આપણા દેશમાં એકથી એક ચઢીયાતા પૌરાણિક મહેલ છે. તમે ક્યારેય લીધી છે મુલાકાત…
ભારતમાં એક એકથી ચઢિયાતા એવા ઐતિહાસિક કિલ્લાઓ છે, જેને જોવા માટે દેશવિદેશમાંથી લાયો પર્યટકો આવે છે. તેમાંથી એક છે રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો. ઝાંસીમાં આવેલ રાણી લક્ષ્મીબાઈના આ કિલ્લાને જોવા માટે દૂરદૂરથી લોકો આવે છે. આ કિલ્લો આજે પણ તેના ઈતિહાસને ધરબીને બેસેલો છે. જે તેની અનોખી શૌર્યગાથા રજૂ કરે છે. આજે રાણી લક્ષ્મીબાઈના આ સુંદર કિલ્લા વિશે જાણીએ.

બુંદેલખંડમાં આવેલ બરુઆ સાગર કિલ્લો મહારાણી લક્ષ્મીબાઈનો સમર પેલેસ કહેવાતો હતો. મહારાણી લક્ષ્મીબાઈ પહાડો અને હરિયાળીથી ઘેરાયેલા આ પેલેસમાં શાંતિની કેટલીક પળો વિતાવવા માટે આવતી હતી. આજે પણ આ કિલ્લો ભારતનુ ઐતિહાસિક એવું ફેમસ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે.

બુંદેલા રાજા ઉદિત સિંહ દ્વારા બનાવવામાં આવેલ આ કિલ્લામાં પાંચ ખંડ છે, જેમાં નાના-મોટા અનેક રૂમ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, આ કિલ્લો માત્ર રાણીઓ માટે જ બનાવાવમાં આવ્યો હતો, જેઓ ગરમીના દિવસોમાં અહીં રહેવા માટે આવતી હતી. તે ભારતના એકમાત્ર એવો કિલ્લો છે, જે નીચાણથી લઈને ઊંચાઈ સુધી બન્યો છે. આ કિલ્લાના ટોપ પરથી તમે આખા શહેરનો નજારો જોઈ શકો છો.

2.5 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા આ કિલ્લાની વચ્ચોવચ 30 મીટર ઊંચો રાજમહેલ છે, જે પંચમહેલ કહેવાય છે. આ કિલ્લામાં દેવી દુર્ગાને સમર્પિત એક મંદિર પણ આવેલું છે, જે ‘જરીના મઠ’ નામથી અહીં સ્થાનિકોમાં પ્રસિદ્ધ છે. આ કિલ્લામાં વાસ્તુકલાનું કામ પ્રિથારા શૈલીમાં કરવામાં આવ્યું હતું.

તમને જાણીને આશ્ચર્ય લાગશે કે, આ કિલ્લામાં ત્રણ ખાસ પ્રકારના કુવા બનાવવામાં આ્વયા હતા. જેને લોકો દ્વારા સજા આપવામાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. સજા આપવા માટે આરોપીઓને ભૂખ્યા-તરસ્યાં જ કુવાની અંદર છોડી દેવામાં આવતા હતા, જોકે ધીરે ધીરે આ કુવા મોતના કુવાના નામથી ફેમસ થઈ ગયા હતા.

આ ઉપરાંત અહીં એક સુંદર સરોવર પણ આવેલુ છે. આ સરોવર એટલું મોટું છે કે, તેના બીજા છેડે કંઈ જ દેખાતું નથી. ગરમીઓના દિવસોમાં તમે અહી બોટિંગની મજા પણ માણી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.