પિતાની આવી ક્રુરતા જોઇને તમને પણ ચડી જશે મગજનો પારો, વાંચો તો ખરા કેવી રીતે કરી નાખી પુત્રની હત્યા
અંકલેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીના નવીનગરી વિસ્તારમાં રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાને કારણે પિતાએ જ પરાઈના ઘા મારીને પુત્રની હત્યા કરી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યા કરનાર પિતાની ધરપકડ કરીને આ કેસની તપાસ હાથ ધરી છે અને આરોપી પિતાની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર રૂપિયાને લઇને ઝઘડાઓ થતા હતા. આ ઘટના બાદ પિતા સામે પુત્રીએ જ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ જ જખમી પુત્રની સારવાર માટે પરિવાર 3 હોસ્પિટલમાં ફર્યો હતો તેમ છતાં અંતમાં ખાનગી હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ પુત્રનું મોત નિપજ્યું હતું.

પરાઈ દ્વારા સુતેલા પુત્રને ગંભીર માર માર્યો
આ ઘટના અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં ગુરુવારે ઘટી હતી. અહી રહેતા પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર પૈસાની બાબતે ઝઘડા થતાં હતા. આ દરમિયાન ગુરૂવારના દિવસે એમના વચ્ચે ફરી એક વાર ઝગડો શરુ થયો હતો. જો કે આ ઝગડામાં પિતાએ એમના સુતેલા પુત્રને, તે કેમ મારા ખિસ્સામાંથી મને પૂછ્યા વગર રૂપિયા ચોર્યા છે. એમ કહેતા કહેતા એમની જોડે રહેલી પરાઈ દ્વારા સુતેલા પુત્રના મોઢાના ભાગે ગંભીર માર માર્યો હતો.

આરોપી પિતાનો દોહિત્રી પર હુમલાનો પ્રયાસ
આ જોઇને દોહિત્રી સંધ્યા પણ એની મમ્મીને ઘરમાં ઉપરના માળેથી બોલાવી લાવી હતી, તેમજ મામાને માર મારતા બચાવવાનો પ્રયાસ કરવા જતા આરોપી પિતાએ દોહિત્રીને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ત્યારબાદ માતાએ વચ્ચે પડીને એમને છોડાવ્યા હતા, ત્યારબાદ અન્ય સંબંધીઓને પણ જલ્દીથી બોલાવી લીધા હતા. જેમ તેમ કરીને સૌથી પહેલા એ લોકો ઇજાગ્રસ્ત યુવકને સૌથી પહેલા એ.કે. પટેલ હોસ્પિટલ, ત્યારબાદ સરદાર પટેલ હોસ્પિટલ અને ત્યાંથી અંતે ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જો કે ખાનગી હોસ્પીટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

યુવકની બહેને પિતા સામે ફરિયાદ નોંધાવી
આ ઘટનામાં યુવકનું હોસ્પીટલમાં જ મૃત્યુ થતા બહેને અંકલેશ્વર શહેરના પોલીસ સ્ટેશનમાં એમના જ પિતા વિરુદ્ધ ભાઈની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં અંકલેશ્વર પોલીસે તરત જ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ પીઆઈ પોતે જ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ દરમિયાન એમણે મામલો બરાબર સમજ્યો હતો અને સાંયોગિક પુરાવા પણ એકત્ર કર્યાં હતા. આ સાથે જ એમણે આરોપી પીતાની પણ તરત જ ધરપકડ કરી હતી.

પિતા સામે હત્યાનો ગુનો, તપાસ શરુ : Dy. SP
આ ઘટના અંગે ફરિયાદ નોધીને પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. આ બાબતે કેસની તપાસ કરી રહેલા Dy. SPએ જણાવ્યું હતું કે, મૃતક પુત્ર અને પિતા વચ્ચે આ પહેલા પણ અવારનવાર રૂપિયા બાબતે ઝઘડા થતાં હતા. જો કે આ દરમિયાન જ ગુરૂવારે એમના વચ્ચે રૂપિયા ચોરી કર્યાં હોવાની તકરાર શરુ થઇ હતી અને પિતાએ પરાઈ દ્વારા માર મારતા પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી. જો કે ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું. આ પછી બહેન દ્વારા નોધાયેલ ફરિયાદના આધારે હત્યાના ગણતરીના કલાકોમાં આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. હાલ પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.