આ રાજ્યમાં નહીં ફોડી શકાય ફટાકડા, જ્યાં છે આતિશબાજી અને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ

સુપ્રિમ કોર્ટેના નિર્દેશ મુજબ ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને તેમજ જાહેર જનતાની સલામતી માટે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે અને ફાટકડાની લુમ ફોડવા પર પોલીસ કમિશરને પ્રતિબંધ ફરમાવ્યો છે.

image source

આશ્ચર્યની વાત તો એ છે કે વિદેશી ફટાકડાના ધૂમ વેચાણ બાદ પોલીસે ચાઇનીઝ ફટાકડાના આયાત અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી આવા મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા હોવાથી પ્રદુષણના કારણે રાખી પણ શકાશે નહી ફોડી શકાશે નહી તેમજ વેચાણ કરી શકાશે નહી અને કોઇપણ પ્રકારના ચાઇનીઝ તુક્કલનુ ઉત્પાદન, વેચાણ તેમજ કોઇપણ સૃથળે ઉડાડી શકાશે નહી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે કોરોના મહામારીના આ સમયમાં જનતાના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે. જેથી રાજ્ય સરકારે કોરોનાની વચ્ચે ફટાકડાનું વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ જગ્યાઓ પર નહીં ફોડી શકાય ફટાકડા

image soucre

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસૃથાઓ ધાર્મિક સૃથળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવતા હોવાથી કોઇપણ ફટાકડા ફોડી શકાશે નહી, ઉપરાંત લોકોને અગવડ ઉભી ના થાય માટે તે હેતુસર બજારો, શેરીઓ લગીઓ અને જાહેર રસ્તા પર ફટાકડા ફોડી શકાશ નહી, તેમજ પેટ્રોલ પંપ ગેસના ગોદામો નજીક સળગી ઉઠે તેવા પાદાર્થોના ગોડાઉન નજીક ફટાકડા ફોડી શકાશે નહી.

image source

ગહેલોતે રવિવારે સાંજે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ‘નો માસ્ક નો એન્ટ્રી’ તથા ‘શુદ્ધ માટે યુદ્ધ’ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ બેઠકમાં અનલોક -6ના દિશા નિર્દેશો પર ચર્ચા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ફટાકડાથી નિકળનારા ઝેરી ઘુમાડાથી કોરોના રોગીઓને તથા સામાન્ય લોકોને સ્વાસ્થ્યની રક્ષા માટે ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવ્યો છે. ફિટનેસ વગર ધુમાડ઼ો કાઢનારા વાહનો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

image soucre

ગહેલોતે કહ્યું કે કોરોનાના સમયે લોકોનું સ્વાસ્થય સરકાર માટે સર્વોપરિ છે. તેમણે કહ્યું કે ફટાકડામાંથી નિકળતો ધુમાડ઼ો કોરોનાના દર્દીઓ માટે તથા તેમના હ્દય તથા શ્વાસના રોગિઓ માટે નુંકસાન કારક છે. દિવાળીમાં લોકો ફટાકડાથી બચે. વેચાણના સ્થાયી લાયસન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લગ્ન તથા અન્ય સમારોહમાં પણ ફટાકડા અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

image soucre

સીએમએ કહ્યું કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી તથા સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ગઈ છે. અનેક દેશો ફરી લોકડાઉન કરવા મજબૂરથયા છે. આપણે અહીં આવી સ્થિતિ ઉભી થવા ન દઈ શકીએ. જેને જોતા સાવધાની વર્તવી જરુરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 2000 ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા જલ્દી પુરી કરવામાં આવશે. પરિક્ષાન પરિણામોમાં પસંદગી ચિકિત્સકોને સમસ્ત પ્રક્રિયા 10 દિવસની અંદર પુરી કરી જલ્દી નિયુક્ત કરવામાં આવશે. જેનાથી મેડિકલ ક્ષેત્રમાં મદદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.