તમે ધાર્યું હોય એનાથી અલગ વસ્તુ જયારે તમને મળે ત્યારે શું થાય મને તો વિચારીને જ હસવું આવે છે…

આજે ઓનલાઈન વેચાણ તેમજ ખરીદીનું ચલણ ખૂબ વધી ગયું છે. પણ કંપનીઓ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે તેને એટલી બધી સુંદર રીતે દર્શાવે છે કે તેને ખરીદનાર ગ્રાહકની આશાઓ તે વસ્તુ પ્રત્યે વધી જાય છે અને જ્યારે ખરેખર તે વસ્તુ તેઓ ખરીદે છે અને તેમના ઘરે જ્યારે તેની ડીલીવરી થાય છે ત્યારે તેમની ધારણાથી ક્યાંય અલગ જ અનુભવ તેમને થતો હોય છે.

આપણે એટલુ સમજીએ છીએ કે આપણે જે કંઈ પણ ઓનલાઈન ઓર્ડર કરીએ તે એક્ઝેટ આપણી અપેક્ષા પ્રમાણેનું જ ન હોય તેમાં થોડો ઘણો ફરક હોઈ શકે છે. પણ ઘણીવાર આ થોડો ઘણો ફરક જમીન આકાશના ફરક જેટલો મોટો બની જાય છે. અને કેટલીક કંપની આવું સાહસ કરવાનું ગજબનું કાળજુ ધરાવતી હોય છે. તે પોતાના ગ્રાહકોને પહેલી નજરે જ એટ્રેક્ટ કરી લે છે પોતાના છેતરામણા ડીસ્પ્લેથી અને પછી જ્યારે મૂળ વસ્તુ હાથમાં આવે છે ત્યારે બધા જ સપના પર પાણી ફેરવાઈ જાય છે. તો આજે અમે તમને આવા જ કેટલાક અનુભવોને તસ્વીરો સાથે તમારી સમક્ષ શેર કરીશું.

એક ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડના બર્થડે સેલિબ્રેશન માટે 100 ડોલર ચૂકવીને વ્હાઈટ ક્લો કેક ઓર્ડર કરી છે. પણ જ્યારે ઓર્ડર ડીલીવર કરવામાં આવ્યો ત્યારે તેણીને કંઈક આવું મળ્યું. તમે જોઈ શકો છો કે વેબસાઇટ પર કેવી પ્રોડક્ટ બતાવવામાં આવી છે અને હાથમાં આવ્યું કેકની જગ્યાએ સોડાનું કેન. આવી વાત પર તો ભલભલા શાંત વ્યક્તિને પણ ગુસ્સો આવી જાય.

image source

આ વ્યક્તિએ ઓનલાઈન હોમમેડ સોરડો (Sourdough) બ્રેડ મંગાવી. ઓનલાઈન તસ્વીરમાં તો મસ્ત દડા જેવી ફૂલેલી બ્રેડ બતાવવામાં આવી હતી પણ જ્યારે તેને ડીલીવરી મળી ત્યારે તે કોઈ કૂકી જેવી સપાટ હતી.

image source

આ વ્યક્તિએ ક્રીસ્મસ માટે એક સુંદર મજાનું ક્રીસ્મસ ટ્રી ઓર્ડર કર્યું હશે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે કેટલાં સુંદર નાનકડા ક્રીસમસ ટ્રીની તસ્વીર વેબસાઇટ પર શેર કરવામાં આવી છે અને જ્યારે તેણીએ 110 ડોલર ચૂકવીને તેનો ઓર્ડર આપ્યો ત્યારે તેને કોઈ બૂકે જેવી વસ્તુ મળી. કંપનીવાળાએ તો બીચારા ગ્રાહકની ક્રિસ્મસ બગાડી મૂકી.

image source

આ તસ્વીર જોઈને તો તમને ચોક્કસ હસવું આવશે. આ વ્યક્તિએ ઓનલાઈન એક સુંદર શર્ટ ઓર્ડર કર્યો છે જેમાં સુંદર મજાના નેવી બ્લૂથી માંડીને આસમાની ફ્લાવર્સનું કટવર્ક છે અને તે દેખાવે ખૂબ જ સુંદર છે. કોઈ પણ વ્યક્તિ તેને પહેલી નજરમાં જ ઓર્ડર કરી દે. આ વ્યક્તિએ પણ તેમ જ કર્યું પણ જ્યારે તેને શર્ટની ડીલીવરી મળી ત્યારે કંઈક આવી સ્થિતિ સર્જાઈ.

image source

ઘણીવાર તમે હોટેલમાં જમવા જતા હોવ છો ત્યારે પણ તમને હોટેલના મેનુની તસ્વીરોમાં અને તેમના રિયલ ફૂડમાં ઘણો બધો ફરક જોવા મળતો હોય છે. થોડાક અંશે આપણે તે ફરક ચલાવી પણ લઈએ પણ આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે પેન કેકના પોસ્ટરમાં અને ડીશમાં પડેલી પેનકેકમાં કેટલો બધો ફરક છે.

