દરેક પુરુષમિત્રો જો તમને આવી આદત હોય તો બદલી કાઢો, નહિ તો થશે પરેશાની…
પુરુષોમાંની આ બાબતો સ્ત્રીઓને પસંદ નથી
આજના આ લેખમાં અમે તમને એ બાબતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રીઓ પુરુષોમાં જરા પણ પસંદ કરતી નથી.

પ્લાન બદલતા રહેવું
સ્ત્રીઓને પુરુષોની તે વાત જરા પણ નથી ગમતી કે તેઓ વારંવાર તેમના આયોજનો બદલા રહે છે. દા.ત. તેમનો મળવાનો સમય, તેમની સાથે બહાર ફરવા જવાનો સમય, તેમની સાથે ભોજન લેવાનો સમય. એક જેન્ટલમેન આવું ક્યારેય નથી કરતો તે હંમેશા પોતાના આયોજનોને વળગેલો રહે છે.
ખરાબ આદત/અશિષ્ટતા
તમારી અશિષ્ટતા સ્ત્રીને તમારાથી જોજનો દૂર રાખશે. જો તમે સતત વાતોમાં દખલગીરી કરતા હોવ, તમે બેફામ બોલતા હોવ, તેને પીરસતા પહેલાં પોતાની જાતને પીરસતા હોવ તો તમારે તમારી આદતો બદલવી જોઈએ. કોઈ આદર્શ પુરુષ આવી આદતો ધરાવતો નથી.

વધારે પડતો સ્નેહ બતાવવો
સામાન્ય રીતે સ્ત્રી નથી ઇચ્છતી કે તમે તેને એકધારા પંપાળે રાખો એક ધારા તેના પર ધ્યાન આપે રાખો કે પછી તેણીને તમે હંમેશા તેના હુલામણા નામથી બોલાવો. તમારી માતા કે તમારી બહેનને કદાચ તે ગમતું હશે પણ તમારી ગર્લફ્રેન્ડને તે નહીં ગમે.
ઓછો સ્નેહ દર્શાવવો
ક્યારેક એક જેન્ટલમેન તરીકે તમારા માટે એક સ્ત્રીનું મન જીતવું અઘરું પડે છે, પણ આપણે બધા એ જાણીએ છીએ કે જો તમે તેના પર ધ્યાન આપશો , તેની કેર કરશો તો તમે ચોક્કસ તેનું મન જીતી શકશો. તે માટે તમારે તમારા વ્યવહારમાં સંતુલન જાળવવાનું છે.

અનિશ્ચિતતા
દરેક સ્ત્રીને તેવો પુરુષ ગમે છે જે પોતાના નિર્ણયો પર મક્કમ રહે. તેઓ ઇચ્છે છે કે તમે અનિશ્ચિત ન રહો. તેને હંમેશા અનિશ્ચિતતાનો ભય રહે છે.
મમા બોય ન બનો
તમે તમારી મમ્મીના જ દીકરા રહેવાના તેમાં કોઈ જ શંકા નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પણ જ્યારે તમે કોઈ સંબંધમાં બંધાવો છો ત્યારે તમારા જીવનામાં આવનાર સ્ત્રીને પણ
તમારે એક ખાસ જગ્યા આપવાની છે. તે પણ હવે તે બધા કામ કરવાની જે તમારી માતા તમારા માટે કરતી હતી. માટે હંમેશા માતાને યાદ ન કરે રાખો. તમારી પત્નીને પણ સ્પેસ આપો.

તેના વતિ નિર્ણયો ન લો
તમારી પત્ની કે ગર્લ્ફ્રેન્ડને પણ આંખો છે, કાન છે, જીભ છે, મગજ છે, બરાબર ? માટે તેનો નિર્ણય તેને જાતે જ લેવા દો દા.ત. તમે કોઈ રેસ્ટોરન્ટમા જાઓ તો તેને તેના ફુડનો ઓર્ડર આપવા દો. જો તમે તેમ નહીં કરો તેને એવું લાગશે કે તમે જ નક્કી કરશો કે તેણે શું ખાવું, શું કરવું, શું ન કરવું. વિગેરે વિગેરે. માટે તેમ ન કરો, તેને સ્વતંત્ર રહેવા દો.
ભૂલવાની આદત
ભૂલવાની આદત કહો કે માત્ર મતલબનું સાંભળવાની આદત કહો પુરુષોને આ આદત હોય જ છે. જો કે એક જેન્ટલમેન માટે આ આદત યોગ્ય નથી. માટે તેણી માટે જે બાબતો મહત્ત્વની હોય તેને યાદ રાખો ભુલી ન જાઓ તેની વાતો પણ ધ્યાનથી સાંભળો.

સાજશણગાર
તેણી કરતાં વધારે સમય બાથરૂમમાં પસાર કરવો એ થોડું વધારે પડતું કહેવાય. હા, તમારા કપડા ચોક્કસ સરસમજાના તમને સાજે તેવા હોવા જોઈએ પણ માત્ર તમારા જ સાજસણગાર પર ધ્યાન ન આપો માત્ર પોતાની જાતને જ વિશિષ્ટ દર્શાવવાનો પ્રયાસ ન કરો.
તમને આ પણ જાણવું ગમશે.
વાંચો કેવા પ્રકારના છોકરાઓ સાથે તમારે ભૂલથી પણ પ્રેમમાં ના પડવુ જોઇએ…
પેટ્રોલપંપ પર કામ કરતા પિતાનો પુત્ર બન્યો પેટ્રોલિયમ કંપનીનો અધિકારી, જાણો કેટલુ મળ્યુ સેલેરી પેકેજ
આ જોબ કરનારી મહિલાઓના ડિવોર્સ સૌથી વધુ થાય છે, શું ખરેખર આવું હોઈ શકે?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.