ચરબી ઘટાડવા અને રાત્રે સારી ઊંઘ જોઈતી હોય તો સવારે કરો નિયમિત વ્યાયામ

સવારઃ વહેલા ઉઠવાનું પસંદ ન હોય તો જબરદસ્તી ન કરો

image source

સવાલ થાય છે કે, એક્સર્સાઈઝનો યોગ્ય સમય શું છે? વિજ્ઞાન તેના વિશે શું કહે છે તે જાણો. સવારના સમયે ખાલી પેટે વર્કઆઉટ કરીને ચરબી ઘટાડવાનો યોગ્ય સમય છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના ચેપલ હિલના એક્સર્સાઈઝ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એન્થની હેકનના જણાવ્યા પ્રમાણે, આવું એટલા માટે હોય છે કેમ કે, સવારે શરીરમાં કોર્ટિસોલ અને ગ્રોર્થ હોર્મોનનું સ્તર વધારે હોય છે, જે મેટાબોલિઝમમાં સામેલ હોય છે અને બાકીની ચરબીમાંથી એનર્જી લે છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સવારે એક્સર્સાઈઝ કરવાથી આખો દિવસ ભૂખ ઓછી લાગે છે. જર્નલ અને ફિઝિયોલોજીમાં તાજેતરમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે,સવારે સાત વાગ્યાથી એક્સર્સાઈઝ કરવાથી તમારી બોડી ક્લોક જલ્દી શરૂ થાય છે. એટલે કે તમે સવારે જલ્દી અલર્ટ થઈ જાવ છો, સાંજે જલ્દી થાકી જાવ છો અને આ રીતે તમે જલ્દી સૂઈ જાવ છો જેનાથી શરીરને પૂરતો આરામ મળે છે. સવારનો પરસેવો માનસિક સ્વાસ્થ્ય અને દિવસભરની એનર્જી માટે પણ સારો છે. હેકનના જણાવ્યા પ્રમાણે, જો તમને સવારે જલ્દી ઉઠવાનું પસંદ નથી, તો જબરદસ્તી ન કરો. કેમ કે, આવી સ્થિતિમાં તમે પૂરી તાકાતની સાથે વર્કઆઉટ નહીં કરી શકો, જેનાથી તમને વર્કઆઉટનો કોઈ ફાયદો પણ નહીં થાય.

image source

બપોરઃ પરફોર્મન્સ વધારવા માટે યોગ્ય સમય

બપોરે વર્કઆઉટ તમારું પરફોર્મન્સ સુધારી શકે છે કેમ કે, ત્યાં સુધી તમે એક કે બે વાર કંઈક ખાધું હોય છે.

image source

હેકનના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે ખાવ છો તો બ્લડ સુગર લેવલ વધી જાય છે. તે વધારે ઈન્ટેસિટીવાળી એક્સર્સાઈઝ માટે સારું હોય છે. બપોરના સમયમાં થોડીક વાર સુધી ચાલવાથી પણ ફાયદો થાય છે. હેકનના જણાવ્યા પ્રમાણે, બપોરના સમયમાં વર્કઆઉટ કરવાનું ખરાબ નથી, ખાસ કરીને જો તમે લાંબા સમય સુધી અથવા સખત વર્કઆઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો બીજી તરફ 2018ના એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સવાર અને રાતની સરખાણીએ બપોરે શરીર કુદરતી રીતે 10 ટકા વધુ કેલરી બર્ન કરે છે.

image source

રાતઃ આ સમયે વર્કટાઉટના ફાયદા અલગ છે

કેટલાક રિસર્ચ એવું પણ સૂચવે છે કે, રાત્રે કરવામાં આવેલ વર્કઆઉટ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. એક્સપેરિમેન્ટલ ફિઝિયોલોજી જનરલમાં પ્રકાશિત નવા પેપરના અનુસાર, નાઈટ વર્કઆઉટ ઊંઘને ખલેલ પહોંચાડતી નથી અને ભૂખ વધારનાર હોર્મોન ઘ્રેલિનનું સ્તર પણ ઘટાડે છે. એવું માનવામાં આવે છે કે, સાંજના સમયે કરવામાં આવેલી એક્સર્સાઈઝ એટલી તાજગી લાવે છે કે પછી સૂવું મુશ્કેલ થઈ જાય છે. હેકનના જણાવ્યા પ્રમાણે, એવું જોવા મળ્યું છે કે જો તમે એક્સર્સાઈઝ કર્યા બાદ સ્નાન કરીને, તરત ઊંઘતા નથી, તો ઊંઘની પેટર્ન પર અસર નહીં થાય. પરંતુ રાતના સમયે યોગ જેવી પ્રવૃતિઓ કરવાથી સારી ઊંઘ આવે છે. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. હેકનના જણાવ્યા પ્રમાણે, વર્કઆઉટનો શ્રેષ્ઠ સમય પસંદ કરશો તો જીત સવારની થશે. તમે કોઈપણ સમયે વર્કઆઉટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.