂટ આઉટ એટ લોખંડવાલાઃ મુંબઈમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં થયેલા શૂટઆઉટની સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ મલ્ટીસ્ટારર છે. જેમાં માફિયાઓને પોલીસ ઘેરી લે છે અને તેમને ગોળીએ વિંધી નાખે છે. તેમાં પોલીસ અને માફિયા વચ્ચે ખૂબ ઘર્ષણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા, વિવેક ઓબેરોય, તુષાર કપૂર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરબાઝ ખાન અને અમિતાભ બચ્ચ્ન છે. શૂટ આઉટ બાદની તપાસ પણ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

image source

શૂટ આઉટ એટ વડાલાઃ આ પણ એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ છે. તેમાં એક વ્યક્તિ ઘણા બધા પડકારોનો સામનો કરે છે અને તેમાં જ તે ગૂનેગાર પણ બની જાય છે અને પોલીસ તેને ઘેરીને તેનું એન્કાઉન્ટર કરે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સોનૂ સૂદ, જોન અબ્રાહમ, અનિલ કપૂર અને મનોજ બાજપેયીએ નિભાવી છે.

image source

મુલ્કઃ એક એન્કાઉન્ટરથી કેવી રીતે આખા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે, આ ફિલ્મમાં તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં આતંકવાદીઓનો સાથ આપનારા એક વ્યક્તિનું પોલીસ એનકાઉન્ટર કરી દે છે. ત્યાર બાદ તેના પરિવારના લોકો સાથે થતા ભેદભાવ અને અત્યાચારને આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા ઋષિકપૂર અને તાપસી પન્નુએ નિભાવી છે.

image source

શાગિર્દઃ નાના પાટેકરની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની મુખ્ય વાર્તા પણ એનકાઉન્ટરની આસપાસ જ ફરે છે. આ ફિલ્મમાં પણ નાના પાટેકર પોલીસ અધિકારીની ભૂમિકામાં હોય છે અને ગુનાનો ખાતમો કરવા માટે તે ગુંડા મવાલીઓને ગોળીએ વિંધિ નાખે છે.

image source

એન્કાઉન્ટરઃ ધ કિલિંગઃ નસીરુદ્ધીન શાહની મુખ્ય ભુમિકાવાળા આ ફિલ્મમાં એ દર્શાવવામા આવ્યું છે કે કેવી રીતે માતા-પિતા તરફથી વધારે ધ્યાન નહીં આપવાથી બાળક અપરાધની દુનિયામાં ગરકાવ થઈ જાય છે અને ત્યાર બાદ પોલીસના હાથે ચડી જાય છે.

image source

મેરઠિયા ગેંગ્સ્ટરઃ ગેંગ્સ ઓફ વાસેપુર 2માં ડેફનિટના પાત્રમાં પોતાની એક્ટિંગનો જાદૂ બતાવનાર જીશાન કાદરીએ આ ફિલ્મમાં પોતાનું લેખન અને ડીરેક્શન આપ્યું છે. નાના શહેરના બાળકો કેવી રીતે પૈસા કમાવાના ચક્કરમાં ગૂનાની દુનિયામાં ફસાઈ જાય છે અને પછીથી પેલીસનો શિકાર બને છે.

image source

બાટલા હાઉસઃ આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભુમિકામાં છે તેની સાથે રવિકિશને પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મની વાર્તા દિલ્લીના જાણીતા બાટલા હાઉસ એકાઉન્ટર પર આધારિત છે. તેમાં થયેલા પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર ખૂબ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા અને તેની લાંબા સમય સુધી તપાસ પણ ચાલી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span