ત્રણ દિલવાળી અનોખી માછલી કેમ છે આટલી કિંમતી, જાણો તમે પણ અહિંયા

વિશેષતા એ પૃથ્વી પરનું એક અદ્ભુત સર્જન છે, જે ઈશ્વરે સર્જ્યું છે. પૃથ્વી પર અઢળક એવા જીવો છે જે અનોખા હોય છે. આવા જીવ અનોખા હોવા સાથે સાથે દુર્લભ પણ હોય છે, ભાગ્યે જ આવા જીવ જોવા મળતા હોય છે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે લોહીનો રંગ લાલ હોય છે પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે લોહીનો રંગ લીલો અને ભૂરો પણ હોઈ શકે છે. દરેક જીવ પાસે એક હ્રદય હોય છે, પણ શું કોઈના શરીરમાં ત્રણ હ્રદય હોઈ શકે…?

image source

વાંચીને નવાઈ ભલે લાગે પણ વાસ્તવમાં આ જ હકીકત છે, આપણી પૃથ્વી પર એક જીવ એવો પણ છે જેના લોઈનો રંગ લીલો અને ભૂરો છે અને એટલું જ નહી એના શરીમાં ત્રણ હ્રદય પણ છે. આ જીવ એક માછલી છે અને તેને કટલફીશના નામે ઓળખવામાં આવે છે. આ માછલી ઊંડા સમુદ્રની અંદર જોવા મળે છે.

image source

એક ખાસિયત બીજી એ છે કે આ માછલી પોતાના રંગને ઈચ્છા મુજબ બદલી પણ શકે છે, જેથી સમુદ્રમાં એને જોઈ શકવી મુશ્કેલ થઇ પડે છે. એના શરીરમાં સમાયેલા લીલા અને ભૂરા રંગના કારણે એના અંદર જ ખાસ પ્રકારનું પ્રોટીન પણ રહે છે. આ પ્રોટીનમાં તાંબુ હોય છે, જેના કારણે કદાચ એનું લોહી લીલું અને ભૂરું થાય છે.

image source

આ માછલીની ખાસિયત એના શરીરમાં ત્રણ દિલ હોય છે. તેમજ બીજી એક ખાસિયત એ છે કે એના પર દુશ્મન દ્વારા હુમલો થતા જ તે વિરોધમાં ઘાટા રંગનો ધુમાડો બહાર કાઢે છે જેના કારણે દુશ્મન આંધળો બની જાય છે.

image source

કટલફીશ માછલી એ દરિયામાં રહેતા કરોડરજ્જુ વગરના પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી જીવ ગણાય છે. ઓકટોપસની જેમ તેની પાસે પણ ચાર ભુજાઓ છે. એટલું જ નહી પણ તેનો શંખ બહારના ભાગમાં ન હોઈને અંદરના ભાગમાં હોય છે, જેથી તે સરળતાથી સમુદ્રના ઊંડાણમાં પહોચી શકે છે.

image source

આ માછલીની કુલ ૧૨૦ પ્રજાતિઓ છે અને દરિયામાં જ જોવા મળે છે. આ માછલીની અંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખુબ જ ઉંચી માંગ છે. આ માછલીને લોકો લાખો રૂપિયા આપીને પણ ખરીદવા માંગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.