જલદી જાણી લો આ ગજબ અને દુર્લભ રોગ વિશે, જેમાં આંખો થઈ જાય છે ચમકતા બ્લુ રંગની અને…

બ્લુ આંખોનો ઉલ્લેખ હંમેશા અનોખી સુંદરતાને વર્ણવવા માટે થતો હોય છે. પરંતુ ઇન્ડોનેશિયા જેવા દેશમાં બ્લુ રંગની આંખો ધરાવતા માણસ જોવા મળવા એ નવીન બાબત છે કારણ કે આ દેશની મોટાભાગની વસ્તીના લોકો કાળી આંખો અને કાળા વાળ ધરાવે છે. જો કે ઇન્ડોનેશિયાના એક સ્થાનિક જાતિના લોકો પૈકી અમુક લોકોની આંખો ચમકતા બ્લુ રંગની છે. જો કે આ બ્લુ રંગની આંખો જે તે વ્યક્તિની સુંદરતા વધારવા કરતા તેને દુઃખ વધારે આપે છે કારણ કે તેની આંખો એક દુર્લભ કહી શકાય તેવા રોગને કારણે બ્લુ થઈ છે.

image source

વોર્ડનબર્ગ સિન્ડ્રોમ એક એવો રોગ છે જેના કારણે માણસની શ્રવણ શક્તિ ઓછી થઈ જાય છે. અને વિશિષ્ટ શારીરિક અંગોના રંગમાં પણ ઓછપ આવી જાય છે. જો કે આ રોગ બહુ જ દુર્લભ છે. એવું મનાય છે કે આ રો લગભગ 42000 લોકો પૈકી એક વ્યક્તિને થાય છે. આ રોગ જીન્સમાં બદલાવને કારણે થાય છે જે ભ્રુણના વિકાસમાં તાંત્રિક શિખા કોશિકાઓના સંચાલનને પ્રભાવિત કરે છે. વોર્ડનબર્ગ સિન્ડ્રોમ થાય ત્યારે બન્ને આંખો કે એક આંખ ચમકતા બ્લુ રંગની થઈ જાય છે.

image source

વોર્ડનબર્ગ સિન્ડ્રોમનો પ્રભાવ વિશેષ રૂપે જાતીય સમુહોમાં જોવા મળે છે જેમાં બ્લુ રંગની આંખો જેવી વિશેષતા ઘણી દુર્લભ છે. ઇન્ડોનેશિયાઇ ભૂસ્તર શાસ્ત્રી અને શોખ ખાતર ફોટોગ્રાફી કરનાર કોરચનોઈ પસારીબુ દ્વારા લેવામાં આવેલી બુટન જનજાતિના લોકોની તસવીરોમાં તમે આ લોકોની આંખોમાં આવેલા બદલાવને જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Korchnoi Pasaribu (@geo.rock888) on

બુટન જનજાતિના લોકોના ઘર ઇન્ડોનેશિયાના સુલાવેસી ક્ષેત્રમાં બુટન ટાપુ પર સ્થિત છે. આ જનજાતિ સમૂહના લોકો પૈકી અમુક લોકો વોર્ડનબર્ગ સિન્ડ્રોમથી પીડિત છે અને તેઓની એક અથવા બન્ને આંખો ચમકતા બ્લુ રંગની થઈ ગઈ છે.

image source

કોરચનોઈ પસારીબુએ ગત મહિને બુટન ટાપુનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેણે આશ્ચર્યજનક રૂપે ચમકતા બ્લુ રંગની આંખો ધરાવતા ઉપરોક્ત જનજાતિના અમુક લોકોની આંખો પર ફોક્સ કરતી તસવીરો લીધી હતી. આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા ત્યાંથી આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે આ તસવીરોને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેયર પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.