ફેસ્ટિવલ સ્પેશિયલ: કોરોના કાળમાં પાર્લરમાં નહિં, આ સ્ટેપ્સથી ઘરે જ કરો Hair Spa

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે અને દિવાળીના આ તહેવારોમાં સ્ત્રીઓ જ્યાં ચહેરો ચમકાવવા માટે મોટા મોટા પાર્લરમાં
ફેશિયલ કરાવે છે તો પોતાના વાળને પણ સિલ્કી અને શાઈની બનાવવા માટે હેર સ્પા પણ કરાવે છે. પણ આ વખતે તો કોરોના
વાયરસના કારણે સ્ત્રીઓ પાર્લરમાં જતા પણ ગભરાઇ રહી છે.

image source

જો કે આજ કાલ સ્ત્રીઓ ઘરે જ ફેશિયલ કરી લે છે પણ વાત જો હેર સ્પાની કરવામાં આવે તો એમાં ઘણી તકલીફ થાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને કેટલાક સ્ટેપ વિશે જણાવીશું જેના દ્વારા તમે ઘરે જ સરળતાથી હેર સ્પા કરી શકશો.

તો ચાલો જાણી લઈએ ઘરે જ હેર સ્પા કરવાના સરળ સ્ટેપ..

પહેલું સ્ટેપ- હેર મસાજ.

image source

સૌથી પહેલા ઓલિવ ઓઇલ, કોપરેલ કે બદામનું તેલ થોડું હુંફાળું ગરમ કરીને વાળમાં હલકા હાથે 15થી 20 મિનિટ સુધી મસાજ
કરો અને 40 મિનિટ માટે એમ જ રહેવા દો.

બીજું સ્ટેપ- સ્ટીમ.

image source

પાણીને ગરમ કરી લો અને પછી એમ એક ટુવાલ ભીંજવી લો. પછી આ ટુવાલને નિચોવીને વાળમાં સારી રીતે લપેટીની 15 મિનિટ
માટે રહેવા દો. એનાથી બંધ પોર્સ ખુલી જશે અને તેલના પૌષ્ટિક તત્વો વાળમાં સારી રીતે પહોચી જશે.

ત્રીજું સ્ટેપ- હેર વોશ.

image source

હવે માઈલ્ડ તેમજ કેમિકલ ફ્રી હોય એવા શેમ્પૂથી વાળને સારી રીતે ધોઈ લો. ધ્યાન રાખો કે વાળને ધોવા માટે ગરમ નહિ પણ
હુંફાળા કે તાજા પાણીનો જ ઉપયોગ કરો. ગરમ પાણીથી વાળને નુકશાન થાય છે.

ચોથું સ્ટેપ- કન્ડિશનર.

image source

વાળને ધોયા પછી કન્ડિશનર લગાવવાનું ન ભૂલો. એનાથી ન ફક્ત વાળ સિલ્કી અને શાઈની થાય છે પણ એને પોષણ પણ મળે છે.
તમે ઇચ્છો તો મધ, ઈંડુ અને દહીંને મિક્સ કરીને તેનો કન્ડિશનરની જેમ ઉપયોગ કરી શકો છો. એને 15 મિનિટ સુધી વાળમાં
લગાવી રાખો પછી તાજા પાણીથી ધોઈ લો.

પાંચમું સ્ટેપ- હેર માસ્ક.

image source

છેલ્લે વાળમાં હેર માસ્ક લગાવી લો. એના માટે તમે એક કેળાનો પલ્પ, 2 ટી સ્પૂન મધ, 2 ટી સ્પૂન ઓલિવ ઓઇલ અને 2 ઈંડાને
સારી રીતે મિક્સ કરી લો. એને વાળમાં 20 મિનિટ સુધી લગાવેલું રાખો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. એનાથી વાળને પોષણ
મળશે અને વાળ તૂટવાનું ઓછું થઈ જશે. સાથે સાથે વાળ સિલ્કી અને શાઈની પણ બનશે.