આ કારણોથી પ્લેનમાં ટેકઓફ-લેન્ડિંગ સમયે બાથરૂમ ન વાપરવું, વાંચો આ જાણવા જેવી વિગતો…

મુસાફરી કરતા સમયે આપણે અનેક નિયમોનું પાલન કરવું જોઈએ, પછી આપણે મુસાફરી પ્લેનમાં કરીએ કે ટ્રેનમાં. મોટાભાગના લોકો આ નિયમો વિશે કંઈ જ જાણતા નથી હોતા. પ્લેનમાં ટેકઓફ અને લેન્ડિંગ સમયે આપણે અનેક કામ ન કરવા જોઈએ. આવું એટલા માટે કે, પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો સુરક્ષિત રહી શકે. વાસ્તવમાં પ્લેનમા સુરક્ષા એક મોટી ચેલેન્જ હોય છે. આ જવાબદારી માત્ર પાયલટ કે એર હોસ્ટેસની જ નથી હોતી. પ્રત્યેક સવારી પર આ વાત લાગુ પડે છે. ખાસ કરીને ટેકઓફ અને લેન્ડિંગના સમયે નિયમોનું ઉલ્લંઘન જિંદગીને જોખમમાં નાખી શકે છે.

Warming world could make it harder for planes to take off ...
image source

અસહજ સ્થિતિ

તમે સમજી શકો છો કે ટેકઓફ અને લેન્ડિંગના સમયે એક વ્યક્તિના બાથરૂમમાં રહેવાથી શું સમસ્યા થઈ શકે છે. આખરે એક વ્યક્તિ તો અંદર છે, તેથી કોઈ સમસ્યા નથી તેવું લોકો વિચારે છે. પણ આ વાતનું ધ્યાન હંમેશા રાખો કે પ્લેન ગુરુત્વાકર્ષણથી બહુ જ ઊંચાઈ પર છે, તેથી નીચે ઉતરતા અને ઉપર ચઢતા સમયે આ ગુરુત્વાકર્ષણ ઉલટુ કામ કરે છે. આવામાં બાથરૂમની અંદર રહેવાથી દરવાજાનો ખૂલી જવાનો ભય રહે છે. તેનાથી અસહજ સ્થિતિ પેદા થઈ શકે છે.

ઈજા થવી

બાથરૂમમાં સીટ બેલ્ટ નથી હોતા. તેનો મતલબ એ છે કે ટેકઓફ અને લેન્ડિંગ સમયે તમને ઈજા થઈ શકે છે. તમે ક્યાંક પડી શકો છો. એટલું જ નહિ, બાથરૂમમાં તમારી પડી જવાની શક્યતા પણ વધુ રહેલી છે.

Flights: Pilot reveals why plane takeoff is the part of a flight ...
image source

દુર્ઘટના

બાથરૂમમા વીજળી, પાણી અને કાગળ ત્રણેય વસ્તુઓ હોય છે. ટેકઓફ અને લેન્ડિંગ સમયે કોઈ પણ ઘટના ઘટે તો સૌથી પહેલા બાથરૂમમાં આગ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વીજળીથી તમને કરંટ પણ લાગી શકે છે.

Fear of flying (aviophobia): How to defeat it
image source

નિયમોને વાંચે

પ્લેનમાં મુસાફરી કરનારા લોકો માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. જરૂરી છે કે ટ્રાવેલ કરતા સમયે તમે એ નિયમોને વાંચો. તેમાં એમ પણ લખાયેલું હોય છે કે, ટેકઓફ અને લેન્ડિંગ સમયે બાથરૂમના ઉપયોગથી બચો. આ સીરિયસ થઈને વાંચવું અને સમજો કે, તમારી જિંદગી જોખમમા ન મૂકવી.

Flights: Doing this will help you combat fear of flying, experts ...
image source

ઝટકા લાગવા

ટેકઓફ અને લેન્ડિંગના સમયે ઝાટકા લાગવાની શક્યતા બહુ જ રહેલી છે. એટલું જ નહિ, મોટા ફોર્સની પણ શક્યતા રહે છે. આ ઝાટકા માટે આપણું શરીર ટેવાયેલું હોતું નથી. તેથી યોગ્ય એ છે કે, ટેકઓફ અને લેન્ડિંગ કરતા સમયે તમે સીટ બેલ્ટ બાંધીને તમારી સીટ પર જ બેસીને રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.