જાણો સ્કિન ટોન અને બોડી-સ્ટ્રક્ચર પ્રમાણે કેવા કલરના કપડા તમારી પર્સનાલિટીમાં કરશે ડબલ વધારો…

કોઇ પણ પ્રકારના કપડાની ખરીદી કરતા પહેલા તેના કલર પર ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા સ્કિન ટોન પ્રમાણે કલર પર ધ્યાન નથી આપતા તો તેનાથી તમારી પર્સનાલિટી પર એક ખરાબ અસર પડે છે અને એ કપડા તમારા પર પ્રોપર રીતે સૂટ પણ થતા નથી. આ માટે જરૂરી છે કે તમે તમારા કપડાની ખરીદી જ્યારે પણ કરો ત્યારે એકદમ ચોઇસથી કરો જેથી કરીને સારા લાગે. તો આજે અમે તમને જણાવીશું કે કલરની ચોઇસ કરતી વખતે કઇ-કઇ બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

10 Timeless, Fashionable Pieces of Clothing All Women Should Own
image source

– જો કે કલરની ચોઇસ બહુ પર્સનલ હોય છે. વ્યક્તિ પોતાની પર્સનાલિટી મુજબ કલર ચૂઝ કરે છે. જ્યાં સુધી પોતાની મનગમતી વસ્તુ સ્પેસિફિક કલરમાં મળતી નથી ત્યાં સુધી તે ખરીદતી નથી. મોટે ભાગે લોકો બ્રાન્ડેડ કપડાં પહેરવાનું પ્રિફર કરે છે, કારણકે લોકો એવુ વિચારતા હોય છે કે જો કપડાં બ્રાન્ડેડ હશે તો જ સારાં લાગશે, પરંતુ એવું નથી હોતું.

– કલરની પસંદગી હંમેશા સ્કિન-ટોનના હિસાબે કરો જેમ કે જો તમારી સ્કિન ઊજળી હોય તો તમે ડાર્ક શેડ પસંદ કરી શકો. ડાર્ક શેડ પહેરવાથી એક પ્રોમિનન્ટ લુક આવે છે અને કોન્ફિડન્સ વધે છે. જ્યારે ડાર્ક સ્કિન-ટોનવાળા લાઇટ કલર પસંદ કરી શકે. લાઇટ કલર સોબર લુક આપે છે.

image source

– ડાર્ક કલર અને લાઇટ કલરનાં કપડાં સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું, જેમ કે ડાર્ક કલર જ્યારે ઓછો પહેરવામાં આવે છે ત્યારે એની ઇમ્પેક્ટ વધારે પડે છે. જેમ કે માત્ર રેડ કલરનો બોડી-હગિંગ ડ્રેસ કે પછી બ્લેક કલરનો ઓફ-શોલ્ડર શોર્ટ ડ્રેસ કેમ ન હોય. જ્યારે લાઇટ કલરનાં કપડાંને વોલ્યુમાઇઝ લગાડવા માટે એને થોડો વધારે પહેરવો પડે છે. જેમ કે ગોલ્ડન કલરનો ફ્લોર-લેન્ગ્થનો અનારકલી ડ્રેસ.

image source

– કલર ચોઇસ તમે બોડી-સ્ટ્રક્ચર પ્રમાણે પણ કરી શકો, જેમ કે જો તમારી હેવી બોડી હોય તો તમે બ્લેક કલર પહેરી શકો. બ્લેક કલરથી થોડો નેરો લુક આવે છે. બ્લેક કલર તમારી બોડી-ફ્રેમને કટ કરે છે.

– જ્યારે તમને સુસ્તી ફીલ થતી હોય ત્યારે હેવી બોડીવાળાઓએ ડાર્ક ઓરેન્જ કલર પહેરવો અને જેમનું સુડોળ શરીર છે તેઓ લાઇટ યલો કલર પહેરી શકે. સુડોળ શરીરવાળા પેસ્ટલ કલર પહેરી શકે. પેસ્ટલ કલર પહેરવાથી શરીરનાં અંગઉપાંગો બરાબર દેખાય છે.

image source

– જો હેવી બોડીવાળા પેસ્ટલ શેડનાં કપડાં પહેરશે તો જે અંગો દેખાડવાના નથી જેમ કે વધેલી પેટ કે સાથળ પરની ચરબી એ તરત જ દેખાશે. એટલે હેવી બોડીવાળાઓએ ખાસ કરીને ડાર્ક કલર જ પહેરવા.

How to shop for clothes effectively | The Material Girls Quilting
image source

– આમ જો વાત કરીએ તો દરેક કલરની એક અલગ ઓળખ હોય છે, જેમ કે રેડ કલર શુકનિયાળ છે તેમજ સેન્સ્યુઅલ છે. બ્લેક કલર પાવર, સોફિસ્ટિકેશન અને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ છે જ્યારે બ્લુ કલર કામનેસ અને યુથફુલનેસ સૂચવે છે. યલો કલર સનશાઇન, હોપ અને ઓપ્ટિમિઝમનો છે જ્યારે ગ્રીન કલર નેચર, એન્વાયર્નમેન્ટ અને યુથ સૂચવે છે.

તમને આ પણ વાંચવું ગમશે.

આ ભારતીય શેફે 1 રૂપિયામાં ઇડલી વેચતા અમ્માને પહોંચાડ્યુ રાશન, જાણો વધુ વિગતો તમે પણ


સંબંધોને મજબૂત બનાવવા માટે વિરાટ-અનુષ્કા પાસેથી આ ટિપ્સ લેવા જેવી છે…

મહિલા IPS અધિકારીએ એકલે હાથે માત્ર 15 જ મહિનામાં 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા અને 64 ની ધરપકડ કરી…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.