ભારતના આ શહેરની ચૂંટણીમા ઉભા રહ્યા હતા એક સાથે અધધધ..ઉમેદવારો, જાણો રસપ્રદ વિગતો

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં લોકતંત્ર ચાલે છે અને જે દેશોમાં લોકતંત્રનું શાસન ચાલતું હોય તેવા વિશ્વના અનેક દેશોમાં ભારત એક મહત્વનું સ્થાન ધરાવે છે.

image source

વિશ્વમાં ભારતની ગણના વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે પણ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા એ લોકતંત્ર દેશનું મહાપર્વ છે. ભારતમાં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમયાંતરે યોજાયા કરે છે. જો કે દરકે વખતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈને કોઈ વિશેષ બનાવો અને નોંધનીય બાબતો પણ બનતી જ રહે છે. જે ચૂંટણી પ્રક્રિયાને વધુને વધુ સરળ બનવવા અને સુધારો કરાવવામાં પણ ઉપયોગી થતી રહે છે.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપણે ભારતની ચૂંટણી પ્રક્રિયા સંબંધિત એવી અનેક માહિતીઓ અને જાણકારીઓ આપવાના છીએ જે આપે પહેલા ક્યારેય નહિ જાણી હોય. તો ચાલો આવા જ થોડા રોચક તથ્યો અને નોંધનીય બાબતો વિષે જાણીએ.

image source

ભારતમાં ચૂંટણી દરમિયાન જુનવાણી મતપેટીના સ્થાને આધુનિક વોટિંગ મશીનનો સૌપ્રથમ ઉપયોગ 1982 મા કેરળ રાજ્યમાં કરવામાં આવ્યો હતો.

ભારત દેશમાં સૌપ્રથમ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વપરાયેલા બેલેટ બોક્સની સંખ્યા 17 લાખ હતી અને તેનું નિર્માણ તે સમયની પ્રતિષ્ઠિત કંપની ગોદરેજે કર્યું હતું. આ મતે સરકારે ગોદરેજ કંપનીને પાંચ રૂપિયા ચૂકવ્યા હતા.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે 1996 મા તામિલનાડુમાં યોજાયેલી મોડા કરોચી ખાતેની વિધાનસભા ચૂંટણીમાં એક, બે કે દસ, વિસ નહિ પણ 1033 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને આ માટે બેલેટ પેપરના બદલે નાનકડી એવી પુસ્તિકા બહાર પાડવી પડી હતી.

મિઝોરમ અને સિક્કિમ ભારતના એવા બે રાજ્યો છે જ્યાંથી ફક્ત એક – એક સંસદ ચૂંટાઈને લોકસભામાં આવે છે.

image source

1999 મા મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભણી ચૂંટણીમાં સૌપ્રથમ એક કિન્નરે જીત મેળવી હતી.

ધરતી પકડ નામથી ઓળખાતા જોગેન્દર સિંહ નામક એક કાકા અત્યાર સુધીમાં 25 વખત ચૂંટણી હારી ચુક્યા છે. તેઓ રાજીવ ગાંધી અને વીપી સીંગ જેવા મોટા ગજાના નેતાઓ સામે પણ ચૂંટણીમા ઉભા રહી ચુક્યા છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે બહુજન સમાજ પાર્ટી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની રિપબ્લિક પાર્ટીનું નિશાન એક જ એટલે કે હાથી છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.