સ્ત્રીઓ પુરુષો કરતા કેમ જીવે છે વધારે એ જોઇ લો તમે પણ આ તસવીરોમાં..

આ ફોટોઝને જોઈને તમને ખ્યાલ આવી જશે કે શા માટે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે જીવે છે

આ તસ્વીરમાં મુર્ખામીની જાણે બધી જ હદો પાર થઈ રહી હોય તેવુ લાગે છે. આ વ્યક્તિ લાંબી લચક સીડી લઈને એક ઝાડનું થડ કાપી રહ્યો છે પણ તેની સીડીના છેડાને તેણે જ્યાં ટકાવી રાખ્યો છે તે તે જ ઝાડનો છેડો છે. ઝાડ તો પડશે જ પણ સાથે સાથે આ ભઈના પણ રામ રમી જશે.

image source

આ તસ્વીરમાં તમે જુઓ છો તેમ એક દીકરાને આર્ચરી શીખવાનો શોખ થયો છે અને તેની જવાબદારી સોંપવામા આવી છે તેના પિતાને. અને દીકરાએ પીતાની જ છાતીમાં તીર ચલાવી દીધું. બીચારો પિતા.

image source

આ તસ્વીરે તો જાણે બધી જ હદો પાર કરી નાખી છે. તસ્વીર કોઈ છાપામાંથી લેવામાં આવી છે અને તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ એક પોલીસ અધિકારી પોતાની બંદુકની અણીના ટેકે આરામથી ઉભો રહ્યો છે. આ પોલીસને ડમ્બેસ્ટ એટલે કે સૌથી મુર્ખ પોલીસ જણાવામાં આવ્યો છે.

image source

સ્ટેર કેસનો બલ્બ બદલવો ભારે અઘરુ કામ જણાઈ રહ્યું છે. પણ આ વ્યક્તિ તો જાણે રોજ આમ કરતો હોય તેવી સરળતાથી બલ્બ ફીટ કરી રહ્યો છે. પણ સ્થિતિ સાવધાની હટી દુર્ઘટના ઘટી જેવી છે.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ એક પુરુષ એક પોસ્ટર લગાવી રહ્યો છે જે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે ‘થીંક સેફ્ટી ફર્સ્ટ’ એટલે કે સુરક્ષાનો વિચાર પહેલા કરો. પણ તે પોતે જે જોખમ લઈને આ પોસ્ટર લગાવી રહ્યો છે તે જોતાં સેફ્ટીનો વિચાર તેણે જ સૌથી પહેલા કરવા જેવો લાગે છે.

image source

આ તસ્વીર જોનારના પોતાના જ પગ ધ્રુજવા લાગે તેવું છે. આ પુરુષને ચોખ્ખાઈ એટલી પ્રિય છે કે તે પોતાના એપાર્ટમેન્ટના કાચ પણ સાફ કરે છે અને માત્ર અંદરથી જ નહીં પણ બહારથી પણ. ખરી હીંમત છે આની તો. હવે તમે જ કહો કે આવા જ લક્ષણો જો પુરુષ ધરાવતો હોય તો પછી તેમના કરતાં સ્ત્રીઓ તો વધારે જીવશે જ ને.

image source

જામેલો બરફ કોઈ પથ્થર કરતાં ઓછો ઘાતક નથી હોતો અને જો તે જ બરફ અણિયાળો હોય તો તે કોઈ ખંજરથી પણ ઓછો નથી હોતો. આ ત્સવીરમાં જોઈ શકો છો તેમ આ પુરુષ જીવના જોખમે બારી બહાર ડોકીયું કરી રહ્યો છે. જરા પણ ચૂક થી તો તેની ડોકની આરપાર અણિયાળો બરફ નીકળી શકે.

image source

વાહ હેલમેટની આ સ્ટાઇલ પણ પહેલીવાર જોવા મળી છે. આ વ્યક્તિના વાળ એટલા બધા છે કે તેના માથામાં હેલમેટ આવી શકે તેમ નથી અને તેમ છતાં તેણે નિયમોનું પાલન તો કરવું જ પડે તેમ છે. માટે તેણે ગમે તેમ કરીને માથામાં હેલમેટ તો ફીટ કરી જ દીધું.

image source

બાળકોને રમવા માટે તેના માતાપિતા તેને એક રોકિંગ હોર્સ લાવી આપતા હોય છે. જે મોટે ભાગે લાકડાનો બનેલો હોય છે અને બાળકને જાણે ઘોડા પર બેસવાનો તે અનુભવ કરાવે છે.પણ અહીં આ માણસ તેનો કંઈક અલગ જ ઉપયોગ કરી રહ્યો છે.

