જાણો એવુ તો શું થયુ કે, કરણ જોહર ના કરી શક્યો એકતા કપૂર સાથે લગ્ન
મુંબઇ: એકતા કપૂર અને કરણ જોહર બંને ખૂબ જ સારા મિત્રો છે અને પોતપોતાના ક્ષેત્રમાં તેઓ ખૂબ સફળ પણ છે. તેમની દોસ્તી વિષે આખું બોલિવૂડ જાણે છે. આટલું જ નહીં બંને વચ્ચે ઘણી સમાન બાબતો પણ છે, જેમાં સ્ટાર કિડથી લઈને સરોગસી દ્વારા માતા-પિતા બનવા સુધીની ઘણી વાતો જોડાયેલ છે.

આટલું જ નહીં, બંને વચ્ચે બીજી પણ એવી ઘણી બાબતો છે, જે જાણીને તમે દંગ રહી જશો. પરંતુ આ બધા વચ્ચે તેઓ તેમની સમાનતાઓ સિવાય તેમના લગ્નના સમાચારોને કારણે ચર્ચાઓમાં છે. પણ એવા ઘણા ઓછા લોકો છે જે જાણે છે કે એક સમય હતો, જ્યારે તેમના લગ્નના સમાચારો (કરણ જોહર અને એકતા કપૂર લગ્ન) બધે જ હતા અને મીડિયા તો આ બધા પર ખાસ ધ્યાન રાખતું હતું. જો કે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ બાબત જાહેર થઇ હતી.

કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો મને અને એકતાને યોગ્ય પાર્ટનર નહીં મળે, તો અમે બંને એક બીજા સાથે લગ્ન કરી લઇશું. મારા અને એકતાના લગ્નથી કોઈને ખુશી થાય કે ન થાય, પણ મારી માતાને તો અત્યંત ખુશી મળશે જ. કારણ કે, જો મારા અને એકતાના લગ્ન થાય, તો એમને એકતાની સીરીયલમાં આગળ શું થવાનું છે એ પહેલાથી જ ખબર પડી જાય.’

આપને જણાવી દઈએ કે એકતા કપૂર અને કરણ જોહર બહુ સારા સારા બોન્ડ શેર કરે છે, જેના કારણે તે બંને સોશ્યલ મીડિયા પર પણ એક બીજાની પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપતા રહે છે. તાજેતરમાં જ્યારે કરણ જોહરે તેની એક તસવીર શેર કરી હતી, જેમાં તે સફેદ વાળમાં જોવા મળી રહ્યો હતો. અહી એકતા કપૂરે કમેન્ટ કરીને કરણ જોહરને એમની સુપરહિટ સીરીયલ કસૌટી જિંદગી કી માં મિસ્ટર બજાજના રોલ માટે ઓફર કરી દીધી હતી.

એકતા કપૂરે કરણ જોહરના આ ફોટા પર કમેન્ટ કરીને મિસ્ટર બજાજના રોલ માટેની ઓફર કરતાં લખ્યું હતું કે, “મારી ટીવી સિરિયલ પહેલાથી જ ચાલી રહી છે, આ સીરિયલમાં મિસ્ટર ઋષભ બજાજના વાળ સફેદ છે અને તે દેખાવે બહુ હોટ છે. અમે સિરિયલોમાં ચહેરા બદલતા રહીએ છીએ એટલે જો તમે ઇચ્છતા હોવ તો કૃપા કરીને ટીવી પર આવી જાઓ. અહિયાં પ્રેક્ષકોને ખુશ કરવા વધુ સરળ છે. ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.