આ માછલીના દાંતનો એક ટુકડો લગાવેલી માળા વેંચાય છે લાખો રૂપિયામાં, બીજી આ અજાણી વાતો જાણીને આંખો થઇ જશે પહોળી

વિશ્વના લગભગ તમામ દેશોમાં વિવિધ સ્થળોએ ભારતીયો રહે છે. અમુક દેશો તો એવા છે ક્યાં ભારતીયોની વસ્તી નોંધપાત્ર છે. આવા દેશને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવતા હોય છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં આવેલો ફીજી નામનો દ્વિપિય દેશ છે જયાંની લગભગ 37 ટકા વસ્તી ભારતીય લોકોની છે અને તેઓ ત્યાં આજકાલથી નહીં પણ સેંકડો વર્ષોથી સ્થાયી છે.

image source

લગ્ન પહેલા મોટાભાગના પ્રેમી યુગલો પ્રેમ માટે ચાંદ તારા તોડી લાવવાની વાત કરતા હોય છે પરંતુ ફીજી દેશમાં મનપસંદ સ્ત્રી સાથે લગ્ન કરવા સર્પમ વ્હેલ માછલીનો દાંત તોડી લાવવો પડે છે. સમુદ્રની ઊંડાઈમાં ઉતરીને સર્પમ વ્હેલ માછલીનો દાંત લાવવો એટલે આસમાનમાંથી ચાંદ તારા તોડી લાવવા બરાબર જ છે. ફીજી દેશમાં પ્રચલિત આ પરંપરાને પ્રેમની સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે.

image source

ફિજીમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. તબુઆ નામથી ઓળખાતી આ પરંપરા અનુસાર લગ્નવાંછુક યુવકે લગ્ન કરવા માટે સર્પમ વ્હેલ માછલીનો દાંત લાવી પોતાના ભાવિ સસરાને આપવાનો હોય છે. જો કે હાલના સમયમાં તો કોઈ સમુદ્રના ઊંડાણમાંથી માછલીનો દાંત નથી લાવી શકતા એટલે આ કામ મરજીવાઓ પણ કરી આપે છે. અને ગ્રાહકો તેની પાસેથી માછલીના દાંતોની માળા કે કોઈ અન્ય એવી ચીજ ખરીદી ભેટ આપે છે.

image source

એવું મનાય છે કે આ દાંતમાં સુપર નેચરલ શક્તિ હોય છે અને તેના કારણે લગ્નમાં ભંગાણ નથી થતું. આ માન્યતા પર ફિજીના લોકોમાં એટલો ગાઢ વિશ્વાસ હોય છે કે ફીજીના 300 દ્વીપ સમૂહોમાં આ પ્રથામાં માનનારાઓની મોટી સંખ્યામાં છે. આ પરંપરાને પુરી કરવા માટે ઘણા ખરા લગ્નવાંછુક નવયુગલો સર્પમ વ્હેલ માછલીના દાંત શોધવા અને ખરીદવાની કામગીરીમાં જોતરાય જાય છે. લગ્ન સિવાય આ દાંતને જન્મ અને મરણના પ્રસંગે પણ ભેટ આપવાનો રિવાજ છે.

image source

જો કે વૈજ્ઞાનિકો હજુ સુધી એ રહસ્યને સમજી નથી શક્યા કે સર્પમ વ્હેલ માછલીનું શરીર અને તેના દાંત આટલા મજબૂત કેમ હોય છે ? સર્પમ વ્હેલ માછલી એક પ્રકારના ખાસ ઘોંઘા જ ખોરાક તરીકે ખાય છે જેથી તેને પોતાના દાંતની જરૂર જ નથી હોતી. આજના સમયમાં લગભગ ઘણા ખરા જીવજંતુના બિન ઉપયોગી અંગો ગાયબ થઈ ચુક્યા છે ત્યારે સર્પમ વ્હેલ માછલીના દાંત કેમ હજુ હોય છે તેનું કારણ પણ કોઈ નથી જાણતું.

image source

ફીજીમાં ફક્ત તબુઆ જ નહીં પણ અમુક અન્ય માન્યતાઓને કારણે પણ સર્પમ વ્હેલ માછલીનો શિકાર કરવામાં આવે છે. આ કારણે જ ત્યાં હવે આ પ્રજાતીની માછલીઓ દુર્લભ થઈ ગઈ છે. સર્પમ માછલીના દાંત એટલા કિંમતી થઈ ગયા છે કે તેના એક દાંતનો નાનકડો ટુકડો લગાવેલી માળા પણ લાખો રૂપિયામાં વેંચાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.