જાપાન અને ઇંગ્લેન્ડના આ 5 મોંઘાદાટ ફળોની કિંમત જાણી તમારી આંખો ખુલ્લી જ રહી જશે

સામાન્ય રીતે બજારમાં જો કોઈ ફ્રૂટની કિંમત 400 – 500 રૂપિયે કિલો હોય તો પણ આપણને તે મોંઘી લાગે છે ત્યારે જો કોઈ ફ્રૂટની કિંમત હજારો કે લાખો રૂપિયે કિલો હોય તો આપણો શું હાલ થાય ? પરંતુ આ દુનિયામાં એવા પણ અનેક ફળો થાય છે જેને ખરીદવાની વાત તો દૂર રહી ફક્ત તેની કિંમત સાંભળીને જ ભલભલાને પરસેવો છૂટી જાય. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક કિંમતી અને મોંઘા ફ્રૂટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

1). આ છે યુબરી ખરબૂજા જેને આપણે દેશી ભાષામાં શક્કરટેટીના નામથી ઓળખીએ છીએ. આ યુબરી શક્કરટેટી જાપાનમાં થાય છે અને ત્યાં જ તેનું વેંચાણ થાય છે. કારણ કે જાપાન બહાર તેની નહિવત જ નિકાસ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યુબરી શક્કરટેટીને ડાયરેક્ટ સૂર્યપ્રકાશમાં નહિ પરંતુ ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે. યુબરી શક્કરટેટીની એક જોડનો ભાવ લગભગ 20 લાખ રૂપિયા છે એટલે કે 10 લાખ રૂપિયાની એક યુબરી શક્કરટેટી.

2). તાઈયો નો તામાગો (એગ ઓફ સન) કેરીની એક એવી જાત છે જેને દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે. આ કેરી જાપાનના મિયાજાકી પ્રાંતમાં થાય છે અને ત્યાંથી આખા દેશમાં મોકલવામાં આવે છે. તાઈયો નો તામાગો જાતની એક કિલો કેરીની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે. (આ કેરી અંગેનો એક વિસ્તૃત લેખ જેન્તીલાલ ડોટ કોમ પર ઉપલબ્ધ છે)

image source

3). આ છે રુબી દ્રાક્ષ. જાપાનમાં થતી આ જાતની દ્રાક્ષને ગણના દુનિયાના સૌથી મોંઘા ફળોમાં થાય છે. ગયા વર્ષે આ રુબી દ્રાક્ષનો એક લુમખો સાડા સાત લાખ રૂપિયાના રેકોર્ડબ્રેક ભાવે વેંચાયો હતો અને તે લૂમખામાં 24 દ્રાક્ષ હતી. હવે એક દ્રાક્ષ કેટલી કિંમતની થઇ તે તમે જ હિસાબ કરી લો. આટલી ઊંચી કિંમત હોવાને કારણે રુબી દ્રાક્ષને પૈસાદારોનું ફળ ગણવામાં આવે છે.

image source

4). પીળા રંગનું દેખાતું આ અનાનસ પણ દુનિયાના સૌથી મોંઘા ફળો પૈકી એક છે. આ પીળા અનાનસને ઇંગ્લેન્ડના ” લોસ્ટ ગાર્ડેન્સ ઓફ હેલિગન ” માં ઉગાડવામાં આવે છે. અને આ કારણે જ તેનું નામ ” લોસ્ટ ગાર્ડેન્સ ઓફ હેલિગન પાઈનેપલ્સ ” છે. આ ફળને સંપૂર્ણ રીતે તૈયાર થતા લગભગ બે વર્ષનો સમય લાગે છે. આ જાતના એક અનાનસની કિંમત એક લાખ રૂપિયા જેટલી છે.

image source

5). શું તમે ક્યારેય ચોરસ તરબૂચ જોયું છે ? ન જોયું હોય તો જણાવી દઈએ કે દુનિયામાં ફક્ત ગોળ અને લંબગોળ જ નહિ પણ ચોરસ તરબૂચ પણ થાય છે અને તેની ખેતી થાય છે જાપાનમાં. ચોરસ આકારના આ તરબુચની કિંમત 60000 રૂપિયા જેટલી છે અને તેનો વજન અંદાજે પાંચ કિલો આસપાસ હોય છે. અસલમાં તેનો આકાર ચોરસ હોવાનું કારણ એ છે કે તેને ચોરસ ડબ્બાની અંદર ઉગાડવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.