કબાટમાંથી ફાઇલ કાઢવા ગયો પોલીસમેન, અને અંદરથી નિકળી એવી વસ્તુ કે બધા પોલીસ દોડીને ભાગી ગયા બહાર…
પોલીસ સ્ટેશનના કબાટમાંથી નીકળી એવી વસ્તુ કે પોલીસ જેવી પોલીસ પણ રૂમમાંથી બહાર ભાગી નીકળી
આપણે કોઈ પણ મુશ્કેલી સર્જાય કે પછી કોઈની સાથે બોલાચાલી થાય કે કોઈ ફરિયાદ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરતા હોઈએ છીએ પણ કેટલાક સંજોગોમાં તો પોલીસને પોતાને પણ ભાગવાનો વારો આવે છે. આવી જ એક ઘટના પોલીસ સાથે તાજેતરમાં ઘટી ગઈ છે. પોલીસ સ્ટેશનના ફાઈલોના કબાટમાંથી પોલીસમેનને એક એવી વસ્તુ જોવા મળી કે પોલીસ રૂમમાંથી બહાર ભાગી આવી.

આ ઘટના હિમાચલ પ્રદેશની છે અહીંના એક પોલીસ સ્ટેશનમાં નોંધની જે ફાઈલો રાખવામા આવે છે તે કબાટમાંથી પોલીસ સ્ટેશનનો એક પોલીસ જ્યારે ફાઈલો કાઢી રહ્યો હતો ત્યારે તેને જે દ્રશ્યો જોવા મળ્યું તેનાથી તો તેનો પરસેવો જ છૂટી ગયો. તે ઢગલાબંધ ફાઈલોની વચ્ચે કોબ્રા સાપ પોતાના આખા પરિવાર સાથે રહેતો હતો.

તેણે જ્યારે પોતાને જરૂરી દસ્તાવેજની ફાઈલ કાઢવા લાગી ત્યારે તેણે જોયું કે કોબ્રાનું એક નાનુ બચ્ચું તે કબાટના ખાનામાં વીંટળીઈને પડ્યું હતું. જ્યારે તેની નજર તે આખા કોબ્રાના પરિવાર પર પડી ત્યારે તો આખા સમાજનું રક્ષણ કરતી પોલીસ પણ ભયભીત થઈ ઉઠી હતી.

છેવટે પોલીસવાળાએ મદદ માટે સાપ પકડવાવાળાને બોલાવ્યા. જ્યારે સાપ પકડવાવાળાએ કબાટમાંથી સાપ કાઢવાનું શરૂ કર્યું તો એક પછી એક એમ 21 સાપ બહાર કાઢવામાં આવ્યા. આટલા બધા સાપ જોઈને તો પોલીસ સ્ટેશનમાં હાજર દરેકના ચહેરા પર ભયની રેખાઓ દેખાવા લાગી. છેવટે જ્યારે સાપ પકડનારે બધા જ સાપ પકડીને તેને સુરક્ષિત જગ્યામાં મુક્યા ત્યારે જ પોલીસ સ્ટેશનમાંના લોકોને રાહત થઈ.

થોડા સમય પહેલાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. જેમાં એક ઘરના આંગણામાં કરવામાં આવેલા પ્લાસ્ટરની નીચે એક નાગણ પોતાના સાપોલીયાઓ સાથે રહેતી હતી. ઘરમાં રહેતાં લોકોને રોજ રાત્રે નાગણનો અવાજ આવતો હતો. છેવટે તેમણે નાગ પકડનારાઓને બોલાવ્યા ત્યારે તેમણે આંગણાનું પ્લાસ્ટર તોડીને જોયું તો તેમને જમીનમાંથી નાગણ અને તેના સાપોલીયા મળી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતમાં મળતા કીંગ કોબ્રા અત્યંત ઘાતક હોય છે. તે વ્યક્તિને આંધળા પણ કરી શકે છે અને જો યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિનું થોડા ક જ સમયમાં મૃત્યુ પણ થઈ શકે છે.

થોડા સમય પહેલાં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને આ જ રીતે નાગના ડંખથી મારી નાખી હતી. કીંગ કોબ્રા એ વિશ્વનો સૌથી લાંબો ઝેરીલો સાપ છે. તેની લંબાઈ 10 ફૂટથી 13 ફૂટની હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.