શું તમને યાદ છે ગદર ફિલ્મનો માસુમ જીત? જે હવે થઇ ગયો છે મોટો, જો કે દેખાવમાં એટલો Handsome છે કે અનેક છોકરીઓ તેની છે દિવાની, PHOTOS

ગદર – એક પ્રેમ કથા એક એવી ફિલ્મ છે, જે આજે પણ લોકોના દિલમાં પોતાનું અલગ જ સ્થાન ધરાવે છે. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મ કે જેણે એ સમયે સફળતાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જો કે આ ફિલ્મ આજે પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ છે. જો કે આ સદાબહાર ફિલ્મ આજ પછીના ઘણા સમય સુધી પણ યથાવત સફળ ફિલ્મ તરીકે જ યાદ કરવામાં આવશે.

ગદર આજની બાહુબલી હતી

image source

આપને જણાવી દઈએ કે ‘ગદર – એક પ્રેમ કથા’ ફિલ્મ ૧૫ જુન ૨૦૦૧ ના દિવસે આવી હતી. આ ફિલ્મે એ સમયે 77 કરોડથી વધારેની કમાણી કરી હતી. જો કે ફિલ્મની એકંદર કમાણી 265 કરોડ રૂપિયા જેટલી હતી. આજથી લગભગ 17 વર્ષ પહેલા ફિલ્મની ટીકીટ ઘણી સસ્તી હતી.

image source

જો એ રકમને આજની રકમ સાથે સરખાવીને જોવા જઈએ તો આ ફિલ્મે આશરે 5000 કરોડની કમાણી કરી હતી. એક પ્રકારે એમ કહી શકાય કે એ સમયની ગદર આજની બાહુબલી હતી.

ફિલ્મ નિર્માણમાં 18 કરોડ જેટલો ખર્ચ

image source

આ ફિલ્મમાં મુખ્ય રોલમાં અમીષા પટેલ, અમરીશ પૂરી, શનિ દેઓલ વગેરે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે અનેક એવોર્ડ પણ મળ્યા હતા. 265 કરોડની એકંદરે કમાણી કરનારી ફિલ્મ બનાવવા માટે એ સમયે 18 કરોડ જેટલો ખર્ચ થયો હતો, પણ રિલીજ પછી તેણે ખર્ચ કરતા અનેક ગણી કમાણી કરી હતી. આ વાત અંગે ફિલ્મના નિર્માતા અનીલ શર્માએ એક મીડિયા સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે ગદર ફિલ્મે 2001માં 265 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મની ટીકીટ માત્ર 25 રૂપિયા

image source

જે વર્ષે આ ફિલ્મ આવી ત્યારે ફિલ્મની ટીકીટ માત્ર 25 રૂપિયા જેટલી જ હતી. આજના સમયની તુલના કરવામાં આવે તો ફિલ્મે 5 હાજર કરોડની કમાણી કરી હતી. બાહુબલી ફિલ્મે 1500 કરોડની કમાણી કરી હતી, જો કે આ ફિલ્મમાં દરેક પત્રની ભૂમિકા મહત્વની હતી. ફિલ્મમાં મુખ્ય પાત્ર અમીષા પટેલ અને શની દેઓલનું હતું, પણ સૌથી વધારે ધ્યાન એમના દીકરાનું પાત્ર નિભાવનારા બાળકે ખેચ્યું હતું. આજે આપણે ગદર ફિલ્મના જીત એટલે કે ઉત્કર્ષ શર્મા વિશે આપને જણાવી રહ્યા છીએ.

જીત હવે ૧૭ વર્ષ મોટો થઇ ગયો છે

image source

ગદર ફિલ્મ રિલીજ થયાને આજે 17 વર્ષ થયા છે આ દરમિયાન ઉત્કર્ષ પણ ૧૭ વર્ષ મોટો થઇ ગયો છે. આપને જણાવી દઈએ કે ઉત્કર્ષ શર્મા ફિલ્મ ડાયરેક્ટર અનીલ શર્માનો પુત્ર છે. જો કે બાળકે એ સમયે પોતાના સશક્ત અભિનયથી દર્શકોને દીવાના બનાવ્યા હતા. ગદરનો જીત હવે ઘણો મોટો થઇ ગઈ છે. જો કે આજના જીતને જોઇને કોઈ પણ એવું માની ન શકે કે આ એ જ માસુમ ચહેરા વાળું બાળક છે, જેણે પોતાની નિર્દોષતા દ્વારા લોકોના દિલ જીત્યા હતા. ઉત્કર્ષ શર્મા સમય સાથે સુંદર અને હેન્ડસમ બની ગયો છે.

ઉત્કર્ષ બીજી ફિલ્મમાં જોવા મળ્યો નથી

image source

મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં ઉત્કર્ષ શર્મા પણ અભિનેતા તરીકે ફિલ્મોમાં પ્રવેશ કરી શકે છે. આપને એ પણ જણાવી દઈએ કે ગદરમાં કામ કર્યા પછી ઉત્કર્ષ હજુ સુધી બીજી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જો કે હવે ગદર ફિલ્મનો જીત જરા સરખો પણ પહેલા જેવો દેખાતો નથી, એની તાજેતરની તસ્વીરો જોઇને તમે પણ ચોંકી જશો. શું તમે પણ ગદર ફિલ્મના ઉત્કર્ષને ફિલ્મોમાં જોવા માંગો છો? તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? તો જુઓ ઉત્કર્ષ શર્માની કેટલીક વિશિષ્ટ તસવીરો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.