ઘરની દરિદ્રતા દૂર કરવા અને સાથે ઘરમાં સંપત્તિનો વરસાદ કરવા આજથી જ જમતા પહેલા કરો આ 3 કામ, જોજો ભૂલી ના જતા

દરિદ્રતા દુર કરો

આપણે બધા જાણીએ છીએ કે, એક મનુષ્યએ પોતાનું જીવન જીવવા માટે અને શરીરને ટકાવી રાખવા માટે ભોજન કરવું કેટલું આવશ્યક છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં ભોજનનું મહત્વ સમજાવ્યું છે. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા મુજબ વધારે પ્રમાણમાં ભોજન કરવું અને ઓછા પ્રમાણમાં ભોજન કરવું શરીર માટે યોગ્ય નથી. જેથી કરીને દરેક વ્યક્તિએ પોતાના શરીરની જરૂરિયાત પ્રમાણે ભોજનનું સેવન કરવું જોઈએ.

image source

ભારતમાં અંદાજીત ૨૦% વ્યક્તિઓ એવા છે જેના મૃત્યુનું કારણ તેમના શરીરને યોગ્ય પોષણ નહી મળવાના લીધે થઈ જાય છે. ત્યારે જ બીજી તરફ આપણે ભારતમાં લગ્ન પ્રસંગ કે પછી અન્ય કોઈ સમારંભમાં મોટા પ્રમાણમાં ભોજનનો વ્યય કરવામાં આવે છે. ત્યારે દરેક વ્યક્તિઓએ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી ભોજન પહોચાડવા માટે ધ્યાન આપવું જોઈએ.

image source

મોટાભાગે વ્યક્તિ પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરે છે. તેમ છતાં તેમના ઘર માંથી ક્યારેય પણ ગરીબી દુર થતી નથી. એટલા માટે આજે અમે આપને એક એવી બાબત વિષે જણાવીશું જેના પ્રયોગ કરવાથી આપના ઘરમાં ક્યારેય પણ ધનની કમીનો સામનો કરવો પડશે નહી. જેના માટે આપ જયારે ઘરે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને જરૂરથી યાદ કરો.

image source

મોટાભાગના લોકો જયારે પોતાની પર મુશ્કેલી આવે છે ત્યારે જ ભગવાનને યાદ કરે છે. પણ આપણે બધાએ સુખના સમયમાં પણ ભગવાનને યાદ કરો. એ માટે આપ જયારે ભોજન કરવા માટે પરિવારની સાથે બેસો છો તો આપે ભોજન કરતા પહેલા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે, ‘હે ઈશ્વર મારા ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી થાય નહી.’

image source

આ સાથે જ આપે આપના ઘરમાં જયારે પણ ભોજનમાં સારા પકવાન બનાવવામાં આવે છે ત્યારે આપે આપના ઘરમાં બનેલ એ પકવાનને સૌપ્રથમ ભગવાનને ધરાવી દેવી જોઈએ. આપ આપના ઘરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ ભગવાનને ભોગ ધરાવી શકો છો. આપે આપના ઘરમાં આવી રીતે ભોજન સમયે ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો. આ સાથે જ આપના ઘરમાં અન્ન અને ધનની અછત થશે નહી. ભગવાનને ભોગ ધરાવી લીધા પછી જ આપે ભોજન કરવું જોઈએ. ઉપરાંત આપે ભોજન શરુ કરતા પહેલા આપે હાથમાં પાણી લઈને થાળીની આસપાસ પાણી મુકીને પછી જ ભોજન કરવાની શરુઆત કરવી.

image source

આ સાથે જ આપે આપની થાળીમાં લીધેલ ભોજનનો વ્યય કરવો નહી. આવી વ્યક્તિઓના ઘરમાં ક્યારેય પણ ધન અને અન્નની અછત થતી નથી. આપણે બધા આ વાત જાણીએ છીએ કે, આપણા દેશમાં જ રોજ એવા ઘણા બધા લોકો છે જેમને આખા દિવસ દરમિયાન ભોજનનો એક ટુકડો પણ ખાવા માટે મળી શકતો નથી. ત્યારે આપણે રોજ ત્રણ ટાઈમ ભોજન કરીએ છીએ તેમ છતાં આપણા માંથી મોટાભાગના લોકો પોતાને મળેલ ભોજનનો વ્યય કરે છે. જો આપ આપની થાળીમાં પીરસવામાં આવેલ ભોજનનો વ્યય કરવો નહી અને આપને આગ્રહ કરીને પીરસવામાં આવેલ ભોજનનો પણ અનાદર કરવો નહી. આમ કરવાથી આપના ઘરમાં સમૃધ્ધિ બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.