ફિલ્મ સીટીને લઈ મામલો મેદાને, ઉદ્વવ ઠાકરેનો ખુલ્લો પડકાર, જો હિંમત હોય તો…

હાલમાં બોલિવૂડ અને રાજકારણનો મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજનેતાઓ પણ બોલિવૂડ અને મુંબઈને લઈ ગિન્નાયા હતા. સુશાંતના મોત બાદ બોલિવૂડ સેફ નથી એવા પણ સમચાર વહેતા થયા છે. ત્યારે આ બધાની વચ્ચે થોડાંક મહિના પહેલાં જ આદિત્યનાથે કહ્યું હતું કે તેઓ દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવશે.

image source

ત્યારથી આ મુદ્દા પર શિવસેના અને ભાજપ સામ-સામે છે અને હવે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પડકારતા કહ્યું કે જો હિંમત હોય તો તેઓ ફિલ્મ સિટીને ઉત્તરપ્રદેશમાં લઇ જઇને દેખાડે. સિનેમા જગત સાથે જોડાયેલા એક વેબીનારમાં ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ બોલતા કહ્યું કે એકવખત ફરીથી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધ્યું છે.

image source

તો આ તરફ ઉદ્ધવ ઠાકરે એ મુંબઇ ફિલ્મ સિટીમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો પણ વિશ્વાસ ફિલ્મ જગતને આપ્યો છે. તેમણે કહ્યું કે બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે જેને દૂર કરવાનું કામ અમારી સરકાર કરશે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝને જે પણ સુવિધા જોઇએ તેને પૂરી પાડી શકાશે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે જે જમીન પર દાદાસાહેબ ફાળકે એ ફિલ્મ નિર્માણની શરૂઆત કરી. એ જગ્યા પર હું કોઇપણ પ્રકારની અછત આવવા દઇશ નહીં. આ પહેલાં શિવસેનાના મુખપત્ર સામનાએ પણ યુપીમાં ફિલ્મ સિટી સ્થાપનાને લઇ યોગી પર નિશાન સાંધ્યું હતું.

image source

વિગતે વાત કરીએ તો સામનાએ ત્યારે લખ્યું હતું કે જ્યારે લોકડાઉન અને કોરોનાના લીધે ફિલ્મ સિટી બંધ છે ત્યારે યોગીજી નવી ફિલ્મ સિટી બનાવાની વાત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સલાહકારોના માર્ગદર્શનની સાથે આ કામ શરૂ કરાશે અને આવતા અઢી વર્ષની અંદર આ કામ પૂરું કરી લેવાશે. આ બધુ થયા બાદ પણ મુંબઇની ફિલ્મ સિટીનું મહત્વ ઓછું થશે નહીં. કાશ્મીરમાં ફિલ્મ સિટી શરૂ કરવાની ભાજપને સલાહ આપી હતી. તો વળી શિવસેના એ ભાજપ પર આરોપ મૂકયો કે મુંબઇથી બોલિવુડને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું ષડયંત્ર કરાઇ રહ્યું છે. પરંતુ અમે તેને પૂરું થવા દઇશું નહીં.

image source

શિવસેનાએ કહ્યું હતું કે, મુંબઇ મહારાષ્ટ્રની આર્થિક રાજધાની જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજધાની પણ છે. આજે બોલિવુડમાં હોલિવુડને ટક્કર આપનાર ફિલ્મો બની રહી છે. દુનિયાભરમાં બોલિવુડ કલાકારોને ચાહનાર લોકો હાજર છે. મનોરંજન ક્ષેત્ર એક મોટું ઉદ્યોગનું ક્ષેત્ર બની ચૂકયું છે. અહીં અસંખ્ય લોકોને રોજગારીની તક મળે છે. સિનેમાના લીધે પોતાના કલાકાર લોકપ્રિય હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાંક લોકોના કારણે બોલિવુડને બદનામ કરવાનું પણ ષડયંત્ર થઇ રહ્યું છે જે ખૂબ જ દુ:ખદ છે. જો કે એક તરફ હાલમાં બોલિવૂડમાં ડ્રગ્સ કાંડ પણ મોટાપાયે ખુલી રહ્યો છે અને નવા નવા લોકોના નામ સામે આવી રહ્યા છે.

image source

બોલિવૂડમાં ડ્રગ્સ કાંડની વાત કરીએ તો મળતી માહિતી મુજબ ડ્રગ્સ રેકેટમાં એનસીબીની રડાર પર 50 ફિલ્મી કલાકાર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમાં કેટલાક B ગ્રેડ ફિલ્મો સાથે પણ જોડાયેલા છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલિવૂડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક છે અને તેની સંખ્યા 50 કરતા પણ વધારે છે. તેમાં કેટલાક એ ગ્રેડના અભિનેતા, પ્રોડ્યુસરના નામ સામેલ છે. એનસીબી પેડલર્સની પૂછપરછના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બધાની વિરૂદ્ધ શરૂઆતમાં પૂરાવાઓ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેના પછી દરેકને સમન્સ મોકલવામાં આવશે.