કિચનને ક્લિન રાખવા ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં થઇ જાય ચીજોનો ભરાવો…

ઘરનુ રસોડુ એક પવિત્ર જગ્યા છે. જો રસોડુ સ્વચ્છ ના હોય તો કામ કરવાની મજા પણ આવતી નથી. આ માટે જરૂરી છે કે, રસોડાને એકદમ ચોખ્ખુ રાખવુ. જો કે ઘણા લોકોના ઘરોમાં તમે રસોડુ જોયુ હશે તો તમને ખ્યાલ હશે કે, તે બહુ જ ગંદુ હશે અને બધી વસ્તુઓ પણ જેમ તેમ પડી હશે. જે ઘરોમાં રસોડુ ગંદુ હોય તે ઘરનુ પાણી પીવાનુ પણ અનેક લોકો ટાળતા હોય છે. જો કે રસોડા વિશે અનેક લોકોની ફરિયાદ હોય છે કે, રસોડાને ગમે તેટલુ ક્લિન કરીએ તો પણ તે ખૂબ જ જલદી ખરાબ થઇ જાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા ઇચ્છતા હોવ તો એકવાર આ ટિપ્સ પર નજર કરી લો.

image source

ચીજોનો ભરાવો ન કરો

એંઠી કે ધોયેલી ચીજોને સિન્કમાં ભરેલી ન મૂકી રાખો. એને તરત ડિશવોશરમાં કે પછી હાથથી ધોઈ નાખો અને ત્યારબાદ કોરી કરીને તરત જ એની જગ્યાએ મૂકી દો, કારણ કે જો ખરાબ ચીજો સિન્કમાં ભરી રાખશો તો એ જોવામાં સારું નહીં લાગે અને એની ગંદી વાસ પણ આવશે.

KITCHEN DESIGN TIPS: How To Create A Classic Kitchen
image source

ફ્રિજના ઉપરના ભાગને હંમેશાં સાફ રાખો

ફ્રિજના ઉપરના ભાગને હંમેશાં સાફ રાખો. અહીં તમે કુકિંગ બુક્સ રાખી શકો છો. જ્યારે જરૂર પડે ત્યારે જો રેસિપી બુક હાથવગી હશે તો વાપરવામાં સરળતા રહેશે. જોકે બુક્સને એમ જ મૂકી ન દો. અહીં એક નાનું બુક-સ્ટેન્ડ મૂકી શકાય.

image source

હેન્ગર લગાવો

જો તમારી કેબિનેટના નીચેના ભાગમાં જગ્યા હોય તો ત્યાં એક હેન્ગર લગાવો જેમાં તમે વાઇન ગ્લાસિસ અથવા ચમચા હેન્ગ કરી શકો.

image source

કાઉન્ટર ટોપનો ઉપયોગ

કાઉન્ટર ટોપ એટલે કે રસોડાનું પ્લેટફોર્મ, જે હંમેશાં ભરેલું ન લાગવું જોઈએ. પ્લેટફોર્મ પર જે પણ ચીજ રસોડામાં કામ આવનારી ન હોય એનો નિકાલ કરો. ફળોને પ્લેટફોર્મ પર આમ જ રાખી દેવા કરતાં એના માટે કોઈ સારી જગ્યા શોધો અથવા પ્લેટફોર્મ પર કોઈ ડિઝાઇનર સ્ટેન્ડ મૂકીને એના પર ફળો કે કોઈ બીજી ચીજ મૂકો. જેમ-તેમ મૂકવા કરતાં આ રીત સારી લાગશે.

image source

ટેક્નોલોજીનો વપરાશ

જે ચીજો ખરીદવાની હોય એ લખેલું લેબલ આખા ફ્રિજ પર લગાવીને રાખવું એ સારી વાત છે, કારણ કે આમ તમને ચીજો યાદ રહેશે. જોકે ડિઝાઇનર લુક તરીકે એ સારું નહીં લાગે. એટલે કોઈ સસ્તા રાઇટિંગ પેડ કે કૂપન-બોક્સમાં ઇન્વેસ્ટ કરો અને ચીજો એના પર લખીને રાખો.

image source

નકામી ચીજોને છુપાવો

આ દિવસોમાં મસાલાની નાની બરણીઓ અને વાસણોનાં નાનાં ડેકોરેટિવ સ્ટેન્ડ રસોડામાં ડેકોરેશનનો એક ભાગ બન્યાં છે, પણ આવી નાની ચીજોની સંખ્યામાં થોડો કન્ટ્રોલ કરો. કોફીમેકર, ઓટોમેટિક કેન ઓપનર, જૂસર વગેરે ચીજોના વપરાશ પર નહીં પણ દેખાડા પર થોડી લગામ મૂકો. જે પણ ચીજ પ્લેટફોર્મ પર રાખ્યા બાદ પણ બહારની તરફ લાગતી હોય એને કેબિનેટની અંદર રાખો અને જ્યારે જરૂર હોય ત્યારે જ બહાર કાઢો.

તમને આ પણ વાંચવું ગમશે.

હવે માત્ર તમે આટલી જ મિનિટમાં જાણી શકશો કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ?

કાળા માથાના માનવીએ કેવી કેવી અનોખી વસ્તુઓ શોધી છે એ તમે આ માહિતી પરથી જાણી શકશો…

પેટ્રોલપંપ પર કામ કરતા પિતાનો પુત્ર બન્યો પેટ્રોલિયમ કંપનીનો અધિકારી, જાણો કેટલુ મળ્યુ સેલેરી પેકેજ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.