પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે ફેંગશૂઈ અને વાસ્તુશાસ્ત્રની આ સરળ ટીપ્સ…
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેનું જીવન તેના પરીવાર સાથે સુખ-શાંતિ સાથે પસાર થાય. જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે સમૃદ્ધ જીવન વ્યક્તિ જીવવા માંગે છે અને તેના માટે ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ ક્યારેય એવું બને છે કે આ મહેનત સફળ નથી થતી. એટલે કે વ્યક્તિ અનેક પ્રયત્નો કરે પરંતુ તેના જીવનમાં સુખ ટકતું નથી અને કામમાં સફળતા પ્રાપ્ત નથી થતી. આ સમસ્યાનું સમાધાન પણ છે. આ સમાધાન અત્યંત સરળ પણ છે.
ફેંગશૂઈમાં એવી કેટલીક ટીપ્સ દર્શાવવામાં આવી છે કે જેનું પાલન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો જાણી લો આજે કે કઈ ટીપ્સ તમારા જીવનને બદલી શકે છે.

1. ફેંગશૂઈ અનુસાર ઘરમાં વધારે પડતું ફર્નીચર ન રાખવું. ઘરમાં હવા-ઉજાશને સ્થાન મળે તે માટે ખાલી જગ્યા મહત્તમ હોવી જોઈએ. ઘરના ખૂણામાં કચરો પણ એકઠો ન કરવો.

2. ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મક ઊર્જા માટેનો સૌથી મહત્વપૂર્ણ સ્તોત્ર હોય છે. એટલા માટે જ ઘરના મુખ્ય દરવાજાની સામે કચરાપેટી, જૂતા રાખવાનું સ્ટેન્ડ કે વધારાની વસ્તુઓ એકઠી ન કરવી.

3. ઘરમાં ફૂલ-છોડ રાખવાનો શોખ મોટાભાગના લોકોને હોય છે. જો ઘરમાં ફૂલ-છોડ રાખ્યા હોય તો પછી તેની સંભાળ પણ સારી રીતે કરવી. જો લીલાછમ્મ છોડ ઘરમાં આવ્યા પછી કરમાય જાય તો તેને અશુભ માનવામાં આવે છે.
4. ઘરમાં તુટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણા લાકોને આદત હોય છે કે કામમાં ન આવે તેવી વસ્તુઓને પણ વર્ષો સુધી સાચવી રાખે છે. આ આદત પણ ખરાબ અને દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ વસ્તુને વર્ષ પછી કામ લાગશે તેવી ગણતરી સાથે એકત્ર ન કરવી જોઈએ. આવી વસ્તુઓ નકારાત્મકતા વધારે છે.

5. ઘરમાં ધન કયા સ્થાન પર રાખવું જોઈએ તેની જાણકારી રાખવી. જ્યાં ધન રાખો ત્યાં શુભ વસ્તુઓને જ સ્થાન આપવું. વધારાની કે નકારાત્મકતા આકર્ષિત કરે તેવી વસ્તુઓ કે સામગ્રીને ધનની સાથે ન રાખવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.