શું તમે જાણો છો સૌરવ ગાંગુલીના પહેલા પ્રેમ વિષે, જાણો બીજી તેમના જીવનની રસપ્રદ વાતો…
સૌરવ ગાંગુલી, આ એક નામ કોઈ પણ બોલે એટલે ઈંગ્લેંડમાં, ઈંગ્લેંડની ટીમને હરાવી ટીશર્ટ કાઢીને જે ઉત્સાહ બતાવ્યો હતો અને સેલિબ્રેશન કર્યું હતું, એ જ સીન યાદ આવે. શું કહેવું, સાચી વાત છે ને !
યુવા ક્રિકેટર્સ ઉપર ભરોસો મુકીને તેઓ ભારતીય ક્રિકેટને એક નવા સ્તર ઉપર લઈ ગયા અને સાબિત કરી બતાવ્યું કે ભારત, વિદેશની પીચ ઉપર પણ જીતી શકે છે.

આજે અમે તેમના વિશે એવી કેટલીક વાતો લાવ્યા છીએ કે જે વિશે સૌરવ ગાંગુલીના ‘જબરા ફેન’ ને પણ ખબર નહિ હોય.
૧. સૌરવ ગાંગુલી તેમના બાળપણમાં ફૂટબોલમાં ખુબ જ રૂચી ધરાવતા હતા. ફક્ત આટલું જ નહિ, ફૂટબોલ તેમનો પ્રથમ પ્રેમ પણ હતો. પરંતુ તેમના ભાઈ સ્નેહાશીશના કહેવાથી ૧૦ માં ધોરણના વેકેશનમાં ક્રિકેટ એકેડમી જોઈન કરી. અને આવી રીતે શરુ થઈ એક મહાન ક્રિકેટરની સફર.

૨. માતાપિતા તેમણે પ્રેમથી ‘મહારાજ’ એટલે કે અંગ્રેજીમાં ‘પ્રિન્સ’ કહીને બોલાવતા હતા. અને ક્રિકેટ કરિયરમાં પણ તેઓને આ જ નામ મળ્યું. જ્યોફેરી બોયકોટએ તેમને ‘પ્રિન્સ ઓફ કલકત્તા’ નામનું બિરુદ આપ્યું.
૩. સૌરવ ગાંગુલી જન્મથી જ જમોણી હતા. ખાવાનું, લખવાનું, બેટિંગ, બોલિંગ બધું જમણા જ હાથે. પરંતુ તેમના ભાઈ સ્નેહાશીશ, ડાબોડી હતા અને સૌરવ તેમની કીટ વાપરવા માંગતા હતા. અને પરિણામ સ્વરૂપે, ભારતને એક મહાન ડાબોડી બેટ્સમેન મળ્યો.

૪. બંગાળની રણજી ટ્રોફીમાં એક વાર સૌરવ ગાંગુલીએ તેના ભાઈ સ્નેહાશીશની જગ્યા લીધી હતી.

૫. તેઓ ખુબ આસ્તિક માણસ છે અને દર મંગળવારે ઉપવાસ પણ રાખે છે.

૬. સૌરવ ગાંગુલી કલકત્તાના સૌથી ધનવાન પરિવારમાંથી આવે છે. ફક્ત આટલું જ નહિ, તેઓનું પરિવાર જે ઘરમાં રહે છે તેમાં ૪૫ જેટલી રૂમો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.