અમિતાભથી લઇને આ સ્ટાર્સના બંગલાની જોઇ લો બહારની તસવીરો, જે દેખાવમાં કેટલા મસ્ત છે

બોલીવૂડ સ્ટાર્સના ઘર બહારથી કંઈક આવા લાગે છે – રેખાનું ઘર તો તમે જોયું જ નહીં હોય

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન હંમેશા ઇદ, દિવાળી, તેમજ પોતાના બર્થડે જેવા અવસરો પર પોતાના ઘરની બહાર નીકળીને પ્રશંસકોનું અભિવાદન કરતા હોય છે. તેમના ઘરની અંદરની તસ્વીરો તો ઘણીવાર સામે આવતી રહે છે, અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે તેઓ કેટલી લક્ઝરિયસ લાઈફ જીવતા હોય છે. પણ આ ઉપરાંત બોલીવૂડના એવા કેટલાક સિતારાઓના ઘર તમે ભાગ્યે જ તસ્વીરોમાં જોયા હશે. તો ચાલો આજે અમે તમને બીજા બોલીવૂડ સ્ટાર્સના ભવ્ય ઘર બતાવીએ જ્યાં તેઓ પોતાનું આલિશાન જીવન જીવે છે. જો કે આજે અમે તમને તેમના ઘરની અંદર નહીં પણ તેમના ઘરની બહારની તસ્વીર બતાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈએ.

અક્ષય કુમાર

image source

અક્ષય કુમારના ઘરની અંદરની તસ્વીર તો તમે અરનવાર જોતા જ રહેતા હશો. ક્યારે કે તે પોતાની કોઈ સેલ્ફી શેર કરે ત્યારે પણ તેના ઘરની અંદરની ઝલક દેખાઈ જાય છે તો ક્યારેક તેની પત્ની ટ્વિકલ ખન્ના પણ તસ્વીરો શેર કરતી હોય છે. અક્ષયનું ઘર સમુદ્રના કિનારે વસેલું છે. પોતાની કેરિયરના શરૂઆતના દિવસોમાં અક્ષય કુમાર આ પ્રોપર્ટીની સામે એક ફોટો શૂટ કરવા માગતો હતો પણ તેને રજા નહોતી મળી. આજે તે આ જ બંગલાનો માલિક છે. અક્ષય આ ઘરમાં પોતાની પત્ની ટ્વિંકલ, અને બન્ને દીકરા તેમજ માતા સાથે રહે છે. અક્ષયનો નજીકનો પાડોશિ રિતિક રોશન છે.

આમીર ખાન

image source

આ તસ્વીર છે બોલીવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમીર ખાનના ઘરની જે તેની જેમ જ પર્ફેક્ટ છે. આમિર પોતાના પત્ની કિરણ રાવ અને દીકરા આઝાદ સાથે બાન્દ્રા સ્થિત બેલા વિસ્ટા અપાર્ટમેન્ટમાં રહે છે. તેના ઘરની ખાસ વાત એ છે કે તે મોડર્ન એશિયન યુરોપિયન સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચન

image source

અમિતાબ બચ્ચનના મુંબઈમા બે બંગલો છે એક પ્રતિક્ષા અને એક છે જલસા. તે પોતાના સંપૂર્ણ કુટુંબ સાથે જલસામાં રહે છે. દર રવિવારે સેંકડો ફેન્સનું તેઓ બંગલાના પ્રાંગણમાં ઉભા રહીને અભિવાદન કરે છે. અમિતાભનો આ બંગલો મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલો છે.

રેખા

image source

રેખા બાંદ્રા સ્થિત એક ભવ્ય બંગલામા રહે છે. તેનું આખું ઘર વૃક્ષો તેમજ વાંસથી ઢંકાયેલું છે. રેખાની બાલકનીથી ફરહાન અખ્તરના ઘરની લોન દેખાય છે. એકવાર ફરહાને જણાવ્યું હતું કે જ્યારે તે બાળપણમાં મિત્રો સાથે રમતો હતો ત્યારે ઘણીવાર રેખા તેની તસ્વીરો ખેંચીને તેને મોકલતી હતી.

સલમાન ખાન

image source

સલમાન ખાનના અપાર્ટમેન્ટનું નામ છે ગેલેક્સી. આ એપાર્ટમેન્ટ આખે આખું સલમાન ખાનનું જ છે અને તેના કારણેમે ગેલેક્સી એપાર્ટમેન્ટનું નામ ખૂબ પ્રખ્યાત છે. છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધારે સમયથી તેમનું કુટુંબ અહીં રહે છે. સલમાન પોતાના સંપૂર્ણ કુટુંબ સાથે અહીં રહે છે.

શાહરુખ ખાન

image source

શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત છે. શાહરુખના આ બંગલાની સંપુર્ણ સજાવટ તેની ઇન્ટીરીયર ડીઝાઈનર પત્ની ગૌરી ખાને કરી છે. ગૌરી એક ઇન્ટિરિયર ડિઝાઈનર સ્ટુડિયો પણ ધરાવે છે અને પોતાની કેરિયમાં ઘણી સફળ છે. શાહરુખે આ બંગલો ખરીદ્યો તે પહેલાં આ બંગલાનું નામ વિલા વિએના હતું.

હેમા માલિની

image source

વિતેલા જમાની અત્યંત સફળ અભિનેત્રી અને ધરમ ગરમના પત્ની હેમા માલિની મુંબઈના જુહૂ ખાતે આલિશાન બંગલો ધરાવે છે. તેમનો આ બંગલો હરિયાળીથી ભરેલો છે. તેણી અહીં પોતાની બન્ને દીકરીઓ સાથે રહે છે. જો કે હાલ બન્ને દીકરીઓને પરણાવી દેવામાં આવી છે.

શત્રુગ્ન સિન્હા

image source

શત્રુગ્ન સિન્હાના ઘરનું નામ અનોખું છે, તેના બંગલોનું નામ રામાયણ છે. તેમની સાથે આ બંગલામા તેમના પત્ની પૂનમ સિન્હા, દીકરી સોનાક્ષી સિન્હા અને બે દિકરા લવ-કુશ રહે છે. પહેલાં આ એક બંગલો હતો પણ ત્યાર બાદ જગ્યા ખૂટતા તેમણે તેને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં કન્વર્ટ કરી લીધો હતો.

અનિલ કપૂર

image source

અનિલ કપૂર પણ મુંબઈના અત્યંત પોશ વિસ્તાર એવા જુહૂ ખાતે ભવ્ય બંગલો ધરાવે છે. અનિલ અહીં પોતાની પત્ની સુનીતા કપૂર, દીકરી રિયા કપૂર, અને દીકરા હર્ષવર્ધન કપૂર સાથે રહે છે.

સૈફ અલી ખાન – કરીના કપૂર ખાન

image source

પટૌડી ખાનદાનના નવાબ અને એક જમાનાની બોલીવૂડની જાણીતી અભિનેત્રી શર્મિલા ટેગોરનો દીકરો એવા સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર ખાન અને દીકરા તૈમુર સાથે બાન્દ્રા સ્થિત ફોર્ચ્યૂન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઉપરાંત તે ગુડગાંવ તેમજ ભોપાલમાં પણ આલીશાન બંગલા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.