જાણો આ દિગ્ગજ અભિનેતાઓ વિશે, જે પોતે એક્ટિંગમાં છે આગળ પણ દીકરીઓને ફિલ્મી દુનિયામાં ના લેવા દીધી એન્ટ્રી

બોલિવુડના સુપર સ્ટાર હોવા છતાં પોતાની દીકરીઓને હિરોઇન ન બનાવી આ અભિનેતાઓએ. જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં.

બૉલીવુડ જગતમાં મોટાભાગના અભિનેતાઓના દીકરા અને દિકરીઓએ પિતાની રાહે બોલીવુડમાં પગ મુક્યો છે. પણ એવા પણ અભિનેતા છે જે નહોતા ઇચ્છતા કે એમની દીકરીઓ બૉલીવુડ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવે.

તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં દિગગજ અભિનેતાઓ છે આ લિસ્ટમાં.

અમિતાભ બચ્ચન.

image source

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન બોલીવુડમાં કામ કરવા ઇચ્છતી હતી. શ્વેતા ખૂબ જ સુંદર પણ છે પણ પોતાના પિતા અમિતાભ બચ્ચનની વાત માનીને એ હંમેશા લાઈમલાઈટથી દૂર જ રહી અને અત્યારે એક બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કરીને ખુશહાલ જિંદગી જીવી રહી છે.શ્વેતાને બે બાળકો પણ છે.

ફિરોઝ ખાન

image source

વીતેલા જમાનાના જાણીતા અભિનેતા ફિરોઝ ખાનને તો તમે ઓળખતા જ હશો. વેલકમ ફિલ્મમાં એમનો ડાયલોગ અભી હમ જીંદા હે..ખૂબ જ જાણીતો થયો હતો. તમને જણાવી દઈએ કે ફિરોઝ ખાનની એક દીકરી પણ છે જેનું નામ છે લેલા ખાન છે. એ ખૂબ જ સુંદર છે તેમ છતાં પણ એમને ફિલ્મી દુનિયામાં પગ ન મુક્યો. પણ એનો અર્થ એ નથી કે લેલા અસફળ છે કે ગુમનામ જીવન જીવી રહી છે. લેલા એક જાણીતી આર્ટિસ્ટ છે અને એ ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવે છે.આજે એ પોતાનું લગ્ન જીવન સરસ રીતે જીવી રહી છે.

ઋષિ કપૂર.

image source

ઋષિ કપૂરના બે બાળકો છે જેમાં દીકરો રણબીર કપૂર અને દીકરી રિધિમાં કપૂર છે. રિધિમાં સુંદરતાની બાબતે કોઈ અભિનેત્રીને પણ ટક્કર આપી શકે તેમ છે.પણ ઋષિ કપૂર નહોતા ઇચ્છતા કે એમની દીકરી બોલીવુડમાં કામ કરે. એટલે આજે રિધિમાં લગ્ન કરીને પોતાના બાળકો અને પતિ સાથે ખુશહાલ જિંદગી વિતાવી રહી છે.રિધિમાં કપૂર એક જવેલરી ડિઝાઈનર છે.

જોની લીવર.

image source

જોની લીવરની દીકરી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી હતી પણ જોની લીવર હંમેશા એના વિરોધમાં જ રહ્યા. જોકે એમની દીકરીએ ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુંમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. એ પછી એ ક્યારેય ફિલ્મોમાં જોવા નથી મળી. તમને જણાવી દઈએ કે જોની લીવરની દીકરી જિમી લિવર એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે.

સંજય દત્ત.

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. જેમાં એમની પહેલી પત્નીની દીકરી ત્રીશાલા હવે મોટી થઈ ગઈ છે. એ ખૂબ જ સુંદર દેખાય છે. એને વિદેશમાં રહીને અભ્યાસ પૂરો કર્યો છે અને હવે એ ફિલ્મોમાં આવવા માંગે છે. પણ સંજય દત્તના ના પાડવા પર ત્રીશાલાએ બોલીવુડમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. ત્રીશાલા એક ફિઝિયોથેરાપોસ્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.