જાણો દુનિયાના સૌથી મોંઘા પદાર્થ એન્ટીમેટર વિશે, જેની એક ગ્રામની કિંમત છે એટલી બધી કે…

સામાન્ય રીતે આપણે સોના અને ચાંદી જેવી ધાતુઓને વિશ્વની સૌથી મોંઘી ધાતુઓ તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમને એ ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ કયો છે ? વળી આ પદાર્થની કિંમત એટલી બધી છે તેને જાણીને તમે હેરાન રહી જશો. કારણ કે તેની માત્ર એક ગ્રામની કિંમત 7553 અબજ રૂપિયા છે.

image source

આ પદાર્થનું નામ છે એંટીમેટર (પ્રતિદ્રવ્ય) કદાચ તમે પહેલા આ નામ સાંભળ્યું પણ નહિ હોય પરંતુ વિજ્ઞાનની દુનિયામાં તેને એક રહસ્યમયી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ એંટીમેટર એક પદાર્થ જેવો જ છે પરંતુ પદાર્થથી બિલકુલ વિપરીત છે. ખાસ કરીને એંટીમેટરના ઉપ-પરમાણુ કણોમાં સામાન્ય પદાર્થથી વિરુદ્ધ તેના કણોના વિદ્યુત આવેશ ઉલ્ટા હોય છે. બિગ બેંગ પછી એંટીમેટર પદાર્થ સાથે જ બન્યા હતા પરંતુ એંટીમેટર આજના બ્રહ્માંડમાં દુર્લભ છે અને તે હજુ સુધી રહસ્ય જ બનેલું છે.

તમને થશે કે એંટીમેટર એક કાલ્પનિક પદાર્થ છે તેથી તે કઈ રીતે મળી શકે ? પરંતુ અસલમાં આ કાલ્પનિક નહિ પણ અસલી પદાર્થ છે. એંટીમેટરની શોધ 20મી સદીના પૂર્વાધમાં થઇ હતી તેના વિષે સૌપ્રથમ વર્ષ 1928 માં વૈજ્ઞાનિક પોલ ડિરાકે વિશ્વને માહિતી આપી. નોંધનીય છે કે પોલ ડિરાકને ન્યુ સાયન્ટિસ્ટ પત્રિકાએ સર આઇઝેક ન્યુટન બાદ સાથી મોટા સિદ્ધાંતકાર તરીકે બહુમાન આપ્યું હતું.

image source

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ માટે જવાબદાર બિગ બેંગની ઘટના બાદ તરત દરેક જગ્યાએ એંટીમેટર ફેલાઈ ગયો હતો. આથી જયારે બન્ને એકબીજાના સંપર્કમાં આવવાથી ભારે માત્રામાં ઉર્જા ગામા કિરણો પેદા થયા. એવું મનાય છે કે આ ઘર્ષણને કારણે મોટાભાગના પદાર્થો નષ્ટ થઇ ગયા અને જે નજીકના બ્રહ્માંડમાં હતા એ થોડા પદાર્થો બચી ગયા. વૈજ્ઞાનિકોનું માનવું છે એક બ્રહ્માંડમાં દૂર – દૂર એંટીમેટર મળવાની સંભાવના છે.

વળી, વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે કે બ્લેક હોલ દ્વારા તારાઓને બે ભાગમાં કાપવાની ઘટનામાં એંટીમેટર પેદા થાય છે. જો કે વૈજ્ઞાનિકો પૃથ્વી પર પણ લાર્જ હાઈડ્રોન કોલાઈડર (વિશ્વનું સૌથી વિશાળ અને શક્તિશાળી કોલાઈડર પ્રવેગક) જેવા ઉચ્ચ ઉર્જા કણ પ્રવેગકો દ્વારા એંટી પાર્ટિકલ પેદા કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

image source

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નજીવી માત્રામાં એંટીમેટરનું નિર્માણ પણ કર્યું છે. પ્રસિદ્ધ અવકાશી સંશોધન સંસ્થા નાસા ના કહેવા મુજબ એંટીમેટર પૃથ્વી પરનું સૌથી મોંઘુ મટીરીયલ (પદાર્થ) છે. અને તેની માત્ર એક ગ્રામ જેટલી માત્રા બનાવવામાં પણ 100 બિલિયન ડોલર એટલે કે લગભગ 7553 રૂપિયાનો ખર્ચ થાય છે.

વળી, વૈજ્ઞાનિકો આ એંટીમેટરને ખતરનાક પદાર્થ પણ માને છે કારણ કે 500 ગ્રામ જેટલા એંટીમેટરની શક્તિ દુનિયાના સૌથી શક્તિશાળી હાઇડ્રોજન બોમ્બથી પણ વધુ હોય છે જે કોઈપણ શહેરને પળવારમાં બરબાદ કરવા પૂરતું છે. જો કે આટલી માત્રામાં એંટીમેટર બનાવવું હાલના સમયમાં અસંભવ જ છે.

image source

એંટીમેટરનો ઉપયોગ અંતરિક્ષમાં બીજા ગ્રહો પર જવા માટેના યાન કે વિમાનોમાં ઇંધણ તરીકે કરી શકાય છે. પરંતુ એ એટલું મોંઘુ છે કે તેના વિષે વિચારવું પણ નકામું છે હા, કદાચ ભવિષ્યમાં તે સંભવ થઇ શકે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.