એક પિતા આવા પણ, 8 વર્ષનો દીકરો રોજ રાત્રે ઘરેથી થઈ જતો ગાયબ, પીછો કરતાં ખબર પડી સાચી હકીકત અને પછી…

સમાજમાં સંબંધોની માયાજાળ સમજવી એ બધાનું કામ નથી. દરેક સંબંધો અલગ અલગ રીતે મહત્વ ધરાવતા હોય છે. પરંતુ માતા પિતાનો સંતાન સાથેનો સંબંધ એ સૌથી પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે જ એક દીકરાને તેના પિતા યોગ્ય રીતે સમજી શકતા હોય છે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી થઈ જાય છે કે બાળકો તેના માતા પિતાથી અમુક વાતો છુપાવતા હોય છે. ખાસ કરીને જ્યારે તેમના પર મુસીબત આવે છે, તો તેઓ તે મુસીબતનો આપણી સામે ઉલ્લેખ કરતા નથી. જેથી માતા પિતાને તેના કારણે ખૂબ જ પરેશાન થવું પડે છે. આવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે.

દીકરો લ્યુક રાત્રે ઘરેથી રોજ ક્યાંક ભાગી જાય

image source

બેન નામના પિતા પોતાના 8 વર્ષના દિકરા અને પત્ની સાથે રહે છે. એક દિવસ બેને નોટિસ કર્યું કે તેનો દીકરો દરરોજ રાત્રે ઘરેથી ગાયબ થઈ જાય છે. મીડિયાને આ વાતની જાણકારી આપતા બેને કહ્યું હતું કે, જો તેને પહેલા જાણ હોત કે તેનો દીકરો લ્યુક રાત્રે ઘરે નથી હોતો, તો તે તરત તેની તપાસ કરી લેત. બેનનો દીકરો લ્યુક પાછલા 11 દિવસથી કંઈક અજીબ વર્તન કરી રહ્યો હતો. તે દરરોજ રાતે ડિનર બાદ ઘરથી બહાર ચાલ્યો જતો હતો. જ્યારે પિતાએ તેને આ બાબતમાં સવાલ પૂછ્યા તો તે એવું કહીને વાત ટાળી નાખતો હતો કે, “ડેડ તમે મારી ચિંતા ના કરો, આ ઘટના સાથે તમારે કોઈ લેવાદેવા નથી.”

બેને દીકરીના રૂમની પુરી રીતે તપાસ કરી.

image source

આ બધી બાબતમાં પિતાને ચિંતા વધવા લાગી તો પિતાએ જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો. તેણે વિચાર્યું કે લ્યુક કદાચ તેમને હકીકત નહીં જણાવે, એટલા માટે હવે આ મામલાની તપાસ તેમણે જાતે કરવી પડશે.જ્યારે એક દિવસ રાત્રે લ્યુક ઘરે હતો નહીં તો બેને તેના રૂમની તપાસ કરી. તેમને રૂમના ડ્રેસીંગ ટેબલ, ડ્રોવર વગેરેની તપાસ કરી તો તેમને ત્યાં કંઈ મળ્યું નહીં. ત્યારે તેમની નજર સોફા પર રાખવામાં આવેલી લ્યુકનાં જીન્સ પર પડી. જીન્સના પાછલા ખિસ્સામાં એક સફેદ રંગનો કાગળ હતો. તે કાગળના ટુકડા પર લખ્યું હતું, “લ્યુક, રાત્રિનાં 7:15 વાગે લીન્ડ ગલીનાં ખૂણા પર ચૈપલની પાસે આવી જજે અને ધ્યાન રાખજે કે તું એકલો હોય.”

કોઈ મોટા ખતરાનો સંકેત તો નથી ને?

image source

હવે પિતા તો ખુબ જ ચિંતામાં આવી ગયા કારણ કે, લેટર વાંચીને બેનનાં પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે તેના દીકરાને આવી રીતે કોણ બોલાવી રહ્યું છે. ક્યાંક તે કોઈ મોટા ખતરાનો સંકેત તો નથી ને. પિતા બેન હવે સતર્ક થઇ ગયા હતા. તેણે રાત્રિના સમયે દીકરાનો પીછો કરવાનું વિચારી લીધું હતું. રાત્રે જમી લીધા બાદ લ્યુક પોતાના રૂમમાં ચાલ્યા ગયો અને રૂમની બારી મારફતે બહાર નીકળી ગયો.

