જાણો કાલ સર્પ દોષ એટલે શું અને તેનાથી થતી અસરો વિશે..

કાલસર્પ યોગના બાર પ્રકાર અને તેની અસરો જાણો

image source

હીન્દુ ધર્મમાં કુંડળીનું વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ સારા પ્રસંગમાં તે પછી લગ્ન હોય, કે પછી વ્યક્તિના ભવિષ્યને લઈને કોઈ મહત્ત્વના પ્રસંગની વાત થઈ રહી હોય ત્યારે તેમની કુંડળીનો અભ્યાસ જ્યોતિષ દ્વારા કરાવવામાં આવે છે જેથી કરીને એ જાણી શકાય કે તેના માટે શું યોગ્ય રહેશે અને શું નહીં. તેમજ તેના કામમાં કુંડળીમાં રહેલા દોષના કારણે જો અડચણ આવે તો તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય.

image source

કુંડળીમાં રહેલા કાલસર્પ દોષને હંમેશા એક મોટો દોષ ગણવામાં આવે છે અને તેના કારણે જાતક ભયભીત પણ થઈ ઉઠે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, આપણી કુંડળીમાં 12 પ્રકારના કાલ સર્પ દોષ બનતા હોય છે અને તે બધામાં જરૂરી નથી કે તે કાલસર્પ દોષ તમને નુકસાનકારક જ હોય. કેટલાક કાલસર્પ દોષ એવા પણ હોય છે જે જાતકોને હકારાત્મક પરિણામો પણ આપે છે. પણ તે બધું તમારી કુંડળીમાં રહેલા રાહુ અને કેતુની સ્થિતિ પર આધાર રાખે છે. તો ચાલો સૌપ્રથમ તો પહેલા એ જાણીએ કે કાલસર્પ દોષ શું છે ? અને તે કુંડળીમાં કેવી રીતે બને છે ?

image source

શું છે કાલસર્પ દોષ ?

જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુની મધ્યમાં બધા જ ગ્રહો આવી જાય ત્યારે કુંડળીમાં કાલસર્પ દોષ બને છે. કાલસર્પ દોષ બે શબ્દોના સંયોજનથી બને છે. તેમાં રહેલો પહેલો શબ્દ કાળ એટલે કે મૃત્યુ જ્યારે બીજો શબ્દ છે સર્પ, જેનો અર્થ સાપ છે એટલે કે તેનો સંબંધ સાપ સાથે છે. કુંડળીમાં કાલસર્પ યોગની અસરથી વ્યક્તિએ માનસિક તકલીફો સહન કરવી પડે છે. અને સાથે સાથે બીજી કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો આ જાતકોને કરવો પડતો હોય છે.

image source

કુંડળીમાં 12 પ્રકારના કાલસર્પ દોષ તેમજ તેની અસરો વિષે જાણો

અનંત કાલસર્પ યોગ – લગ્નથી સપ્તમ ભાવ સુધી બનનારા આ યોગની અસરથી જાતક માનસિક અશાંતિ અનુભવે છે તેમજ તેણે જીવનમાં અસ્થિરતા અને અનન્ય સંઘર્ષનો સામનો કરવો પડે છે.

વાસુકી કાલસર્પ યોગ – આ યોગ ત્રીજાથી નવમાં ભાવની મધ્યમાં બને છે. જેના પ્રભાવથી ભાઈ ભાંડરડાઓ વચ્ચે મનદુઃખ ઉભા થાય છે તેમજ જાતકે પોતાના પરાક્રમને વધારવા તેમજ વેપાર ધંધામાં સફળતા મેળવવા માટે અત્યંત સંઘર્ષ કરવો પડે છે.

પદ્મ કાલસર્પ દોષ – પાંચમાથી અગિયારમાં ભાવમાં રાહુ કેતુ હોવાથી આ યોગ બને છે જેના કારણે સંતાન સુખમાં અભાવ તેમજ મિત્રો, સગાસંબંધીઓ સાથે વિશ્વાસઘાતની શક્યતાઓ રહે છે.

image source

તક્ષક કાલસર્પ યોગ – સાતમાંથી લગ્ન સુધી રાહુ-કેતુ વચ્ચે પડનારા આ યોગનો પ્રભાવ આ જાતકના દાંપત્ય જીવન પર પડે છે. તેમજ તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

કુલિક કાલસર્પ યોગ – બીજાથી આંઠમાં સ્થાન સુધી પડનારા આ યોગના કારણે આ જાતક કડવી ભાષાનો હોય છે અને ક્યાંકને ક્યાંક તેણે કૌટુંબીક ક્લેષનો પણ સામનો કરવો પડે છે, પણ જો આ જાતકનો રાહુ બળવાન હોય તો તેમને આકસ્મિક ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે.

