Festival Special: શું તમે જાણો છો ઘરના મુખ્ય દરવાજા પર તોરણ કેમ લગાવવું જોઇએ? જાણો અને તમે પણ લગાવો ઘરે

દિવાળી આવવા હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. દિવાળી આવે એટલે જાણે તહેવારોનો સિલસિલો શરૂ થઈ જાય. દિવાળી પહેલા
લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવાની સાથે સાથે ઘરને ટ્રેડિશનલ રીતે શણગારે પણ છે.

image source

તો તહેવારોમાં લોકો ઘરના મુખ્ય દરવાજા પર આંબા, ગલગોટા વગેરેનું તોરણ પણ લગાવે છે. પણ શું તમે જાણો છો કે મુખ્ય દ્વાર પર તોરણ કેમ લગાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે અને એનું મહત્વ શુ છે….

કેમ લગાવવામાં આવે છે તોરણ?

image source

પહેલાના જમાનામાંથી લગ્ન, તહેવાર, દિવાળી, બાળકનો જન્મ કે કોઈપણ શુભ અવસર પર ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવાની પરંપરા ચાલી આવી છે. માન્યતા છે કે મુખ્ય દ્વાર પર તોરણ લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ નથી કરતી.

અલગ અલગ તોરણ લગાવવાના ફાયદા.

આંબાના પાનનું તોરણ.

image source

માંગલિક કાર્યોમાં ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને શુભ કાર્યમાં કોઈ વિઘ્ન નથી આવતું. સાથે સાથે એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે.

ગલગોટાના ફુલનું તોરણ.

image source

ગલગોટાના ફુલનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે છે એટલે આંબાના પાનની સાથે ગલગોટાના ફૂલ લગાવવા શુભ માનવામાં આવે છે. એનું સુગંધથી ન ફક્ત ઘરમાં પોઝિટિવિટી આવે છે પણ એ ઘરમાં ખરાબ શક્તિઓના પર્વેશને પણ રોકે છે.

અનાજના ઘાસનું તોરણ.

image source

જુના જમાનામાં ઘરને ખરાબ શક્તિઓથી બચાવવા માટે મુખ્ય દ્વાર પર અનાજના ઘાસનું બનેલું તોરણ લગાવવામાં આવતું હતું. એવી માન્યતા હતી કે એનાથી ઘરમાં ક્યારેય ધન ધાન્ય, અનાજની કમી નથી આવતી.

આસોપાલવના પાનનું તોરણ.

image source

એવું માનવામાં આવે છે કે આસોપાલવના પાનનું તોરણ મુખ્ય દ્વાર પર લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સાથે સાથે એનાથી માતા લક્ષ્મીની કૃપા ઘર પર જળવાઈ રહે છે.

આ તોરણ પણ હોય છે ફાયદાકારક.

. પોઝિટિવ એનર્જી અને ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમે કોડી કે છીપલાનું તોરણ પણ લગાવી શકો છો.।

. દેવામાં ડૂબેલા હોય કે તબિયત ખરાબ રહેતી હોય તો ઘરના ઉંબરે નારિયેળના રેસનું તોરણ લગાવો.

image source

.પીપળા, આંબો કે આસોપાલવના પાનનું તોરણ લગાવવાથી પણ ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરતી. સાથે સાથે એનાથી પરિવારના સદસ્યો વચ્ચે એકતા પણ જળવાઈ રહે છે.

આ દિવસે તોરણ લગાવવું હોય છે શુભ.

આમ તો તોરણ લગાવવા માટે બધા જ દિવસ શુભ હોય છે કારણ કે તોરણ જાતે જ શુભતાનું પ્રતીક મનાય છે. પણ તો પણ જો મંગળવારના દિવસે મુખ્ય દ્વાર પર તોરણ લગાવવા આવે તો એ વિશેષ લાભદાયી હોય છે.

તો આ દિવાળીના નવા દિવસોમાં તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર તોરણ ચોક્કસથી લગાવજો જેથી કરીને તમારા ઘરની
ખુશીઓને કોઈની નજર ન લાગી જાય.