બેનની ચિંતા વધતી જઈ રહી હતી

image source

બેન પણ બરોબર તેની પાછળ ચાલી રહ્યા હતા. બેનની ચિંતા વધતી જઈ રહી હતી. રસ્તામાં બેન છુપાતા-છુપાતા દીકરાને ચૈપલની અંદર જતા જોઈ રહ્યા હતા. ત્યાં તેમને એક વ્યક્તિનો પડછાયો દેખાયો. આ વ્યક્તિ લ્યુકની બેગ માંથી કંઈ લઈ રહ્યો હતો, જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો તે અન્ય કોઈ નહીં પરંતુ લ્યુકના એક્સ ટીચર ફ્રેન્ક હતા. જેને સ્કૂલમાં ફંડની કમીને કારણે કાઢી નાખવામાં આવ્યા હતા. ફ્રેન્કને કંઈક હાથમાં આપીને યુગ આગળ નીકળી પડ્યો. તે રસ્તામાં 30થી વધારે લોકોને મળ્યો અને બધાને હાથમાં કંઈક ને કંઈક આપતો ગયો.

લ્યુકનાં ટીચર ફ્રેન્કને નોકરી માંથી કાઢી નાખ્યા હતા

image source

હવે તો બેનની ચિંતા વધતી જ જતી હતી. અંદાજે 1 કલાક બાદ લ્યુક જ્યારે ઘરે પહોંચ્યો તો બેને તેને પાછળથી અવાજ દઈને બોલાવ્યો અને કહ્યું, “હું તારી પાછળ હતો. હવે સાચું કહી દે કે આ બધું શું હતું?” પિતાનો અવાજ સાંભળીને લ્યુક રડવા લાગ્યો અને તેણે હકીકત જણાવી. હકીકતમાં લ્યુકનાં ટીચર ફ્રેન્કને નોકરી માંથી કાઢી નાખ્યા બાદ તેઓને ચૈપલમાં રહેવું પડતું હતું અને જમવાના પણ ફાંફા હતા. લ્યુક ઘરેથી જમવાનું ચોરીને તેમને દરરોજ આપવા માટે જતો હતો. ફ્રેન્ક સિવાય જ્યારે અન્ય 30 લોકો વિશે લોકોને પૂછવામાં આવ્યું, તો તેણે જણાવ્યું કે તે બધા રસ્તા પર ભીખ માંગવા વાળા લોકો હતા. એટલા માટે દરરોજ કંઈક ને કંઈક ઘરેથી ચોરી ને તે બધા માટે લઈ જતો હતો, જેથી તેઓએ ભૂખ્યા ન સૂવું પડે.

લ્યુકને ગળે લગાડી લીધો અને કહ્યું કે….

image source

હવે બેનની સ્થિતિ કંઈક અલગ જ હતી. પહેલાં ચિંતામા હતો અને હવે બેન ખુશ હતો. દીકરાએ કહેલી આ વાત સાંભળી બેનની આંખોમાં પાણી આવી ગયા. તેણે લ્યુકને ગળે લગાડી લીધો અને કહ્યું કે હવે તેની મદદ તે જાતે કરશે. મોટાપાયે કામ ઉપાડ્યું અને ધીરે ધીરે બંને બાપ દીકરાએ ચૈપલને પણ ખરીદી લીધું અને ત્યાં એક આશ્રમ ખોલી દીધો, જે દરરોજ ઘણા નિરાશ્રિત લોકોનું પેટ ભરે છે અને તેમને એક આશ્રય પણ આપે છે. આ સ્ટોરી સાંભળીને લોકો હવે બેનને આદર્શ પિતા અને લ્યૂકને આદર્શ દીકરો કહીને બોલવતા થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span