ટ્રેનના ડબ્બાના દરવાજા પાસે રહેલ બારી વિષે તમે નહિ જાણતા હોવ..

કદાચ તમે ન જાણતા હોય તો યાદ અપાવી દઈએ કે ભારતીય રેલવે એશિયા ખંડનું બીજું સૌથું મોટું રેલવે નેટવર્ક છે અને સરકારી માલિકી ધરાવતું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે ભલે હાલ લોકડાઉનને કારણે સીમિત સંચલન કરતુ હોય પરંતુ સામાન્ય દિવસોમાં ભરતીય રેલવે લાખો ભારતીયોને પોતાના નિયત સ્થાને પહોંચાડે છે. રેલવેમાં લગભગ સૌ કોઈએ મુસાફરી કરી જ હશે. રેલવે ભારતના ગરીબ, મધ્યમ અને ધનિક એમ ત્રણેય વર્ગના લોકો માટે ઉપયોગી પરિવહન છે. રેલવે વિષે ઘણી એવી બાબતો છે જે આપણને તરત સમજાતી નથી.

image source

ઘણીવખત આપણે ટ્રેનમાં મુસાફરી તો કરતા હોઈએ છીએ પણ તેના વિષે કરવું જોઈએ તેવું અવલોકન નથી કરતા. દાખલા તરીકે ટ્રેનના કોચમાં રહેલી બારીઓ. તમને થશે વળી ટ્રેનની બારીઓમાં શું અવલોકન કરવા જેવું વળી ? તો ક્યારેક જોઈ લેજો કે ટ્રેનના દરવાજા પાસેની બારી સૌથી અલગ હોય છે ? શા માટે ? ચાલો વિસ્તારથી જાણીએ.

ટ્રેનના સ્લીપર કોચ અને જનરલ કોચમાં જે બારીઓ હોય છે તેમાં સળિયા લાગેવેલા હોય છે પરંતુ દરવાજા પાસેની બારીઓમાં અન્ય બારીઓની સરખામણીએ તેમાં વધુ સળિયા હોય છે. ટ્રેનમાં નિયમિત રીતે મુસાફરી કરનારા મુસાફરોએ આ બાબત જરૂર નોંધી જ હશે. હવે તેના કારણ વિષે પણ જાણીએ.

image source

અસલમાં દરવાજા પાસેની બારીઓમાંથી મુસાફરોના માલ-સામાન ચોરી થવાનો સૌથી વધુ ભય રહે છે. અને ચોર પણ દરવાજા નીચેના પગથિયાં પર ઉભા રહી આ બારીમાં હાથ નાખી મુસાફરોનો માલ-સામાન ચોરી શકતા હતા.

image source

વળી, રાત્રીના સમયે જયારે મુસાફરો ઊંઘી રહ્યા હોય ત્યારે ચોર આ બારીઓને ખોલીને પણ માલ-સામાન ચોરી લેતા હતા. આ સમસ્યાનું સમાધાન કરવા માટે જ રેલવે તંત્ર દ્વારા કોચમાં દરવાજા પાસેની બારીમાં અન્ય બારીઓ કરતા વધુ સળિયા લગાવવાનું શરુ કરવામાં આવ્યું. વધુ સળિયા હોવાને કારણે બે સળિયા વચ્ચે એટલો નાનો ગાળો રહી જવા પામ્યો કે તેમાંથી હાથ ન ઘુસી શકે અને મુસાફરોનો માલ-સામાન પણ ચોરી થવાથી બચી શકે.

image source

હવે તો કોચના દરવાજામાં રહેલી બારીઓમાં પણ વધુ સળિયા વળી બારીઓ નાખવામાં આવે છે જેથી રાત્રીના સમયે આઉટરમાં ગાડી રોકાવાના સમયે ચોર બારીમાંથી હાથ નાખી કોચનો દરવાજો ન ખોલી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.