વિશ્વના બે નાનકડા દેશ વચ્ચે થયેલ લડાઈ અને અનોખી છે તેની ઇતિહાસ ગાથા…

ઇતિહાસમાં અત્યાર સુધીમાં અનેક લડાઈઓ થઇ છે જેમાં વિશ્વયુદ્ધ જેવી મહા ભયંકર લડાઈનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે મોટાભાગની લડાઈ અન્ય વિસ્તારો અને રાજ્યો પર કબ્જો મેળવી પોતાનો વિસ્તાર વધારવા માટે થતી હોય છે પરંતુ આજના

image source

આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક વિચિત્ર લડાઈ વિષે જણાવીશું જેનું કારણ જાણી તમે પણ નવાઈ પામી જશો. આ લડાઈ યુરોપના એવા બે દેશો વચ્ચે થઇ હતી જે આમ તો નાનકડા દેશો છે પરંતુ તેનો ઇતિહાસ ઘણો જૂનો અને રોચક રહ્યો છે.

image source

વાત છે વર્ષ 1925 ની. એ દિવસોમાં ગ્રીસ (યુનાન) અને બુલ્ગારિયા વચ્ચે તણાવ ભર્યો માહોલ હતો અને આ બે દેશો વચ્ચે જ એક કૂતરાને લઈને લડાઈ થઇ હતી. વાંચીને આશ્ચર્ય થયું ને ? પણ વાત સાચી છે.

image source

કુતરાના કારણે જ આ બન્ને દેશો એકબીજા સાથે ભીડાઈ ગયા હતા. અસલમાં બનાવ એવો બન્યો હતો કે ગ્રીસનો એક કૂતરો ભૂલથી મૈસેડોનીયાની સીમા પર કરી ગયો અને તે કૂતરાને પકડવા તેનો માલિક પણ (જે એ સમયે ગ્રીસની સેનાનો એક સિપાહી હતો) મૈસેડોનીયામાં પ્રવેશ કર્યો.

image source

વળી, તે સમયે મૈસેડોનીયાની સરહદી સુરક્ષાની જવાબદારી બુલ્ગારિયાના સૈનિકો પર હતી. જયારે બુલ્ગારિયાના સૈનિકોએ જોયું કે ગ્રીસનો એક સૈનિક તેની હદમાં પ્રવેશી રહ્યો છે તો તેણે કઇં જોયા જાણ્યા વિના તેને ગોળી મારી દીધી. આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે બન્ને દેશો વચ્ચે રાજકીય તણાવ વધતો ગયો અને પોતાના સૈનિકની હત્યાનો બદલો લેવા ગ્રીસે બુલ્ગારિયા પર આક્રમણ કરી દીધું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.