પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા લેવા હોય તો જલદી કરી લો આ કામ, નહિં તો ઘરમાં પડશે પૈસાની મોટી ખોટ

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ રકમ ત્રણ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં (DBT) મોકલવામાં આવે છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

image source

હવે કેન્દ્ર સરકાર સાતમો હપ્તા બહાર પાડશે. આવી સ્થિતિમાં, જો તમને હજી સુધી પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો મળ્યો નથી, તો કેટલાક કામો તમારે જલ્દીથી પતાવી લેવા પડશે.

આધારકાર્ડ બેંક ખાતામાં લિંક કરવું આવશ્યક

image source

જો દેશના કોઈ પણ ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા લેવા હશે તો તેણે પહેલા પોતાનું આધારકાર્ડ બેંક ખાતામાં લિંક કરવું આવશ્યક છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે હવે આધાર નંબર જરૂરી કરી દીધો છે. આ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પહેલાં પણ આધાર જરૂરી હતી. પરંતુ સરકારે કેટલીક છૂટછાટ આપી હતી. જોકે હવે કોઇ છૂટછાટ નહી મળે અને જેનો આધાર બેંક એકાઉન્ટ સાથે લીંક હશે તેમને આ યોજનાનો લાભ મળશે. એપ્રિલમાં કેન્દ્ર સરકારમાં અસમ, મેઘાલય, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના ખેડૂતો માટે આ છૂટની સીમા વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. જોકે બાકી દેશો માટે આ સીમા ડિસેમ્બર 2019 સુધી હતી.

આ રીતે કરો આધાર લિંક

image source

તમારા જે ખાતામાં ખેડૂત સન્માન યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે. તે ખાતાને આધાર સાથે લિંક કરવા માટે તમારે બેંક જવું પડશે. એક ફોટોકોપી સાથે રાખવી પડશે. આધાર કાર્ડની ફોટોકોપી પર તમારી સહી પણ જરૂરી છે. જોકે તમે ઇન્ટરનેટ બેકિંગ (Internet Banking)નો ઉપયોગ કરો છો તો આ કામ ઓનલાઇન પણ કરી શકો છો.

માર્ચ 2019માં પીએમ મોદીએ શરૂ કરી હતી યોજના

image source

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) ની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ માર્ચ 2019માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વાર 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા મોકલવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને સરકાર 6000 રૂપિયા આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span