આ વ્યક્તિએ પોતાના કૂતરા માટે હેલોઈનની ઉજવણી માટે સ્પેશિયલ હેલોઈન કોશ્ચ્યુમ ઓર્ડર કર્યો હતો. જે ઓનલાઈન તો સુંદર બતાવવામાં આવ્યો હતો. પણ જ્યારે તેણીને ડીલીવરી મળી ત્યારે તે તેના ડીસ્પ્લે કરતાં ક્યાંય અલગ જોવા મળ્યું હતું. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. ડાબી બાજુ ઓનલાઈન દર્શાવવામાં આવેલો કોશ્ચ્યુમ છે અને જમણી બાજુ જે ડીલીવરીમાં આવ્યો તે કોશ્ચ્યુમ છે.

image source

જ્યારે તમે ઓનલાઈન તમારી મનપસંદ વાનગીને જુઓ અને તેમાં ભરેલા પૂરણ મસાલા વિગેરેને જોઈને તમારા મોઢામાં જે પાણી આવે અને પછી તમે લલચાઈને તેનો ઓર્ડર આપી દો અને જ્યારે તમને તેની ડીલીવરી મળે અને તમારી અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ તે નીકળે તો તમારો તો પિત્તો હટશે જ ને. અહીં આ વ્યક્તિએ બરીતોઝ ઓર્ડર કર્યા હતા અને બદલામાં તેને કોઈ પણ જાતના પુરણ વગરની ખાલી ખમ ટોર્ટીલા મળી છે.

image source

આ વ્યક્તિએ ઓનલાઈન શો પીસ વેચતી એક કંપનીને સુંદર મજાના ઉનથી બનેલા કેક્ટસને ઓર્ડર કર્યો હતો જ્યારે તેની પાસે તેની ડીલીવરી આવી તો તેને રેડીમેડ કેક્ટસ ન મળ્યું પણ તેની જગ્યાએ માત્ર તે રંગની ઉનની આંટીઓ જ મળી.

આ વ્યક્તિએ હેલોઈનની ઉજવણી માટે ઓનલાઈન એક સુંદર માસ્ક ખરીદ્યો હતો જે ખરેખર બિહામણો લાગી રહ્યો છે. પણ જ્યારે તેના ઘરે આ માસ્કની ડીલીવરી આવી ત્યારે તમે જોઈ શકો છો કે બીચારાઓ જોડે કેટલી મોટી દગાખોરી થઈ છે. આ માસ્ક પહેરીને જો તેઓ લોકોને બીવડાવશે તો લોકો હસશે વધારે અને ડરશે ઓછા.

image source

આ વ્યક્તિએ બર્ગર કિંગમાંથી ટાકો મંગાવ્યો હશે અને તમે જોઈ શકો છો તેમ આ બન્ને તસ્વીરમાં કેટલો બધો ફરક છે.

આ વ્યક્તિએ ઓરિયો બાર ઓર્ડર કરી છે. જેમાં કેન્ડીને ઓરિયો બિસ્કિટના ક્રમ્સથી કવર કરવામાં આવી છે. તમે અહીં ડાબી તસ્વીરમાં જોઈ શકો છો કે ઓરિયો લવરને આ આઈસ્ક્રીમ કેટલી બધી ગમી જાય તેવી છે પણ જ્યારે તેના હાથમાં આ આઇસ્ક્રીમ આવી ત્યારે ચોકોબાર કરતાં પણ જાય તેવી સ્થિતિમાં હતી.

image source

આ વ્યક્તિએ સ્પોન્જબોબ નામની પોપ્સિકલ લીધી છે જે તેની ઉપરના રેપર કરતા ઘણી બધી અલગ છે. તેને બેની જગ્યાએ ત્રણ આંખો છે. અને તેના હોઠ અને દાંત પણ રેળાઈ ગયા છે.

આ વ્યક્તિએ થિયેટરમાં નાચોસનું પોસ્ટર જોઈ તેને તરત જ ઓર્ડર કરી દીધા હતા. પણ જ્યારે તેને તે આપવામાં આવ્યું ત્યારે તેને નિરાશ થવાનો વારો આવ્યો કારણ કે તેણે 8 ડોલરમાં ડોરીતોઝ નાચોનું નાનકડું પડીકુ પકડાવી દેવામાં આવ્યું.

image source

તમે ચોકલેટ આઈસ્ક્રીમ કેક ઓર્ડર કરો અને તેમાં ચોકલેટ જ ન હોય તો ! આ વ્યક્તિ સાથે પણ તેવું જ થયું છે તેણે સ્ટ્રોબેરી ચીઝકેક આઈસ્ક્રીમ મંગાવ્યો પણ તેમાં સ્ટ્રોબેરી જ નહોતી.

આ વ્યક્તિએ રિંગ ઓર્ડર કરી હતી અને જ્યારે ડીલીવરી મળી ત્યારે તે બન્ને વચ્ચે ઘણો બધો ફરક હતો.

આ વ્યિક્તિએ બ્રોકોલીનું એક પેકેટ લીધું છે પણ તેમાં બ્રોકોલીના ડાળખા જ છે બ્રોકોલીના જે ફ્લાવર જેવા ઉપરના ફૂલ આવે તે તો છે જ નહીં. ખરું કરે છે કંપનીઓ તો.

image source

જ્યારે તમે મોમા પાણી જાય તેવી તસ્વીર જોઈને ચીઝ પીઝા ખરીદો પણ જ્યારે તે તમને મળે ત્યારે તેના પર ગણતરીનું થોડુંક જ છીણ જોવા મળે તો તમારું મગજ હટ્યા વગર ન રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.