વિષધર કાલસર્પ યોગ – અગિયારમાં ભાવથી પાંચમા ભાવ વચ્ચે રાહુ-કેતુની અંદર પડનારા ગ્રહો દ્વારા આ યોગ બને છે. તેમાં જાતકને આંખની પીડા, હૃદય રોગની સમસ્યા રહે છે તેમજ મોટા ભાઈઓ સાથેના સંબંધો પણ વણસે છે.

કર્કોટક કાલસર્પ યોગ – આંઠમાંથી બીજા ભાવ સુધી આ યોગ બને છે જેમાં જાતકે આર્થિક નુકસાન, પોતાના અધિકારીઓ સાથે મનદુઃખ તેમજ પ્રેત તેમજ બાધાઓનો સામનો કરવો પડે છે. તેના પોતાના જ લોકો હંમેશા તેની વિરુદ્ધ ષડયંત્રો રચ્યા કરે છે.

image source

પાતક કાલસર્પ યોગ – દસમાથી ચોથા ભાવ વચ્ચે આ યોગ બને છે. આ યોગના પ્રભાવથી જાતકને માતા પિતાનું સ્વાસ્થ્ય તેમજ રોજગાર ક્ષેત્રમાં અડચણોનો સામનો કરવો પડે છે. નોકરીમાં અસ્થિરતા આવી શકે છે તેમજ બદલીઓ પણ થયા કરે છે.

શેષનાગ કાલસર્પ યોગ – બારમાં ભાવથી છઠ્ઠા ભાવની મધ્યમાં બનતા આ યોગથી જાતકને આંખની તકલીફ ભોગવવી પડે છે તેમજ તેણે કોર્ટ-કચેરીઓના ધક્કા પણ ખાવા પડે છે.

મહાપદમ કાલસર્પ યોગ – છઠ્ઠાથી બારમાં ભાવ વચ્ચે આ યોગ પડે છે. આ જાતકો, આર્થિક દેવા, બીમારી તેમજ દુશ્મનોથી પરેશાન રહે છે. અને આવા જાતકોના કાર્યક્ષેત્રમાં શત્રુઓ હંમેશા અડચણો ઉભી કરતા રહે છે, તેમજ આવા જાતકોને તેના પોતાના લોકો જ નીચું દેખાડવાના પ્રયાસ કરતા રહે છે.

image source

શંખનાદ કાલસર્પ યોગ – આ યોગ નવમાંથી ત્રીજા ભાવ વચ્ચે નિર્મિત થાય છે. આ યોગના પ્રભાવથી કામમાં અડચણો આવે છે, અધિકારીઓ સાથે મનદુઃખ થાય છે, તેમજ જાતક કોર્ટ-કચેરીઓની બાબતમાં ગુંચવાઈ જાય છે તેમજ તેને વધારે અને વધારે વિદેશ પ્રવાસ કરવો પડે છે.

શંખપાલ કાલસર્પ યોગ – આ યોગ ચોથાથી દસમાં ભાવની મધ્યમાં ઉદ્ભવે છે. તેની અસરથી જાતકમાં માનસિક અશાંતિ તેમજ મિત્રો તેમજ સંબંધીઓમાં દગો થવાનો યોગ બને છે. આ ઉપરાંત આવા જાતકોએ શિક્ષણ તેમજ કમ્પિટિશનમાં પણ ખૂબ સંઘર્ષ કરવો પડે છે.

ક્યારે થાય છે કાલસર્પ દોષની અસર ?

જ્યારે રાહુની મહાદશા, અંતર્દશા અથવા તો પ્રત્યંતર્દશા આવે છે ત્યારે

image source

આ ઉપરાંત જ્યારે પણ ગોચર દરમિયાન રાહુ અશુભ ચાલી રહ્યો હોય ત્યારે

તેમજ જ્યારે પણ ગોચરમાં કાલસર્પ યોગની શ્રૃષ્ટિ હોય ત્યારે.

આ કાલસર્પ દોષની અસર કેટલી જોખમી હોઈ શકે છે ?

image source

કાલસર્પ દોષ ધરાવતા જાતકે માનસિક તેમજ શારીરિક તકલીફો ભોગવવી પડે છે. ભાઈ-બહેન તેમજ ઓળખીતાઓ આ કાળમાં તમને દગો પણ દઈ શકે છે. તેની અસરથી પૈતૃક સંપત્તિનો નાશ થાય છે. જાતકમાં રહેલા આ દોષથી તેમના સંતાનને પણ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેમજ તમારા શત્રુઓ તરફથી પણ મુશ્કેલીઓ વધી શકે છે. કાયદાકીય કામોમાં પણ અડચણો આવી શકે છે. આ ઉપરાંત આ દોષ ધરાવતી વ્યક્તિને ખરાબ સ્વપ્નો આવતા રહે છે તેમજ ઉંઘ નહીં આવવાની સમસ્યા પણ ઉભી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.