દગાખોર પત્ની, પતિ રિક્ષા લઈને કામ પર જાય પછી કરતી ન કરવાનું કામ, પતિને જાણ થઈ છતાં ન સુધરી અને પછી….

સભ્ય સમાજમાં હવે સંબંધોનું જાણે કોઈ જ મહત્વ ન રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રોજ કોઈને કોઈ લાંછલ રૂપ કિસ્સાઓ સામે આવતા રહે છે. અનૈતિક સંબંધના દુષણથી અનેક જીંદગી હોમાઈ છે. પતિ પત્નીને છોડી ઘર બહાર લફરુ રાખે છે તો પત્ની ઘર બહારથી કોઈ સાથે અંદર લફરુ રાખે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે કે, અનૈતિક સંબંધે ફરી બે પરિવારને વિખેરી દીધા. પતિના અન્ય સ્ત્રી સાથેને પ્રેમ સંબંધથી પત્નીએ આત્મહત્યા કરી. તો બીજા કિસ્સામાં પત્નીના અનૈતિક સંબંધે પતિનો ભોગ લીધો. સમાજમા હવે આવા પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાવતા આ કેસમાં વાસણા પોલીસે પતિ અને સરખેજ પોલીસે પત્નીની ધરપકડ કરી છે.

વધુ એક કિસ્સો સરખેજ વિસ્તારમા સામે આવ્યો

image source

સમાજમાં અનૈતિક સંબંધ હવે સ્ટેટસ બની ગયું હોય તેમ ફેલાઈ રહ્યુ છે. તાજેતરમા કાગડાપીઠમાં પત્નીના પ્રેમસંબંધની જાણ થતા પતિએ આપઘાત કર્યો હતો. તેવો જ વધુ એક કિસ્સો સરખેજ વિસ્તારમા સામે આવ્યો છે. જેમાં પતિએ અંતિમ ચીઠ્ઠીમાં પત્ની અને તેના પ્રેમીનો ભાંડો ફોડીને આપઘાત કરી લીધો. સમગ્ર ઘટના કંઈક એવી છે કે સરખેજમાં રહેતા લીયાકતશા ફકીરની પત્ની તસ્લીમબાનુના પાડોશી સલીમ ઉર્ફે કાલુ સાથે અનૈતિક સંબંધ હતા. પાંચ મહિનાથી બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ પતિ લિયાકતશાને થઈ અને બન્ને વચ્ચે ઝઘડો થયો અને સમાધાન પણ થઇ ગયું.

પતિ રિક્ષા લઈને બહાર નીકળે તો પત્ની પ્રેમીને મળવા જતી

image source

પરંતુ પત્ની તસ્લીમબાનુએ આટલું થયા પછી પણ પોતાના પ્રેમીને મળવાનુ છોડ્યુ નહિ. જયારે પતિ લોડીંગ રિક્ષા લઈને ઘરની બહાર નીકળે તો પત્ની પ્રેમીને મળતા જતી રહેતી હતી. જેની જાણ લીયાકતશાને થતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત કરનાર પતિએ સ્યુસાઈડ નોટમાં પત્ની અને પ્રેમીના અનૈતિક સંબંધની પોલ ખોલી દીધી.

image source

પોલીસે આપઘાતને લઈને પત્ની અને પ્રેમી વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પત્નીની ધરપકડ કરી. સરખેજમાં પત્નીના અનૈતિક સંબંધે પતિનો ભોગ લીધો. તો વાસણામા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધના કારણે 20 વર્ષના દામ્પત્યજીવનો અંત આવ્યો અને પત્નીએ આપઘાત કરી લીધો.

image source

પુનમ નામની બે સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતા

ત્યાં કંઈક એવી રીતે ઘટના બની કે એડવોકેટ પ્રકાશ ચંદ્ર જોષી છે. પરંતુ બે સ્ત્રી સાથેના અનૈતિક સંબંધથી તેઓ પોતાના લગ્નજીવનનો કેસ હારી ગયા. પ્રકાશચંદ્રના ચંદા રાજપુત અને પુનમ નામની બે સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતા. જેની જાણ તેમની પત્ની મમતા જોષીને થતા બન્ને વચ્ચે તકરાર શરૂ થઈ. અંતે પત્નીએ અગ્નિસ્નાન કરીને પોતાના જીવનનો અંત લાવ્યો.

image source

પત્નીને બચાવવા જતા પ્રકાશચંદ્રના હાથ પણ દાઝી ગયા હતા. વાસણા પોલીસે આત્મહત્યાને લઈને પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. કાગડાપીઠ, સરખેજ અને વાસણામા અનૈતિક સંબંધથી પતિ-પત્નીના દામ્પત્યજીવનનો કરૂણ અંજામ આવ્યો.

સજા તો નિર્દોષ સંતાનોને મળી

image source

આ ઘટના પછી એક મોટી નિષ્ઠુરતાં એ છે કે, સજા તો નિર્દોષ સંતાનોને મળી. એક પિતાનો આશરો ગુમાવ્યો તો બીજે માતાની મમતા છીનવાઈ. આ બન્ને કરૂણ કિસ્સામાં સરખેજ પોલીસે પત્નીની ધરપકડ કરી તો વાસણા પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ બંન્ને ઘટના પછી આખા અમદાવાદમાં આ કેસને લઈ સનસનાટી મચી જવા પામી હતી અને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.