મહેનત – જાણો રાજસ્થાનનાં આ 88 વર્ષીય વ્યક્તિને 20 વર્ષની મહેનત બાદ શું મળ્યું ?

કઈંક કરી દેખાડવા માટે તક અને મૌસમ નહીં ફક્ત દ્રઢ આત્મવિશ્વાસ જોઈએ. સાધન સામગ્રી બધું જ મળી રહેશે જો તમારા પાસે સંકલ્પ રૂપી ધન હશે તો. તમારા પૈકી અમુકને થશે કે આ બધી ફિલોસોફીની વાતો કહેવાય તેને વાસ્તવિક જીવન સાથે ક્યાં કંઈ લેવાદેવા હોય છે.

પરંતુ સાવ એવું નથી ઉપરોક્ત વાતોને રાજસ્થાનના એક 88 વર્ષીય વ્યક્તિએ ચરિતાર્થ કરી દેખાડી સાબિત કરી દીધું કે લક્ષ્યને પામવા ઉંમર, તક કે માહોલ કંઇ જરૂરી નથી. ફક્ત દ્રઢ આત્મવિશ્વાસ અને ખંત જોઈએ.

image source

જો તમારે આ ઉનાળે રાજસ્થાન ફરવા જવાનું થાય તો ત્યાંના નોખા શહેરનાં રોડા રોડ, ગૌતમનગર વિસ્તારની મુલાકાત અવશ્ય લેજો. કારણ કે ત્યાં તમને ચારેબાજુ લહેરાતા અને લીલાછમ ફળોના 15 વીઘામાં ફેલાયેલા બગીચા જોવા મળશે. તમને થશે કે રાજસ્થાન એટલે મોટેભાગે રણપ્રદેશ અને ત્યાં આવા બગીચા ક્યાંથી ?

પરંતુ નોખા શહેર નિવાસી 88 વર્ષના કન્હૈયાલાલ પંચારિયાએ આ રેતાળ પ્રદેશના ગૌતમનગર વિસ્તારમાં લાખો વૃક્ષો વાવી, માવજત કરી રણની બંજર જમીનને લીલીછમ અને હરીભરી કરવામાં ચેન્જ મેકરનો ભાગ ભજવ્યો છે.

image source

20 વર્ષ પહેલાં ભર્યું હતું પહેલું પગલું

કહેવાય છે ને કે માઈલો લાંબી મુસાફરીની શરૂઆત પણ એક નાનકડા પગલાંથી જ થાય છે. એવું જ કન્હૈયાલાલ પંચારિયાના કિસ્સામાં બન્યું છે. આજથી 20 વર્ષ પહેલાં તેઓએ રાજસ્થાનના પુષ્કર ખાતેથી 3.5 લાખ રૂપિયાનાં અલગ અલગ પ્રકારના છોડ ખરીદ્યા હતા અને ગૌતમનગર ખાતે પોતાના રેતીના ધોરીયાઓમાં (હાલ બગીચો) વાવ્યા હતા. જે પૈકી 85% છોડવા સફળ રીતે ઊગી ગયા છે અને ફળ ફૂલ પણ આપતા થઈ ગયા છે.

image source

સેંકડો પ્રકારનાં ફળ અને ફૂલ

કન્હૈયાલાલ પંચારિયાનાં બગીચામાં હાલ કેરીના 100 વૃક્ષો, ચીકુના 20 વૃક્ષો, સંતરાના 22 વૃક્ષો, આમલીના 25 વૃક્ષો, મોસંબીના 15 વૃક્ષો, જાંબુના 75 વૃક્ષો, લીચીના 25 વૃક્ષો, દાડમના 50 વૃક્ષો, જામફળના 85 વૃક્ષો, લીંબુના 50 છોડ, ખજૂરના 15 વૃક્ષો, નારિયેળના 50 વૃક્ષો, કેળાના 50 વૃક્ષો, સીતાફળના 60 વૃક્ષો, રામફળના 30 વૃક્ષો, જેકફ્રુટના 25 વૃક્ષો અને બદામના 40 થી વધુ વૃક્ષો ઉગાડેલા છે. તે ઉપરાંત તેમના બગીચામાં ફક્ત ફળોના જ નહીં પરંતુ જાતજાતનાં ફૂલોની ફોરમ પણ મહેકે છે.

વૃક્ષોની સાર-સંભાળ રાખવાનો હતો શોખ
કન્હૈયાલાલ પંચારિયા પોતાના શહેર નોખામાં “મહારાજ” ના ઉપનામથી ઓળખાય છે. તેઓનું મુખ્ય કામ તો પૂજાપાઠ કરવાનું છે પરંતુ ફૂલ-છોડ વાવવા અને તેનો ઉછેર કરવો તે એમનો પસંદગીનો શોખ હતો. તેઓના આ શોખને કારણે આજે એક રણપ્રદેશ જેવા વિસ્તારમાં લીલોછમ બગીચો મહેકી રહ્યો છે.

તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, અને દરરોજ આવી અનેક જાણી અજાણી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.