image source

સીમેન્ટની માત્ર ચાર-ચાર થેલીના ભરોસે આ બે વ્યક્તિએ બિલ્ડિંગ પરથી ક્રેન લટકાવી રાખી છે. આ લોકોને તેમના ભગવાન પર પૂર્ણ ભરોસો છે તેવું લાગી રહ્યું છે.

image source

સામાન્ય રીતે વેલ્ડીંગનું કામ કરતી વખતે એક પ્રોપર હેલ્મેટ પહેરવાનું હોય છે. પણ આ વ્યક્તિને તેવું હેલમેટ ન મળતાં તેણે પોતાનું રક્ષણ કરવા માટે જુગાડ કરી લીધો છે અને હેલમેટની જગ્યાએ તેણે પ્લાસ્ટિકની કોથળી પસંદ કરી છે. મૂર્ખતાની ચરમસીમા.

કીડી માથે અંબાડી જેવું આ દ્રશ્ય છે. નાનકડું ટુ-વ્હીલર અને તેના પર 46 ઇંચનો ટીવી અને તે પણ બોક્ષ સાથે અને તેનાથી પણ વધારે આ ટુ-વ્હીલરના ડ્રાઈવરની ચલાવવાની સ્ટાઈલ ભારે કરી આ માણસે તો.

image source

નાના છોકરાઓનો પણ આ લિસ્ટમાં સમાવેશ થઈ જ ગયો છે. આ તસ્વીર ખેંચાઈ તો ગઈ છે. પણ જો આ તસવીરની જગ્યાએ વિડિયો હોત તો કદાચ સ્પષ્ટ ખ્યાલ આવત કે નીચે સુઈ રહેલા આ બાળકની હાલત ખરેખર શું થઈ હશે.

વાહ હેલમેટ કરતાં આ માણસને પ્લાસ્ટિકની આ ડોલ વધારે સુરક્ષિત લાગતી હોય તેવુ લાગે છે. એટલે જ તો તે હેલમેટને બાજુ પર મુકીને ડોલને માથામાં પહેરીને વાહન ચલાવી રહ્યો છે.

image source

એક સામાન્ય માણસ પણ જાણે છે કે પાણી અને ઇલેક્ટ્રીસીટી બન્ને જાની દૂશ્મન છે. પણ આ તસ્વીરમાં તો આ માણસ આરામથી પાણીના ખાબોચીયામાં પગ મુકીને ઇલેક્ટ્રીક વાયર સાથે ચેડા કરી રહ્યો છે.

image source

આ તસ્વીર જોઈને એટલું ચોક્કસ લાગે છે કે આ વ્યક્તિ આંખ બંધ કરીને કોઈના પર પણ વિશ્વાસ મુકી દેતો હશે. નહીંતર હંમેશા ડગમગ થતાં બારણા પર ચડીને આ વ્યક્તિ સીલીંગને પેઇન્ટ કરવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે !

કાં તો આ બન્ને બાઈક સવારોને પોતાના ડ્રાઈવીંગ પર 200 ટકા ભરોસો છે અથવા તો સવારથી જ મગજ ઘરે મુકીને તેઓ બહાર નીકળ્યા લાગે છે. જો આ બન્નેમાંથી એક પણની સ્પીડમાં જરા સરખો પણ ઘટાડો કે વધારો થયો કે તરત જ બન્નેમાંથી એકના રામ રમી જાય તેમ છે.

image source

ભારે લાંબી સીડી છે આતો. આ વ્યક્તિ એસી ફીટ કરી રહ્યો છે કે પછી તેનું આઉટર યુનિટ રીપેર કરી રહ્યો છે તે તો ખ્યાલ નથી આવતો પણ તેણે જે તીકડમ લગાવી છે તે અચરજ પમાડે તેવી છે.

image source

સામાન્ય રીતે ટ્રેમ્પોલિનની કલ્પના આપણે કોઈ ગાર્ડનમાં કે પછી ખુલી જગ્યા હોય ત્યાં કરતા હોઈએ છીએ. પણ આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ કોઈ ઘરના ધાબા પર તે પણ સાવ જ કીનારી પર ટ્રેમ્પોલીન મુકવામાં આવ્યું છે. હવે જો આ ટ્રેમ્પોલીન પર કોઈ જંપ કરે અને બદનસીબે તે વ્યક્તિ ટ્રેમ્પોલીનમાં નહીં પણ બહારની બાજુ પડે તો તેની શું હાલત થાય તે કલ્પી શકાય છે.

Source: sciencephiles

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.