ખેતરમાં હળ અટકતા ખેંચ્યુ જોસથી અને ચમકી ગયુ ખેડૂતનુ નસીબ, જાણો અંદરથી કેટલો જોરદાર નિકળ્યો ખજાનો

ખેડૂતને મળ્યો ખજાનો.

તેલંગણાના સંગારેડ્ડી જીલ્લામાં ઝહિરાબાદમાં રહેતા એક ખેડૂતને પોતાના ખેતરને ખેડતા સમયે જમીનની અંદરથી સોનાના ઘણા બધા ઘરેણા મળી આવ્યા. જો કે, આ વાત સાંભળવામાં થોડી ફિલ્મી લાગે છે પણ આ વાત સાચી છે. આ ખેડૂતને ખેતર માંથી કેટલાક એન્ટીક પીસ પણ મળ્યા છે ખેડૂતને મળેલ બધા જ એન્ટીક પીસ સોના, ચાંદી અને તાંબાની ધાતુના બનેલ છે. યેરાર્ગદ્દાપલ્લી ગામના ખેડૂત યાકુબ અલી, પોતાના ઘરેથી ખેતરમાં નવા પાકની વાવણી કરવા માટે ખેતર ખેડી રહ્યા હતા તે સમયે આ ખેડૂતને ખેતરની જમીનની અંદરથી ઘણા પ્રમાણમાં સોનાના અને અન્ય ધાતુના ઘરેણા મળી આવ્યા હતા.

image source

યાકુબ અલી જયારે ખેતર ખેડી રહ્યા હતા ત્યારે તેમના હળની સાથે જમીનની અંદર કોઈ વસ્તુ અથડાય છે. ત્યાર પછી યાકુબ અલીનું ધ્યાન આ વસ્તુ તરફ જાય છે અને માટી હટાવીને જોવે છે તો યાકુબ અલી ખુબ અચરજ પામી જાય છે. શરુઆતમાં તો કાંસાના વાસણ નીકળે છે. આ કાંસાના વાસણોમાં સોનાના અને ચાંદીના કેટલાક ઘરેણાઓ મળી આવે છે. આ સિવાય પણ બીજા ઘણા બધા એન્ટીક પીસ મળી આવે છે. યાકુબ અલીએ આ વાતની જાણ સ્થાનિક પોલીસને કરી દે છે. ત્યાર પછી સ્થાનિક પોલીસ ઓફિસર અને રેવેન્યુ વિભાગમાં અધિકારી ઘટના સ્થળે પહોચી જાય છે.

image source

ગ્રામજનોને આ વાતની માહિતી મળતા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. દરેક ગ્રામવાસીઓને જાણવું હતું કે, હકીકતમાં થયું શું છે? જયારે સ્થાનિક પોલીસ જણાવતા કહે છે કે, ખેતરમાં ખોદકામ કરવા દરમિયાન ૨૫ જેટલા સોનાના સિક્કા, ગળાના પહેરવાના હાર, હાથની આંગળીઓની વીટીઓ, જુના સમયના કેટલાક પરંપરાગત વાસણો પણ મળી આવ્યા છે. આ દરેક વસ્તુને પુરાતત્વ વિભાગમાં મોકલી આપવામાં આવ્યા છે જેને વિશેષજ્ઞ આ બધી વસ્તુઓથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, આ બધા ઘરેણા, સોનાના સિક્કા અને અન્ય ધાતુના અન્ય વાસણો કેટલા સમય જુના છે તેની તપાસ કર્યા પછી જ આ વિષે યોગ્ય માહિતી મેળવી શકાશે.

image source

ઝહિરાબાદ ગામ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લાના જતા રસ્તામાં એક ગામ આવે છે. મહારાષ્ટ્રનું ઔરંગાબાદને નિઝામોના સમયની રાજધાની માનવામાં આવતી હતી. દુનિયાના સૌથી અમીર નિઝામ પણ અહિયાં જ ઔરંગાબાદમાં નિવાસ કરતા હતા. દુનિયાનો પ્રસિદ્ધ હીરો કોહીનુર પણ ઔરંગાબાદની ગોલકુંડાની ખાણ માંથી જ મળી આવ્યો હતો. ગ્રામજનોનું એવું પણ માનવું છે કે, યાકુબ અલી ખેડૂતને તેના ખેતર માંથી મળેલ જે એન્ટીકસ મળ્યા છે તે નિઝામોના સમયના હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.