અમદાવાદ: એક જ પરિવારના 10 લોકો કોરોના પોઝિટિવ આવતા ફ્લેટને કરાયો કોરેન્ટાઇન, જાણો કયા વિસ્તારમાં

છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો 725 જેટલા નવા કેસ નોંધાયા છે. નવા કેસ ઉમેરાવામાં હવે સુરત અમદાવાદની સાઈડ કાપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ 725 કેસમાંથી 254 નવા કેસ માત્ર સુરતના છે, જ્યારે અમદાવાદમાંથી 177 જેટલા નવા કેસ સામે આવ્યા છે. જો કે હાલમાં જ અમદાવાદના CTM સ્થિત ન્યુ વૈકુંઠ ફ્લેટમાંથી એક સાથે દસ કેસ સામે આવ્યા છે. અહી રહેતા એક જ પરિવારના 10 વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

image source

એક જ પરિવારના 10 લોકોનો રીપોર્ટ પોઝિટિવ

રાજ્યભરમાં વધી રહેલા કોરોનના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં કોરોનાનો આ આંકડો હવે 21,892 પર પહોંચ્યો છે. હાલમાં અમદાવાદમાં સક્રિય કેસની સંખ્યા 3683 જેટલી છે. જો કે આજના દિવસે અમદાવાદમાં 101 દર્દીઓ સ્વસ્થ થયા છે. એ સાથે સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,610 પર પહોંચ્યો છે. તો સામે આજે 9 દર્દીઓએ કોરોનામાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે, અમદાવાદમાં કુલ 1484 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

image source

આ દરમિયાન અમદાવાદના CTM વિસ્તારમાં વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીકના વૈકુંઠ ફ્લેટમાંથી એક જ પરિવારના 10 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસને પગલે ન્યુ વૈકુંઠ ફ્લેટને પણ હવે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે, તેમજ ટેસ્ટીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ત્યાં આવતા મુલાકાતીઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા નોટિસ પણ લગાડવામાં આવી છે.

image source

નવા 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર

અમદાવાદમાં આત્યાર સુધીમાં લગભગ 99 જેટલા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ઉમેરાયેલા આ 11 નવા વિસ્તારો સહીત આ આંકડો 110 પર પહોચી ગયો છે. જો કે નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ઇસ્ટ ઝોનના બે વિસ્તાર ભાઈપુરામાં 15 ન્યુ કર્ણાવતી નગર અને રાજપુરમાં છીપાની ચાલી સામેલ છે.

image source

સાઉથ ઝોનમાંથી સહજાનંદ સોસાયટી, સીટીએમ અને પુનીતનગરના C-29 તેમજ C-220થી C-245 બ્લોક સામેલ કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાંથી ગીરધરનગરના જુલી એપાર્ટમેન્ટના બારમાં બ્લોકને સામેલ કરાયો છે. સાઉથ વેસ્ટમાંથી રબારીવાસ અને અનામિકા ફ્લેટને જોડવામાં આવ્યા છે. અને જો અમદાવાદના વેસ્ટ ઝોનની વાત કરીએ તો નારણપુરાના આકાશ 3માં બ્લોક A, પાલડીના રામજી મંદિર નજીક ત્રિશાલ ડુપ્લેક્ષ, ચાંદખેડાના ન્યુ સીજી રોડ પર આવેલ ડાયમંડ ગ્રીનનો બ્લોક A અને નવા વાડજની આરાસુરી સોસાયટીનો સમાવેશ કરાયો છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ

image source

હાલમાં સુરત અમદાવાદ કરતા નવા કેસની દ્રષ્ટીએ આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં નવા 725 જેટલા કેસ નોધાયા છે. રાજ્યભરમાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓનો આંકડો 36,123 પર પહોચી ચુક્યો છે. જો કે છેલ્લા 24 કલાકમાં 486 જેટલા દર્દીઓ સાજા પણ થયાં છે. આ આંકડાને ગણીએ તો અત્યાર સુધીમાં કુલ મળીને 25,900 જેટલા દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, અને એમને રજા પણ આપી દેવામાં આવી છે. આ દરમિયાન ૧૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અત્યાર સુધીમાં કુલ મળીને 1945 જેટલા લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ઘુમાવ્યો છે. આપને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ મળીને 8,278 જેટલા સક્રિય કેસ ચાલી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.