એક્ઝિટ પોલમાં ભાજપની દિવાળી સુધરતી જોવા મળી, ગુજરાતની 8 બેઠકોમાં કોંગ્રેસ એકમાં જ ફાવી શકે

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે ગત 3 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ થયું હતું ત્યારથી જ લોકોમાં એક ઉત્સાહ હતો કે કોણ જીતશે અને કોણ હારશે.

image source

શું ભાજપનુ પલડું ભારે રહેશે કે પછી કોંગ્રેસ ફાવી જશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂટણી પર હાલમાં આખા રાજ્યા રાજનેતાઓની નજર છે અને તેનું આખરી પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

ભાજપના ફાળે 6થી7 બેઠકો જવાની શક્યતા

image source

પરંતુ આવા ધડબડાટીના માહોલમાં એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીની દિવાળી સુધરતી જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસના હાથે માત્ર એક સીટ આવવાનું અનુમાન છે. એક્ઝિટ પોલના તારણ પ્રમાણે વિધાનસભાની આઠ બેઠકોમાંથી ભાજપના ફાળે 6થી7 બેઠકો જવાની શક્યતા છે, જ્યારે કોંગ્રસને 0થી 1 બેઠક મળશે તેવું અનુમાન એક્ઝિટ પોલમાં લગાવવામાં આવ્યું છે.

image source

એ જ પ્રમાણે જો 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્યારે અબડાસા, મોરબી, લીંબડી, ધારી, ગઢડા, કરજણ, કપરાડા અને ડાંગ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

કોંગ્રેસને 40 ટકા મત મળ્યા

image source

આ આઠેય બેઠકો પર કોંગ્રેસને સરેરાશ 49.3 ટકા મત મળ્યા હતા, જ્યારે ભાજપને આ આઠેય બેઠકો પર સરેરાશ 44.4 ટકા મત મળ્યા હતા. આ તમામ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં એક્ઝિટ પોલના તારણ પ્રમાણે ભાજપને 49 ટકા જ્યારે કોંગ્રેસને 40 ટકા મત મળ્યા છે.

કોંગ્રેસને મળેલા મતોમાં 9 ટકાનો ઘટાડો

image source

2017ની સરખામણીએ પેટાચૂંટણીમાં આ આઠેય બેઠકો પર ભાજપને મળેલા મતોમાં 5 ટકાનો વધારો જ્યારે કોંગ્રેસને મળેલા મતોમાં 9 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે 3 તારીખે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ થયું હતું. આ મતદાન સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પુરું થઈ ગયું હતું.

image source

તમામ 8 બેઠક પર કુલ સરેરાશ 58 મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 74.71 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું.

આ ઉમેદવારો વચ્ચે હતી કાંટાની ટક્કર

બેઠક – ભાજપના ઉમેદવાર – કોંગ્રેસના ઉમેદવાર

ધારી – જે.વી. કાકડિયા – સુરેશ કોટડિયા

મોરબી – બ્રિજેશ મેરજા – જયંતિ જયરાજ

image source

ગઢડા – આત્મારામ પરમાર – મોહન સોલંકી

કરજણ – અક્ષય પટેલ – કિરીટસિંહ જાડેજા

અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા – શાંતિલાલ સેંઘાણી

ડાંગ – વિજય પટેલ – સૂર્યકાંત ગાવિત

કપરાડા – જીતુ ચૌધરી – બાબુ વરઠા

લીંબડી – કિરીટસિંહ રાણા – ચેતન ખાચર