દરેક યુવક યુવતી જે લગ્નના નામથી દુર ભાગે છે એ ખાસ વાંચે આ માહિતી…

યુવક અને યુવતી મળે છે, પ્રેમ થઈ જાય છે, પછી એવું લાગે છે કે, હંમેશા હંમેશા સાથે રહેવાના છે. ત્યારે પ્રેમમાં એક ટ્વિસ્ટ આવે છે અને બાદમાં તમને એવું અનુભવવા લાગે છે કે, તમે સોશિયલ કમિટમેન્ટ માટે તૈયાર નથી. શું થાય છે, જ્યારે આ સ્ટીરિયોટાઈપ સિચ્યુએશન એકદમ સામે આવી જાય. તમારો પાર્ટનર તો લગ્ન કરવા માગે છે, પરંતુ તમે નહિ. તમને આ વાતથી એક ડર લાગવા લાગે છે. તો કેવી રીતે દૂર કરશો આ ડર. જાણો તેની ટિપ્સ

image source

સંબંધમાં બંધાવાનો ડર

આજની યુવતીઓને હંમેશા એવું લાગે છે કે, તે લગ્ન બાદ એટલી આઝાદ નહિ રહી શકે, જેટલી પહેલા રહેતી હતી. જોકે, તેનાથી ઉલટુ જ થાય છે. જવાબદારી ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાથી કામ પણ વહેંચાઈ જાય છે, અને તમે ઈચ્છો ત્યારે સમય વિતાવી શકો છો. જો તમે બંને સાથે સમય વિતાવવા માગો છો, તો તે અલગ વાત છે.

image source

કેવો હશે અજાણ્યો વ્યક્તિ

લગ્ન બાદ ભલે પાર્ટનર ઘરથી દૂર બીજા શહેરમાં નોકરી કરે, પરંતુ યુવતીઓ પાસેથી હંમેશા એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે, તેઓ સમય-સમય પર સાસરી આવતી રહે. અજાણ્યા લોકો કેવા હશે અને લવ મેરેજને કારણે કેવો વ્યવહાર કરશે, તે ડર હંમેશા તેને સતાવે છે. આ વાતને પાર્ટનર સાથે ડિસ્કસ કરી શકાય છે. કેમ કે, ન માત્ર તમે પરંતુ તે પોતે પણ તેના ઘરના લોકો સાથે જોડાનારો હોઈ શકે.

image source

ફાઈનાન્શિયલ મુદ્દા

આ બાબતો પર પહેલેથી જ ચર્ચા થવી જોઈએ. જેથી બાદમાં કોઈ તકલીફ ન રહે. હંમેશા સંકોચને કારણે બે લોકો આપસમાં આ વાત કરી શક્તા નથી, અને બાદમાં સંબંધમાં તકલીફ પડે છે. જો તમે બંને ઓછા રૂપિયા કમાવો છો, તો પહેલેથી ડિસ્કસ કરી લો કે, કોણ કેટલો ખર્ચ કરશે. તમે કોમન એકાઉન્ટ પણ ખોલી શકો છો.

image source

ફેમિલીમાં નવા સદસ્યનું આવવું

તમામ પ્રકારના સંકોચને છોડીને આ વિશે ખુલ્લા દિલથી ચર્ચા કરો. અર્બન યુથ પણ ક્યારેક આ બાબતે મજાક કરી લે છે અને બાદમાં અનગમતી પ્રેગનેન્સની પગલે સ્વાસ્થ્યને પણ નુકશાન થાય છે તેવું લોકો વિચારે છે. કરિયર પર ધ્યાન આપવું છે તો પ્લાન કરો કે, કેટલા સમય બાદ બેબી વિશે વિચારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.