ચહેરા પરના ડાઘ હોય, વાળની સમસ્યા હોય કે પછી અન્ય કેટલાક રોગ, અકસીર છે મેથીના આ ખાસ ઉપાયો

વિશ્વભરમાં ખાસ કરીને ભારતમાં મેથીનું ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ. એમાં પણ શિયાળો આવે એટલે મેથીની ભાજીનો ઉપયોગ વધી જાય છે.

image source

દરેક ઘરમાં મેથીના થેપલા, મૂઠિયા અને મેથીના શાક પણ બનવા લાગે છે. જો સીઝન ન હોય તો તમે અનેક બીમારીઓ માટે અને બ્યૂટી બેનિફિટ્સમાં મેથીના દાણાનો પણ ઉપયોગ સરળતાથી કરી શકો છો.

મેથીમાંથી મળે છે આ વસ્તુઓ

image source

મેથીની ભાજીમાં Iron, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન, વિટામિન K વધારે પ્રમાણમાં જોવા મળે છે

અનેક બીમારીઓમાં લાભદાયી છે મેથી

image source

મેથીના પાન અને હળદરની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવવાથી પણ રાહત મળે છે. સ્કીનના ડાધ ધબ્બા અને ખીલ દૂર થાય છે. પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, ઊબકા, આફરો, ખાટા ઓડકાર આવવા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક આવવી વગેરે મુશ્કેલીઓમાં રાહત આપનારી સાબિત થાય છે.

image source

પાચનક્રિયા સુધારે છે

image source

મેથી ખાવાથી શરીરની પાચનશક્તિ સુધરે છે. તેનાથી અપચો અને કબજિયાત પણ દૂર થાય છે.

શરીરમાં લોહી વધારે છે

image source

જો તમે એનિમિક છો એટલે કે તમારા શરીરમાં લોહીની ખામી છે તો તમે ખાસ કરીને શિયાળાની સીઝનમાં લીલી મેથી ખાઓ.

સાંધાના દુઃખાવવામાં મળે છે રાહત

image source

મેથી ટેસ્ટમાં કડવી હોય છે પણ જ્યારે તેનો ઉપયોગ તમે વિવિધ વાનગીઓમાં કરો છો ત્યારે તેનાથી તમારા સાંધા મજબૂત બને છે અને દુઃખાવવામાં રાહત મળે છે. આ સિવાય મેથીના દાણાને પીસીને તેનો પાવડર લોટમાં મિક્સ કરીને ઘીમાં શેકીને લાડુ બનાવો. તે લાડુનો શિયાળામાં ઉપયોગ સાંધાના દર્દમાં રાહત આપનારા બનશે.

વાળની સમસ્યામાં મળશે રાહત

image source

જો તમારા વાળ શુષ્ક અને બેજાન થઈ ગયા હોય તો તમે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને પછી તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. તેનાથી ખોડો દૂર થશે અને વાળ નરમ અને સિલ્કી બનશે. આ સાથે મેથીના ઉપયોગથી વાળ કાળા પણ બને છે.